સૂર્યાની નિવૃત્તિ પર પૂર્ણવિરામ,લક્ષ્ય ઓલિમ્પિક
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ સૂર્યકુમાર યાદવે નિવૃત્તિની અટકળો ફગાવી, 2028 ઓલિમ્પિક પર નજર

સૂર્યકુમાર યાદવ

સૂર્યકુમાર યાદવ
ભારતીય ક્રિકેટ ટીમે ટી20 વર્લ્ડ કપની ટ્રોફી જીતીને ઈતિહાસ રચ્યો છે, ત્યારે ટીમની સાથે સાથે કેપ્ટન સૂર્યકુમાર યાદવ પણ સતત ચર્ચામાં રહ્યા છે. ખાસ કરીને સોશિયલ મીડિયા પર સૂર્યાની નિવૃત્તિને લઈને ચાલી રહેલી વિવિધ અટકળો પર હવે ખુદ ખેલાડીએ જ મૌન તોડ્યું છે. સૂર્યકુમારે સ્પષ્ટ કર્યું છે કે હાલ તે નિવૃત્તિ લેવાના મૂડમાં નથી અને તેના ભવિષ્યના પ્લાન કંઈક અલગ જ છે.
નિવૃત્તિની ચર્ચાઓ અને સૂર્યાની ફિટનેસ :
સૂર્યકુમાર યાદવ અત્યારે 35 વર્ષના છે, પરંતુ તેમની ફિટનેસ આજે પણ યુવા ખેલાડીઓને ટક્કર આપે તેવી છે. મેદાન પર તેમની ચપળતા અને બોડી લેંગ્વેજ તેમને અન્ય ખેલાડીઓથી અલગ પાડે છે. ક્રિકેટ જગતમાં જ્યારે પણ કોઈ સફળ કેપ્ટનની વાત નીકળશે ત્યારે સૂર્યાનું નામ હવે એમએસ ધોની, રોહિત શર્મા અને કપિલ દેવ જેવા દિગ્ગજોની યાદીમાં ગૌરવ સાથે લેવામાં આવશે. સૂર્યાએ જણાવ્યું છે કે જ્યાં સુધી તેની ફિટનેસ સાથ આપશે ત્યાં સુધી તે દેશ માટે રમવાનું ચાલુ રાખશે.
ટીકાકારોને મેદાન પર જ આપ્યો જવાબ :
વર્લ્ડ કપની શરૂઆત પહેલા સૂર્યકુમાર યાદવ ફોર્મને લઈને ભારે દબાણમાં હતા. ટુર્નામેન્ટ દરમિયાન પણ કેટલીક મેચોમાં તેમનું બેટ શાંત રહ્યું હતું, જેના કારણે ચાહકોમાં રોષ જોવા મળ્યો હતો. જોકે, એક કેપ્ટન તરીકે સૂર્યાએ પોતાની લાગણીઓ પર અદભૂત નિયંત્રણ રાખ્યું હતું. ભલે વ્યક્તિગત રીતે રન ઓછા બન્યા હોય, પરંતુ તેમની કેપ્ટનશીપ હેઠળ ભારતે ટાઈટલ જીત્યું છે. જીત બાદ સૂર્યાના ચહેરા પરનું સ્મિત એ તમામ ટીકાકારો માટે એક શાંત પણ મજબૂત જવાબ સમાન હતું.
આગામી મિશન: લોસ એન્જલસ 2028 ઓલિમ્પિક
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન સૂર્યકુમારે સૌથી મોટી જાહેરાત કરતા જણાવ્યું કે ભારતીય ટીમનું હવે પછીનું મુખ્ય લક્ષ્ય લોસ એન્જલસમાં યોજાનારા 2028 ઓલિમ્પિકમાં ક્રિકેટમાં ગોલ્ડ મેડલ જીતવાનું છે. સૂર્યકુમાર અને કોચ ગૌતમ ગંભીરની જોડી અત્યારથી જ આ દિશામાં કામ કરી રહી હોય તેવું જણાય છે. આ નિવેદન સાથે જ સ્પષ્ટ થઈ ગયું છે કે સૂર્યા હજુ ઓછામાં ઓછા બે-ત્રણ વર્ષ સુધી મેદાન પર પોતાનો જાદુ વિખેરતા જોવા મળશે.
કેપ્ટનશીપની અનોખી શૈલી: 'સૂર્યા દાદા'નો મંત્ર
સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપની ખાસિયત એ છે કે તેઓ ટીમમાં કોઈ મોટા ભાઈ કે પિતા જેવી કડક ભૂમિકા ભજવવાને બદલે દરેક ખેલાડીને પોતાની રીતે રમવાની સ્વતંત્રતા આપે છે. તેઓ માને છે કે યુવા ખેલાડીઓને દબાણ વગર રમવા દેવાથી જ શ્રેષ્ઠ પરિણામ મળી શકે છે. ધોનીના ખાસ ક્લબમાં સ્થાન મેળવનાર સૂર્યા હવે ભારતીય ક્રિકેટના નવા અધ્યાયની શરૂઆત કરી રહ્યા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ન્યૂઝીલેન્ડ સામેની ODI શ્રેણી પહેલાં ટીમ ઈન્ડિયાની પસંદગીને લઈને BCCIની ચિંતા વધી છે. પ્રસિદ્ધ કૃષ્ણા, હર્ષિત રાણા અને રિષભ પંતની ફિટનેસ પર નજર રાખવામાં આવી રહી છે. જાણો ભારતની વન-ડે ટીમની જાહેરાત, ખેલાડીઓની ઈજા અને ન્યૂઝીલેન્ડ પ્રવાસ અંગેનું મહત્ત્વનું અપડેટ.

ICC Awardsમાં ભારતનો ડબલ ધમાકો! શુભમન ગિલે 223 રનની ઐતિહાસિક ઇનિંગ્સ રમી, તો શેફાલી વર્માએ 49 બોલમાં સદી ફટકારી!

માયા રાજેશ્વરન રેવતીએ માત્ર 17 વર્ષની ઉંમરે ઇતિહાસ રચ્યો! સિંગલ્સમાં ઐતિહાસિક જીત સાથે ડબલ્સનો ખિતાબ પણ જીત્યો.