T20 વર્લ્ડ કપ 2026: સુપર 8માં વરસાદનું વિઘ્ન
સુપર 8માં વરસાદને કારણે મેચ રદ થાય તો સેમિફાઇનલનું સમીકરણ કેવી રીતે બદલાશે? જાણો વિગત

T20 વર્લ્ડ કપ 2026 નિયમો

T20 વર્લ્ડ કપ 2026 નિયમો
T20 વર્લ્ડ કપ 2026 હવે નિર્ણાયક તબક્કામાં પ્રવેશી ગયો છે અને ટૂર્નામેન્ટમાં સુપર 8 રાઉન્ડની શરૂઆત થઈ ચૂકી છે. આ રાઉન્ડ માટે ભારત, દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે, વેસ્ટ ઈન્ડિઝ, ઈંગ્લેન્ડ, શ્રીલંકા, પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ જેવી મજબૂત ટીમોએ સ્થાન બનાવ્યું છે. આ આઠ ટીમોને બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે, જેમાં દરેક ટીમ પોતાની ગ્રુપની અન્ય ટીમો સામે એક-એક મેચ રમશે. દરેક ગ્રુપમાંથી ટોચની બે ટીમો સેમિફાઇનલમાં પહોંચશે.
કોલંબોમાં વરસાદથી મેચ પર સંકટ :
સુપર 8ની શરૂઆત સાથે જ વરસાદે ટૂર્નામેન્ટના રોમાંચ પર અસર કરવાનું શરૂ કરી દીધું છે. કોલંબોમાં સતત પડી રહેલા વરસાદને કારણે પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચેની મહત્વપૂર્ણ મેચ એકપણ બોલ રમ્યા વગર રદ કરવી પડી હતી. આ ઘટનાએ ટીમો અને ચાહકો વચ્ચે ચિંતા વધારી છે, કારણ કે સુપર 8ના પરિણામ પર આવી પરિસ્થિતિ મોટી અસર કરી શકે છે.
સુપર 8ના મુકાબલા ભારત અને શ્રીલંકામાં યોજાઈ રહ્યા છે, પરંતુ ખાસ કરીને કોલંબોમાં હવામાન અનિશ્ચિત હોવાથી આગામી મેચો પર પણ જોખમ મંડરાઈ રહ્યું છે.
સુપર 8માં રિઝર્વ ડે નથી :
ICCના નિયમો મુજબ સુપર 8 સ્ટેજ માટે કોઈ રિઝર્વ ડે રાખવામાં આવ્યો નથી. એટલે કે, જો વરસાદ કે અન્ય કારણોસર મેચ પૂર્ણ ન થઈ શકે તો તેને એ જ દિવસે નિર્ણય કરવો પડે છે.
T20 મેચનું પરિણામ જાહેર કરવા માટે બંને ટીમોએ ઓછામાં ઓછી પાંચ-પાંચ ઓવર રમવી જરૂરી છે. અમ્પાયરો મેચ પૂર્ણ થાય તે માટે શક્ય તેટલા પ્રયાસ કરે છે, પરંતુ જો પરિસ્થિતિ અનુકૂળ ન હોય અને પાંચ ઓવર પણ ન થઈ શકે તો મેચ રદ જાહેર કરવામાં આવે છે.
પોઈન્ટ સિસ્ટમ અને નેટ રન રેટ પર અસર :
જો કોઈ મેચ વરસાદને કારણે રદ થાય તો બંને ટીમોને એક-એક પોઈન્ટ આપવામાં આવે છે. જીત માટે મળતા બે પોઈન્ટમાંથી ટીમો વંચિત રહી જાય છે. મહત્વની વાત એ છે કે આવી મેચનો નેટ રન રેટ પર કોઈ અસર પડતી નથી.
સુપર 8માં દરેક ટીમ માત્ર ત્રણ મેચ રમે છે. આવી સ્થિતિમાં એક મેચ રદ થવી પણ સેમિફાઇનલની દોડ માટે મોટું નુકસાન સાબિત થઈ શકે છે. ખાસ કરીને એવી ટીમો માટે જે નેટ રન રેટના આધારે આગળ વધવાની આશા રાખે છે.
પહેલા પણ જોવા મળી વરસાદની અસર :
ટૂર્નામેન્ટ દરમિયાન પહેલા પણ વરસાદના કારણે કેટલીક મેચો પ્રભાવિત થઈ ચૂકી છે. ઝિમ્બાબ્વે અને આયર્લેન્ડ વચ્ચેની મેચ રદ થતા બંને ટીમોને એક-એક પોઈન્ટથી સંતોષ માનવો પડ્યો હતો, જેના કારણે તેમની આગળની સ્થિતિ પર અસર પડી હતી.
હવે દરેક મેચ બની ‘કરો કે મરો’
સુપર 8 તબક્કામાં હવે દરેક મેચ ટીમો માટે અત્યંત મહત્વપૂર્ણ બની ગઈ છે. પોઈન્ટ ટેબલમાં નાની ભૂલ કે એક રદ થયેલી મેચ પણ સેમિફાઇનલની શક્યતાઓને અસર કરી શકે છે. આવી સ્થિતિમાં ટીમો માટે જીત સાથે સારો નેટ રન રેટ જાળવવો પણ જરૂરી બન્યો છે.
ક્રિકેટ ચાહકો માટે હવે માત્ર મેચનો જ નહીં, પરંતુ હવામાનનો પણ ઉત્સુકતાથી ઇંતજાર છે. જો વરસાદનું વિઘ્ન ઓછું રહે તો સુપર 8માં કડક સ્પર્ધા અને પોઈન્ટ ટેબલમાં મોટા ફેરફાર જોવા મળી શકે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

સુચિકા તારિયાલની સેમિફાઇનલમાં એવું શું થયું કે મેચ ડ્રો જાહેર થયા બાદ પણ તે ફાઇનલમાં ન પહોંચી?

ભારતીય મહિલા A ટીમે ઓસ્ટ્રેલિયા Aને 4 વિકેટે હરાવી ODI શ્રેણીમાં 1-0ની લીડ મેળવી. તેજલ હસબનીસે 81 અને અનુષ્કા શર્માએ 55 રન બનાવ્યા, જ્યારે બંને વચ્ચે 126 રનની ભાગીદારીએ ભારતની જીતનો પાયો નાખ્યો.

શ્રીલંકાને 3-0થી હરાવ્યા બાદ ઈંગ્લેન્ડે ભારતને પાછળ છોડી ICC T20I રેન્કિંગમાં નંબર-1 સ્થાન મેળવ્યું, બંને વચ્ચે માત્ર 0.04 પોઈન્ટનો તફાવત.