IPL 2025 : "6, 6, 6, 6, 6, 6... KKR સામે રિયાન પરાગનો કહેર, 6 બોલમાં ફટકાર્યા 6 છગ્ગા"
KKR સામેની મેચમાં રાજસ્થાનના બેટ્સમેન રિયાન પરાગે તોફાની બેટિંગ કરી હતી અને એક ઓવરમાં 5 છગ્ગા ફટકાર્યા હતા..

KKR સામે રિયાનનો છગ્ગાનો છક્કો!

KKR સામે રિયાનનો છગ્ગાનો છક્કો!
IPL 2025 ની એક રોમાંચક મેચમાં કોલકાતા નાઇટ રાઇડર્સ અને રાજસ્થાન રોયલ્સ ટકરાયા હતા. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતાં KKR એ 206 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો. લક્ષ્યનો પીછો કરતી રાજસ્થાનની ટીમે શરૂઆતમાં જ પોતાની 5 વિકેટ ગુમાવી દીધી હતી અને માત્ર 71 રન બનાવ્યા હતા. પરંતુ ત્યારબાદ રાજસ્થાનના સ્ટાર બેટ્સમેન રિયાન પરાગે કોલકાતાના બોલરો પર આક્રમણ શરૂ કરી દીધું હતું. પરાગે મોઇન અલીની એક જ ઓવરમાં ઉપરાઉપરી 5 છગ્ગા ફટકારીને મેચનું મોમેન્ટમ બદલી નાખ્યું હતું.
મોઇનની ઓવરમાં 5 સિક્સરનો વરસાદ...
રિયાન પરાગે પોતાની ઇનિંગ્સમાં એક જ બોલર સામે સતત 6 છગ્ગા નથી માર્યા. તેણે પહેલાં મોઇન અલીની એક ઓવરમાં સળંગ 5 છગ્ગા ફટકાર્યા હતા. રાજસ્થાનની ઇનિંગ્સની 13 મી ઓવર લઈને આવેલા મોઇન અલીના પ્રથમ બોલ પર શિમરોન હેટમાયરે એક રન લીધો હતો. ત્યારબાદ રિયાને આગામી 5 બોલને સીધા સ્ટેડિયમની બહાર મોકલી દીધા હતા. આ ઓવરમાં એક વાઇડ બોલ પણ હતો, જેના કારણે ઓવરમાં કુલ 32 રન આવ્યા હતા.
આગલી ઓવરમાં વધુ એક છગ્ગો...
મોઇન અલીની ઓવરમાં 5 છગ્ગા માર્યા બાદ રિયાન પરાગે આગલો છગ્ગો વરુણ ચક્રવર્તીને ફટકાર્યો હતો. વરુણ ચક્રવર્તી ઇનિંગ્સની 14 મી ઓવર લઈને આવ્યો હતો. આ ઓવરના પહેલા બોલ પર હેટમાયરે એક રન લીધો હતો, ત્યારબાદના જ બોલ પર રિવર્સ સ્વીપ કરીને પરાગે પોતાનો છઠ્ઠો સતત છગ્ગો ફટકાર્યો હતો. IPL ના ઇતિહાસમાં આવું પહેલીવાર બન્યું છે જ્યારે કોઈ બેટ્સમેને સતત 6 છગ્ગા માર્યા હોય.
સદીથી ચૂકી ગયેલો રિયાન પરાગ...
આ મેચમાં રિયાન પરાગ પોતાની સદી ચૂકી ગયો હતો. રિયાન આ મુકાબલામાં 45 બોલમાં 95 રન બનાવીને આઉટ થયો હતો. તેણે પોતાની ઇનિંગ્સમાં 6 ચોગ્ગા અને 8 લાંબા છગ્ગા ફટકાર્યા હતા. જો કે, આ શાનદાર ઇનિંગ્સ રમ્યા બાદ પણ તે હર્ષિત રાણાના બોલ પર કેચ આઉટ થયો અને પોતાની સદીથી માત્ર 5 રન દૂર રહી ગયો. તેમ છતાં, રિયાન પરાગની આ તોફાની બેટિંગે મેચને રોમાંચક બનાવી દીધી હતી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

એક મેચ, 3 મોટા રેકોર્ડ અને ઇતિહાસ રચવાની તક! વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન શાઈ હોપ શું ભારત સામે નિર્ણાયક T20માં કમાલ કરી શકશે?

રોહિત શર્મા અને વિરાટ કોહલીના આંતરરાષ્ટ્રીય છગ્ગાના રેકોર્ડની સરખામણીમાં કેટલો તફાવત છે? જાણો હિટમેનના રેકોર્ડ, વનડેમાં છગ્ગાના આંકડા અને શું વિરાટ કોહલી આ રેકોર્ડ તોડી શકશે.

વેસ્ટ ઈન્ડિઝ સામે ટીમ ઈન્ડિયાની સતત બે હાર! 2028 T20 વર્લ્ડ કપ પહેલાં ખુલ્લી પડી 4 મોટી નબળાઈઓ… શું ભારતીય ટીમની બોલિંગ, બેટિંગ અને ટીમ કોમ્બિનેશનમાં છે મોટી ખામી?