શ્રેયસ ઐયર ICUમાં, મેચ દરમિયાન પાંસળીમાં ગંભીર ઇજા
ODI મેચમાં ફિલ્ડિંગ દરમિયાન ઇજાગ્રસ્ત શ્રેયસને આંતરિક રક્તસ્ત્રાવ થતાં ICUમાં દાખલ કરાયો

પાંસળીમાં ઈજાના કારણે ICU માં શ્રેયસ

પાંસળીમાં ઈજાના કારણે ICU માં શ્રેયસ
ઓસ્ટ્રેલિયા સામેની વન-ડે ઇન્ટરનેશનલ (ODI) શ્રેણી દરમિયાન ભારતીય ટીમના ઉપ-કેપ્ટન શ્રેયસ ઐયર સિડની ODI માં ઇજાગ્રસ્ત થયા બાદ તેમની સ્થિતિ ગંભીર જણાતાં તેમને સિડનીની હોસ્પિટલમાં ICU માં દાખલ કરવામાં આવ્યા છે.
31 વર્ષીય શ્રેયસ ઐયરને ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી અને અંતિમ ODI દરમિયાન પાંસળીમાં ઈજા થઈ હતી. પરીક્ષણોમાં આંતરિક રક્તસ્ત્રાવ હોવાનું બહાર આવતાં તેમને તાત્કાલિક ICU માં ખસેડવામાં આવ્યા હતા. હાલમાં તેમની સ્થિતિ સ્થિર છે, પરંતુ ડૉક્ટરો દ્વારા કોઈ જોખમ લેવામાં આવી રહ્યું નથી.
કેચ પકડતી વખતે બની ઘટનાઇજાગ્રસ્ત થવાની આ ઘટના સિડની ODI દરમિયાન બની હતી. શ્રેયસ ઐયરે ઓસ્ટ્રેલિયન વિકેટકીપર એલેક્સ કેરીનો શાનદાર કેચ પકડ્યો હતો. બેકવર્ડ પોઈન્ટ પર દોડતી વખતે કેચ પકડતી વખતે તે પોતાનું સંતુલન ગુમાવી બેઠા અને નીચે પડી ગયા, જેના કારણે તેમની ડાબી પાંસળીમાં ઈજા થઈ.
Shreyas SUPERMAN Iyer! 💪
— Star Sports (@StarSportsIndia) October 25, 2025
Puts his body on the line for #TeamIndia and gets the much needed wicket. 🙌💙#AUSvIND 👉 3rd ODI | LIVE NOW 👉 https://t.co/0evPIuAfKW pic.twitter.com/LCXriNqYFy
ફિલ્ડિંગ પછી જ્યારે તે ડ્રેસિંગ રૂમમાં પરત ફર્યા, ત્યારે તેમનો દુખાવો અને શ્વાસ લેવામાં તકલીફ વધી ગઈ. આથી, ટીમના ડોક્ટરો અને ફિઝિયોએ તાત્કાલિક તેમને હોસ્પિટલમાં ખસેડ્યા, જ્યાં રિપોર્ટમાં આંતરિક રક્તસ્ત્રાવ (Internal Bleeding) જણાયો, જેના પગલે તેમને તાત્કાલિક ICU માં દાખલ કરવા પડ્યા.
રિકવરીનો સમયગાળો લંબાશેઆ ઘટનાક્રમથી વાકેફ એક સૂત્રએ જણાવ્યું હતું કે, "રક્તસ્ત્રાવને કારણે ચેપ ફેલાતો અટકાવવા માટે તેમને તેમની રિકવરીના આધારે બે થી સાત દિવસ સુધી નિરીક્ષણ હેઠળ રાખવામાં આવશે."
શ્રેયસ ઐયર ઓછામાં ઓછા એક અઠવાડિયા સુધી સિડની હોસ્પિટલમાં રહેશે. શરૂઆતમાં તેમને ત્રણ અઠવાડિયા સુધી ક્રિકેટથી દૂર રહેવાની અપેક્ષા હતી, પરંતુ આંતરિક રક્તસ્ત્રાવના કારણે તેમનો રિકવરી સમયગાળો હવે થોડો લાંબો થઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે, શ્રેયસ 29 ઓક્ટોબરથી ઓસ્ટ્રેલિયા સામે શરૂ થનારી પાંચ મેચની T20 શ્રેણીનો ભાગ નથી, તેથી ફિટ જાહેર થયા બાદ તે ઘરે પરત ફરશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

શ્રીલંકાને 3-0થી હરાવ્યા બાદ ઈંગ્લેન્ડે ભારતને પાછળ છોડી ICC T20I રેન્કિંગમાં નંબર-1 સ્થાન મેળવ્યું, બંને વચ્ચે માત્ર 0.04 પોઈન્ટનો તફાવત.

કેટલાક ખેલાડીઓની કિટ હજુ બાકી હતી અને નાગોયામાં રહેવાની વ્યવસ્થાને લઈને પણ સવાલો ઊભા થયા

Asian Games 2026માં ભારતીય ટેકબોલ ખેલાડી ક્વિન્સી ડિસોઝાએ મહિલા સિંગલ્સની સેમિફાઇનલ સુધી પહોંચીને ઇતિહાસ રચ્યો. 7 વખતની નેશનલ ચેમ્પિયન ક્વિન્સીની 5 મોટી સિદ્ધિઓ, વર્લ્ડ રેન્કિંગ અને બ્રોન્ઝ મેડલની લડત વિશે જાણો.