BCCI ના સંયુક્ત સચિવ પદ માટે રોહન જેટલીનું નામ સૌથી આગળ
દિલ્હી અને જિલ્લા ક્રિકેટ એસોસિએશન (DDCA) ના પ્રમુખ રોહન જેટલી ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ના આગામી સંયુક્ત સચિવ બનવાની દોડમાં સૌથી આગળ છે.

BCCI ના સંયુક્ત સચિવ પદ માટે રોહન જેટલી આગળ

BCCI ના સંયુક્ત સચિવ પદ માટે રોહન જેટલી આગળ
દિલ્હી અને જિલ્લા ક્રિકેટ એસોસિએશન (DDCA) ના પ્રમુખ રોહન જેટલી ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ના આગામી સંયુક્ત સચિવ બનવાની દોડમાં સૌથી આગળ છે.ડિસેમ્બર 2024 માં જય શાહ ICC ના ચેરમેન તરીકે ચૂંટાયા પછી દેવજીત સૈકિયાને સેક્રેટરી પદ પર બઢતી આપવામાં આવી ત્યારથી આ પદ ખાલી છે. સીસીઆઈએ 1 માર્ચે મુંબઈ સ્થિત તેના મુખ્યાલયમાં એક ખાસ સામાન્ય સભા (SGM)નું આયોજન કર્યું છે, જ્યાં સંયુક્ત સચિવ પદ માટે ચૂંટણી યોજાશે.
અહેવાલો અનુસાર, ચૂંટણી મેદાનમાં રહેલા અન્ય ઉમેદવારોમાં બંગાળ ક્રિકેટ એસોસિએશન (CAB) ના ભૂતપૂર્વ પ્રમુખ અભિષેક દાલમિયા અને મુંબઈ ક્રિકેટ એસોસિએશન (MCA) ના અધિકારી સંજય નાઈકનો સમાવેશ થાય છે. જોકે, હાલમાં જેટલી આ પદ માટે સૌથી મજબૂત દાવેદાર છે.
સાકિયા અગાઉ સંયુક્ત સચિવનું પદ સંભાળી રહ્યા હતા. ગયા મહિને શાહના રાજીનામા બાદ તેમણે સચિવનો કાર્યભાર સંભાળ્યો. બીસીસીઆઈએ આગામી ચૂંટણીઓ અંગે તમામ રાજ્ય સંગઠનોને ઔપચારિક રીતે જાણ કરી દીધી છે. નવા સંયુક્ત સચિવની નિમણૂક બેઠકનો એકમાત્ર એજન્ડા રહેશે તે વાત પર ભાર મૂકવામાં આવ્યો છે.
જેટલીની સંભવિત નિમણૂક ભારતીય ક્રિકેટ વહીવટમાં તેમનો વધતો પ્રભાવ મજબૂત કરશે. જો તેમની પસંદગી થાય, તો તેઓ બોર્ડના મુખ્ય નિર્ણયોમાં મુખ્ય ભૂમિકા ભજવશે તેવી અપેક્ષા રાખવામાં આવશે. તેમણે મોટી આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટ અને સ્થાનિક ક્રિકેટ સુધારાઓનું પણ નેતૃત્વ કર્યું છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ન્યૂઝીલેન્ડ સામેની ODI શ્રેણી પહેલાં ટીમ ઈન્ડિયાની પસંદગીને લઈને BCCIની ચિંતા વધી છે. પ્રસિદ્ધ કૃષ્ણા, હર્ષિત રાણા અને રિષભ પંતની ફિટનેસ પર નજર રાખવામાં આવી રહી છે. જાણો ભારતની વન-ડે ટીમની જાહેરાત, ખેલાડીઓની ઈજા અને ન્યૂઝીલેન્ડ પ્રવાસ અંગેનું મહત્ત્વનું અપડેટ.

ICC Awardsમાં ભારતનો ડબલ ધમાકો! શુભમન ગિલે 223 રનની ઐતિહાસિક ઇનિંગ્સ રમી, તો શેફાલી વર્માએ 49 બોલમાં સદી ફટકારી!

માયા રાજેશ્વરન રેવતીએ માત્ર 17 વર્ષની ઉંમરે ઇતિહાસ રચ્યો! સિંગલ્સમાં ઐતિહાસિક જીત સાથે ડબલ્સનો ખિતાબ પણ જીત્યો.