T20 વર્લ્ડ કપ 2026: સૂર્યા કેપ્ટન, ગિલની બાદબાકી
અક્ષર પટેલ વાઈસ કેપ્ટન, ઈશાન કિશનની વાપસી; જાણો ભારતની 15 સભ્યોની મજબૂત સ્ક્વોડ

T20 વર્લ્ડ કપ 2026ની ટીમ જાહેર

T20 વર્લ્ડ કપ 2026ની ટીમ જાહેર
ભારત અને શ્રીલંકાના સંયુક્ત યજમાનપદે યોજાનારા ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026 માટે ભારતીય ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. મુખ્ય પસંદગીકાર અજિત અગરકરના નેતૃત્વમાં મુંબઈ ખાતે મળેલી પસંદગીકારોની બેઠકમાં ૧૫ સભ્યોની ટીમ પર મહોર મારવામાં આવી હતી. અપેક્ષા મુજબ, ટીમની કમાન વિસ્ફોટક બેટ્સમેન સૂર્યકુમાર યાદવને સોંપવામાં આવી છે, જ્યારે ગુજરાતના ઓલરાઉન્ડર અક્ષર પટેલને વાઈસ કેપ્ટન તરીકે મોટી જવાબદારી સોંપાઈ છે.

શુભમન ગિલની બાદબાકી: સૌથી મોટો આંચકો આ ટીમ પસંદગીમાં સૌથી ચોંકાવનારો નિર્ણય સ્ટાર બેટ્સમેન શુભમન ગિલને લઈને લેવાયો છે. ટેસ્ટ અને વનડેમાં ટીમ ઈન્ડિયાના ભવિષ્યના કેપ્ટન ગણાતા ગિલને T20 વર્લ્ડ કપની સ્ક્વોડમાંથી પડતો મૂકવામાં આવ્યો છે. ગિલની જગ્યાએ ફોર્મમાં ચાલી રહેલા સંજુ સેમસન અને અભિષેક શર્મા જેવા આક્રમક ખેલાડીઓ પર પસંદગીકારોએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
ઈશાન કિશન અને સંજુ સેમસનની વાપસી: ઝારખંડને સૈયદ મુશ્તાક અલી ટ્રોફી (SMAT 2025) ચેમ્પિયન બનાવનાર અને ફાઈનલમાં શાનદાર સદી ફટકારનાર ઈશાન કિશનને તેના પ્રદર્શનનું ઈનામ મળ્યું છે. તેને વિકેટકીપર તરીકે ટીમમાં સામેલ કરાયો છે. આ ઉપરાંત, સતત અંદર-બહાર થતા સંજુ સેમસનને પણ વર્લ્ડ કપની ટિકિટ મળી છે.
ભારતની 15 સભ્યોની સ્ક્વોડ: સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), અક્ષર પટેલ (વાઈસ-કેપ્ટન), ઈશાન કિશન (વિકેટકીપર), સંજુ સેમસન (વિકેટકીપર), અભિષેક શર્મા, તિલક વર્મા, રિંકુ સિંહ, હાર્દિક પાંડ્યા, શિવમ દુબે, વરુણ ચક્રવર્તી, કુલદીપ યાદવ, વોશિંગ્ટન સુંદર, જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ અને હર્ષિત રાણા.
🚨India’s squad for ICC Men’s T20 World Cup 2026 announced 🚨
— BCCI (@BCCI) December 20, 2025
Let's cheer for the defending champions 💪#TeamIndia | #MenInBlue | #T20WorldCup pic.twitter.com/7CpjGh60vk
ટુર્નામેન્ટનું આયોજન અને ભારતનું ગ્રુપ: વર્લ્ડ કપની શરૂઆત 7 ફેબ્રુઆરી 2026 થી થશે અને ફાઈનલ ૨૦ માર્ચે રમાશે. ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારતને ગ્રુપ-A માં રાખવામાં આવ્યું છે. આ ગ્રુપમાં ભારતની સાથે પાકિસ્તાન, યુએસએ, નામિબિયા અને નેધરલેન્ડની ટીમો સામેલ છે. ભારત તેની ગ્રુપ મેચો દિલ્હી, મુંબઈ, અમદાવાદ અને કોલંબોના મેદાન પર રમશે.
સ્પિન એટેકમાં વરુણ ચક્રવર્તી અને કુલદીપ યાદવની જોડી વિરોધી ટીમો માટે મુશ્કેલી સર્જી શકે છે, જ્યારે પેસ એટેકની જવાબદારી જસપ્રીત બુમરાહ અને અર્શદીપ સિંહના ખભા પર રહેશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ન્યૂઝીલેન્ડ સામેની ODI શ્રેણી પહેલાં ટીમ ઈન્ડિયાની પસંદગીને લઈને BCCIની ચિંતા વધી છે. પ્રસિદ્ધ કૃષ્ણા, હર્ષિત રાણા અને રિષભ પંતની ફિટનેસ પર નજર રાખવામાં આવી રહી છે. જાણો ભારતની વન-ડે ટીમની જાહેરાત, ખેલાડીઓની ઈજા અને ન્યૂઝીલેન્ડ પ્રવાસ અંગેનું મહત્ત્વનું અપડેટ.

ICC Awardsમાં ભારતનો ડબલ ધમાકો! શુભમન ગિલે 223 રનની ઐતિહાસિક ઇનિંગ્સ રમી, તો શેફાલી વર્માએ 49 બોલમાં સદી ફટકારી!

માયા રાજેશ્વરન રેવતીએ માત્ર 17 વર્ષની ઉંમરે ઇતિહાસ રચ્યો! સિંગલ્સમાં ઐતિહાસિક જીત સાથે ડબલ્સનો ખિતાબ પણ જીત્યો.