રોહિતની સદી, વિરાટનો કીર્તિમાન; 9 વિકેટે મેળવી જીત
કોહલી વન-ડેમાં સંગાકારાને પછાડી સેકન્ડ હાઇએસ્ટ રન સ્કોરર બન્યો

રો-કોની જોડીએ ભારતને અપાવી જીત

રો-કોની જોડીએ ભારતને અપાવી જીત
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ (SCG) ખાતે રમાયેલી ત્રીજી અને અંતિમ વન-ડે મેચમાં ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કર્યું હતું. રોહિત શર્માની ધમાકેદાર સદી અને વિરાટ કોહલીની રેકોર્ડતોડ ઇનિંગ્સના જોરે ભારતે ઓસ્ટ્રેલિયાને ૯ વિકેટથી હરાવી દીધું હતું. જોકે, આ જીત છતાં ઓસ્ટ્રેલિયાએ વન-ડે સિરીઝ ૨-૧થી પોતાના નામે કરી છે.
હર્ષિત રાણાનો પંજો અને ઓસ્ટ્રેલિયા ઓલઆઉટ:
ઓસ્ટ્રેલિયન કેપ્ટન મિચેલ માર્શે સતત ત્રીજી વાર ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. શરૂઆતમાં મિચેલ માર્શ (૪૧) અને ટ્રેવિસ હેડ (૨૯)ની ૬૭ રનની ભાગીદારી જોવા મળી હતી, પરંતુ તે પછી ભારતીય બોલરોએ મેચ પર પકડ બનાવી લીધી હતી. ભારત તરફથી યુવા ફાસ્ટ બોલર હર્ષિત રાણા સૌથી સફળ બોલર રહ્યો, જેણે ૪ ઓસ્ટ્રેલિયન બેટર્સને પેવેલિયન ભેગા કર્યા હતા. તેણે એલેક્સ કેરી, મિચેલ ઓવેન, કૂપર કૉનોલી અને જોશ હેઝલવૂડની વિકેટ ઝડપી હતી. આ ઉપરાંત અક્ષર પટેલ, મોહમ્મદ સિરાજ, વોશિંગ્ટન સુંદર અને પ્રસિદ્ધ કૃષ્ણાએ પણ યોગદાન આપ્યું હતું. મેટ રેનશોના ૫૬ રન અને મેથ્યુ શોર્ટના ૩૦ રનના યોગદાન છતાં ઓસ્ટ્રેલિયન ટીમ ૪૬.૪ ઓવરમાં ૨૩૬ રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી.
રોહિત-વિરાટની તોફાની ભાગીદારી:
જવાબમાં ભારતે માત્ર એક જ વિકેટ ગુમાવીને ૩૮.૩ ઓવરમાં લક્ષ્ય ચેઝ કરી લીધો હતો. રોહિત શર્મા અને શુભમન ગિલની ઓપનિંગ જોડીએ ૬૨ બોલમાં ૬૯ રનની ભાગીદારી કરીને મજબૂત પાયો નાખ્યો હતો. ગિલ (૨૪)ના આઉટ થયા પછી, રોહિત શર્મા અને વિરાટ કોહલીની જોડીએ ધમાકેદાર ઇનિંગ્સ રમી હતી.
પૂર્વ કેપ્ટન રોહિત શર્માએ પોતાની વન-ડે કારકિર્દીની ૩૩મી સદી ફટકારી હતી અને ૧૨૧ રન બનાવીને અણનમ રહ્યો હતો. વિરાટ કોહલી પણ ૭૪ રન બનાવીને અણનમ રહ્યો હતો. આ બન્ને દિગ્ગજોએ ૧૭૦ બોલમાં ૧૬૮ રનની અતૂટ ભાગીદારી કરીને ભારતને ભવ્ય જીત અપાવી હતી.
કોહલીએ સંગાકારાનો રેકોર્ડ તોડ્યો:
આ ઇનિંગ્સ દરમિયાન વિરાટ કોહલીએ એક મોટો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. ૫૪મો રન બનાવતાંની સાથે જ તે વન-ડે ક્રિકેટના ઇતિહાસમાં સેકન્ડ હાઇએસ્ટ રન સ્કોરર બની ગયો છે. તેણે શ્રીલંકાના દિગ્ગજ ખેલાડી કુમાર સંગાકારા (૧૪,૨૩૪ રન)નો રેકોર્ડ તોડ્યો છે. હવે કોહલીથી આગળ માત્ર ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંડુલકર (૧૮,૪૨૬ રન) જ છે.
આ મેચમાં વિરાટ કોહલીએ વોશિંગ્ટન સુંદરના બોલ પર મેથ્યુ શોર્ટનો શાનદાર કેચ પણ પકડ્યો હતો, જેની ખૂબ પ્રશંસા થઈ હતી. જોકે, ફિલ્ડિંગ દરમિયાન શ્રેયસ અય્યરને ઈજા થતાં તેને મેદાનમાંથી બહાર જવું પડ્યું હતું, જે ટીમ માટે ચિંતાનો વિષય છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

શ્રીલંકાને 3-0થી હરાવ્યા બાદ ઈંગ્લેન્ડે ભારતને પાછળ છોડી ICC T20I રેન્કિંગમાં નંબર-1 સ્થાન મેળવ્યું, બંને વચ્ચે માત્ર 0.04 પોઈન્ટનો તફાવત.

કેટલાક ખેલાડીઓની કિટ હજુ બાકી હતી અને નાગોયામાં રહેવાની વ્યવસ્થાને લઈને પણ સવાલો ઊભા થયા

Asian Games 2026માં ભારતીય ટેકબોલ ખેલાડી ક્વિન્સી ડિસોઝાએ મહિલા સિંગલ્સની સેમિફાઇનલ સુધી પહોંચીને ઇતિહાસ રચ્યો. 7 વખતની નેશનલ ચેમ્પિયન ક્વિન્સીની 5 મોટી સિદ્ધિઓ, વર્લ્ડ રેન્કિંગ અને બ્રોન્ઝ મેડલની લડત વિશે જાણો.