T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશી કેપ્ટનનો ખુલાસો
BCCI અને ICC સામેની જીદ બાંગ્લાદેશી ખેલાડીઓ માટે માનસિક તણાવનું કારણ બની, કેપ્ટન વ્યથિત

નજમુલ હુસૈન

નજમુલ હુસૈન
T20 વર્લ્ડ કપ 2026ના પ્રારંભને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) અને ખેલાડીઓ વચ્ચેનો આંતરિક વિખવાદ સપાટી પર આવ્યો છે. મુસ્તાફિઝુર રહેમાન અને સુરક્ષાના બહાના હેઠળ ભારતમાં રમવાનો ઇનકાર કરનાર બાંગ્લાદેશી બોર્ડને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ કડક ચેતવણી આપી છે. ICC એ સ્પષ્ટ કર્યું છે કે જો બાંગ્લાદેશ ભારતમાં રમવા તૈયાર નહીં થાય તો તેમણે પોઈન્ટ ગુમાવવા પડશે.
આ વૈશ્વિક દબાણ વચ્ચે બાંગ્લાદેશના ટેસ્ટ કેપ્ટન નજમુલ હુસૈને ટીમના ખેલાડીઓની વાસ્તવિક સ્થિતિ વિશે ચોંકાવનારી વાતો કહી છે. તેમના મતે બોર્ડ દ્વારા ઉભા કરવામાં આવતા બિનજરૂરી વિવાદોની સીધી નકારાત્મક અસર ખેલાડીઓની માનસિકતા પર પડી રહી છે. કેપ્ટને સ્વીકાર્યું છે કે સતત બદલાતી પરિસ્થિતિઓ અને વિવાદો વચ્ચે પ્રોફેશનલ દેખાવાનો પ્રયાસ કરવો એ માત્ર એક દેખાડો બની રહ્યો છે, જ્યારે અંદરખાને ખેલાડીઓ તણાવમાં છે.
નજમુલ હુસૈનના જણાવ્યા અનુસાર, દર વખતે મોટા ટુર્નામેન્ટ પહેલા ઉભા થતા આવા અવરોધો ટીમના પ્રદર્શનને બગાડે છે. ખેલાડીઓ મેદાન પર ધ્યાન આપવાને બદલે બોર્ડના નિર્ણયોને કારણે મૂંઝવણમાં રહે છે. હવે જોવાનું એ રહેશે કે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ પોતાની જીદ છોડીને ખેલાડીઓના હિતમાં નિર્ણય લે છે કે નહીં, કારણ કે ICC ના કડક વલણ બાદ બાંગ્લાદેશ પાસે હવે કોઈ વિકલ્પ બચ્યો નથી.

કોલંબો ટેસ્ટમાં યશસ્વી જયસ્વાલ-અસિતા ફર્નાન્ડો વિવાદ બાદ હર્ષા ભોગલેને જયસ્વાલનો જવાબ, હવે ICC કાર્યવાહી પર નજર.

કોલંબો ટેસ્ટમાં ભારત 1-0ની લીડ સાથે શ્રીલંકા સામે 2-0થી ક્લીન સ્વીપના ઈરાદે ઉતરશે. શુભમન ગિલના 3,000 ટેસ્ટ રન અને પ્લેઇંગ-11 પર નજર રહેશે.

કોચે આપ્યો મોટો સંકેત