રોહિત શર્મા ICC ODI રેન્કિંગમાં બીજા સ્થાને સરક્યો
ડેરીલ મિચેલ બન્યો વિશ્વનો નવો નંબર-1 બેટર; ટોપ-5માં ભારતના 3 ખેલાડી, રોહીત શર્મા નંબર 2 પર

રોહિત શર્માએ પહેલુ સ્થાન ગુમાવ્યું

રોહિત શર્માએ પહેલુ સ્થાન ગુમાવ્યું
ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ની તાજેતરની વનડે બેટિંગ રેન્કિંગ્સમાં મોટો ઉલટફેર જોવા મળ્યો છે. ટીમ ઈન્ડિયાનો કેપ્ટન રોહિત શર્મા ટોચના સ્થાન પરથી ખસીને બીજા ક્રમે આવી ગયો છે, જ્યારે ન્યૂઝીલેન્ડનો ધમાકેદાર બેટર ડેરીલ મિચેલએ પહેલીવાર વિશ્વના નંબર-1 બેટરનું સ્થાન હાંસલ કર્યું છે. રસપ્રદ વાત એ છે કે બંને ખેલાડીઓ વચ્ચે માત્ર એક પોઈન્ટનો મામૂલી તફાવત છે.
મિચેલે ઈતિહાસ રચ્યોન્યૂઝીલેન્ડના સ્ટાર બેટર ડેરીલ મિચેલે ICC વનડે રેન્કિંગ્સમાં બે સ્થાનનો મોટો ફાયદો મેળવીને કારકિર્દીની સર્વોચ્ચ સિદ્ધિ મેળવી છે. મિચેલને આ સફળતા વેસ્ટ ઈન્ડિઝ સામેની તાજેતરની વનડે મેચમાં ફટકારેલા 119 રનની શાનદાર ઇનિંગ્સના પરિણામે મળી છે.
મિચેલની રેટિંગ હવે 782 પોઈન્ટ્સ પર પહોંચી છે. તાજેતરના સમયમાં ન્યૂઝીલેન્ડના ઓછા બેટર્સ ટોચ પર પહોંચ્યા હોવાથી, મિચેલની આ સિદ્ધિ ન્યૂઝીલેન્ડ ક્રિકેટ માટે ગૌરવની વાત છે.
રોહિત શર્મા માત્ર 1 પોઇન્ટ દૂરટીમ ઈન્ડિયાનો સ્ટાર બેટર રોહિત શર્મા આ વખતે એક સ્થાન નીચે સરકીને બીજા નંબર પર આવ્યો છે. તેની રેટિંગ 781 પોઈન્ટ છે, જે મિચેલ કરતાં માત્ર 1 પોઈન્ટ ઓછી છે. આ નજીવો તફાવત દર્શાવે છે કે રોહિત ટૂંક સમયમાં જ ફરીથી ટોચનું સ્થાન હાંસલ કરી શકે છે, જો તે આગામી મેચોમાં સારું પ્રદર્શન જાળવી રાખે. રોહિત લાંબા સમય પછી તાજેતરમાં જ નંબર 1 બન્યો હતો.
ભારતના 3 ખેલાડીઓ ટોપ-5માં યથાવત્નવી રેન્કિંગ્સમાં ભારતનું પ્રભુત્વ યથાવત્ રહ્યું છે. ટોપ-5માં ભારતના ત્રણ ખેલાડીઓ સ્થિર છે:
અફઘાનિસ્તાનનો યુવા બેટર ઇબ્રાહિમ ઝાદરાન એક સ્થાનના નુકસાન સાથે 764 પોઈન્ટ સાથે ત્રીજા નંબર પર પહોંચી ગયો છે.
ભારતના સ્ટાર બેટર્સ શુભમન ગિલ અને વિરાટ કોહલી અનુક્રમે ચોથી અને પાંચમી રેન્ક પર જળવાઈ રહ્યા છે.
પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન અને સ્ટાર બેટર બાબર આઝમને આ વખતે એક સ્થાનનો નજીવો ફાયદો થયો છે. તે 622 પોઈન્ટ સાથે હવે છઠ્ઠા સ્થાને પહોંચી ગયો છે.
વળી, ટીમ ઈન્ડિયાના મિડલ ઓર્ડરના પ્લેયર શ્રેયસ ઐયરએ એક સ્થાનની પ્રગતિ સાથે 700 રેટિંગ પોઈન્ટ્સ સાથે નંબર 8 પર પોતાની રેન્કિંગ સુધારી છે. તેનાથી વિપરીત, શ્રીલંકાના ચરીથ અસલંકાને ત્રણ સ્થાનનું મોટું નુકસાન થયું છે અને તે નંબર 9 પર પહોંચી ગયો છે, જ્યારે વેસ્ટ ઈન્ડિઝનો શે હોપ નંબર 10ની સ્થિતિ જાળવી રાખી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ન્યૂઝીલેન્ડ સામેની ODI શ્રેણી પહેલાં ટીમ ઈન્ડિયાની પસંદગીને લઈને BCCIની ચિંતા વધી છે. પ્રસિદ્ધ કૃષ્ણા, હર્ષિત રાણા અને રિષભ પંતની ફિટનેસ પર નજર રાખવામાં આવી રહી છે. જાણો ભારતની વન-ડે ટીમની જાહેરાત, ખેલાડીઓની ઈજા અને ન્યૂઝીલેન્ડ પ્રવાસ અંગેનું મહત્ત્વનું અપડેટ.

ICC Awardsમાં ભારતનો ડબલ ધમાકો! શુભમન ગિલે 223 રનની ઐતિહાસિક ઇનિંગ્સ રમી, તો શેફાલી વર્માએ 49 બોલમાં સદી ફટકારી!

માયા રાજેશ્વરન રેવતીએ માત્ર 17 વર્ષની ઉંમરે ઇતિહાસ રચ્યો! સિંગલ્સમાં ઐતિહાસિક જીત સાથે ડબલ્સનો ખિતાબ પણ જીત્યો.