સૂર્યાનો વર્લ્ડ રેકોર્ડ, ભારતની ભવ્ય જીત
ટીમ ઈન્ડિયાએ સતત ચોથી જીત સાથે સુપર-8માં એન્ટ્રી કરી

સૂર્યકુમાર યાદવ

સૂર્યકુમાર યાદવ
ટી20 વર્લ્ડ કપ 2026માં ભારતીય ટીમનો વિજય રથ અવિરત આગળ વધી રહ્યો છે. ટૂર્નામેન્ટની 36મી મેચમાં નેધરલેન્ડ્સ સામે 17 રને વિજય મેળવીને ભારતે શાનદાર પ્રદર્શન કર્યું છે. આ જીત સાથે ભારતે ગ્રુપ સ્ટેજમાં સતત ચોથી જીત મેળવી સુપર-8માં પોતાનું સ્થાન પાકું કરી લીધું છે. આ મેચ માત્ર ટીમની જીત માટે જ નહીં, પણ કેપ્ટન સૂર્યકુમાર યાદવ માટે પણ ઐતિહાસિક સાબિત થઈ છે.
રોહિત શર્માને પછાડી સૂર્યા બન્યો નંબર-1
નેધરલેન્ડ્સ સામેની જીત બાદ સૂર્યકુમાર યાદવ T20I ક્રિકેટના ઇતિહાસમાં સૌથી વધુ જીતની ટકાવારી ધરાવતો કેપ્ટન બની ગયો છે. તેણે પૂર્વ કેપ્ટન રોહિત શર્માના રેકોર્ડને પાછળ છોડી દીધો છે.
કેપ્ટન તરીકે શ્રેષ્ઠ વિનિંગ પર્સન્ટેજ :
કેપ્ટનનું નામ જીતની ટકાવારી
સૂર્યકુમાર યાદવ 80.85%
રોહિત શર્મા 80.65%
અસગર અફઘાન 80.39%
મેચનો અહેવાલ: શિવમ દુબેનું ઓલરાઉન્ડ પ્રદર્શન
ભારતે પ્રથમ બેટિંગ કરતા નેધરલેન્ડ્સ સામે 194 રનનો પડકારજનક લક્ષ્યાંક રાખ્યો હતો. જવાબમાં નેધરલેન્ડ્સની ટીમ નિર્ધારિત ઓવરોમાં 176 રન જ બનાવી શકી હતી. આ મેચમાં શિવમ દુબે ખરા અર્થમાં હીરો સાબિત થયો હતો. તેણે આક્રમક અડધી સદી ફટકારવાની સાથે બોલિંગમાં પણ કમાલ કરતા 2 મહત્વની વિકેટ ઝડપી હતી.
ટીમ ઇન્ડિયાનો અજેય વર્લ્ડ રેકોર્ડ :
ભારતે આ જીત સાથે ટી20 વર્લ્ડ કપમાં સતત 12 મેચ જીતવાનો અનોખો વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કર્યો છે. છેલ્લે 2022ના વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડ સામે હાર્યા બાદ ભારત હજુ સુધી આ ટૂર્નામેન્ટમાં અજેય રહ્યું છે. ડિફેન્ડિંગ ચેમ્પિયન તરીકે ભારત જે રીતે રમી રહ્યું છે તે જોતા ચાહકોને ફરી એકવાર ટાઇટલ જીતવાની પ્રબળ આશા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

સુચિકા તારિયાલની સેમિફાઇનલમાં એવું શું થયું કે મેચ ડ્રો જાહેર થયા બાદ પણ તે ફાઇનલમાં ન પહોંચી?

ભારતીય મહિલા A ટીમે ઓસ્ટ્રેલિયા Aને 4 વિકેટે હરાવી ODI શ્રેણીમાં 1-0ની લીડ મેળવી. તેજલ હસબનીસે 81 અને અનુષ્કા શર્માએ 55 રન બનાવ્યા, જ્યારે બંને વચ્ચે 126 રનની ભાગીદારીએ ભારતની જીતનો પાયો નાખ્યો.

શ્રીલંકાને 3-0થી હરાવ્યા બાદ ઈંગ્લેન્ડે ભારતને પાછળ છોડી ICC T20I રેન્કિંગમાં નંબર-1 સ્થાન મેળવ્યું, બંને વચ્ચે માત્ર 0.04 પોઈન્ટનો તફાવત.