રાજકોટ: ભારત-A અને દક્ષિણ આફ્રિકા-A વચ્ચે જંગ
હોટલ સયાજીમાં ખેલાડીઓ માટે રોયલ રજવાડી થીમ અને ગુજરાતી વાનગીઓની વિશેષ તૈયારી

રાજકોટમાં ક્રિકેટ રસિકો માટે ફ્રી એન્ટ્રી

રાજકોટમાં ક્રિકેટ રસિકો માટે ફ્રી એન્ટ્રી
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની રોમાંચક ટી-20 શ્રેણી પૂર્ણ થયા બાદ હવે રાજકોટમાં ફરી એકવાર ક્રિકેટનો ધમધમાટ શરૂ થવા જઈ રહ્યો છે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના મેદાન પર ઇન્ડિયા-A અને સાઉથ આફ્રિકા-A ટીમ વચ્ચે ત્રણ વનડે મેચની શ્રેણી 13 નવેમ્બર, 2025થી શરૂ થશે.
ટીમોનું આગમન અને રોકાણ
બંને ટીમના ખેલાડીઓનું આગમન આવતીકાલે, 10 નવેમ્બર 2025ના રોજ રાજકોટમાં થશે. તમામ ખેલાડીઓ અને સ્ટાફ આગામી 10 દિવસ સુધી કાલાવડ રોડ પર આવેલી હોટલ સયાજીમાં રોકાણ કરશે.
હોટલ સયાજી ખાતે મહેમાન ટીમોના સ્વાગત માટે રોયલ રજવાડી થીમ પર ખાસ સજાવટ કરવામાં આવી છે. કેપ્ટન અને કોચ માટે સ્પેશિયલ રૂમ ફાળવવામાં આવ્યા છે, જેની અંદર ગુજરાત અને ભારતના હેરિટેજ પેલેસની તસવીરો મુકવામાં આવી છે. ખેલાડીઓને આરામ અને પ્રેક્ટિસ માટે જીમ અને સ્વિમિંગ પૂલ જેવી આધુનિક સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવાઈ છે.
ગુજરાતી સ્વાદની મહેમાનગતિ
આ અગાઉ પણ કેટલાક ભારતીય ખેલાડીઓ આ હોટલમાં રોકાણ કરી ચૂક્યા હોવાથી, હોટેલ સ્ટાફ દ્વારા તેમની મનપસંદ વાનગીઓ પીરસવાની ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. ખેલાડીઓને ગાંઠિયા, જલેબી, થેપલા અને સયાજી સ્પેશિયલ ગુજરાતી થાળી જેવી પરંપરાગત ગુજરાતી વાનગીઓનો સ્વાદ માણવા મળશે.
ટીમ ઇન્ડિયા-A: યુવા પ્રતિભાઓથી ભરપૂર સ્ક્વોડ
તાજેતરમાં ઓસ્ટ્રેલિયા સામેની ટી-20 શ્રેણીમાં ભારતે 2-1થી વિજય મેળવ્યા બાદ હવે ભારતની યુવા પ્રતિભાઓ પોતાનું કૌશલ્ય બતાવવા તૈયાર છે. ટીમ ઇન્ડિયા-A તિલક વર્મા (કેપ્ટન) અને ઋતુરાજ ગાયકવાડ (વાઇસ કેપ્ટન)ની આગેવાનીમાં મેદાનમાં ઉતરશે.
સ્ક્વોડમાં તાજેતરમાં સારું પ્રદર્શન કરનાર અને 'મેન ઓફ ધ સિરીઝ'નો ખિતાબ જીતનાર અભિષેક શર્મા ઉપરાંત ઈશાન કિશન, અર્શદીપ સિંહ, પ્રસિધ્ધ કિષ્ના જેવા સ્ટાર ખેલાડીઓનો સમાવેશ થાય છે. બેટિંગ પીચ ગણાતી રાજકોટની પિચ પર આ ફૂલ ફોર્મમાં રહેલા ખેલાડીઓ દ્વારા તમામ ત્રણેય મેચ હાઈસ્કોરિંગ થવાની આશા સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના હોદ્દેદારોએ વ્યક્ત કરી છે.
અત્યાર સુધીમાં રાજકોટના ખંઢેરી સ્ટેડિયમમાં રમાયેલી આંતરરાષ્ટ્રીય મેચો:
કુલ 11 આંતરરાષ્ટ્રીય મેચ (3 ટેસ્ટ, 5 ટી-20, 3 વન-ડે).
જાન્યુઆરી 2025માં ભારતીય મહિલા ટીમે આયર્લેન્ડ સામે 3-0થી વન-ડે ઇન્ટરનેશનલ શ્રેણી જીતીને રેકોર્ડ સ્થાપિત કર્યો હતો.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ન્યૂઝીલેન્ડ સામેની ODI શ્રેણી પહેલાં ટીમ ઈન્ડિયાની પસંદગીને લઈને BCCIની ચિંતા વધી છે. પ્રસિદ્ધ કૃષ્ણા, હર્ષિત રાણા અને રિષભ પંતની ફિટનેસ પર નજર રાખવામાં આવી રહી છે. જાણો ભારતની વન-ડે ટીમની જાહેરાત, ખેલાડીઓની ઈજા અને ન્યૂઝીલેન્ડ પ્રવાસ અંગેનું મહત્ત્વનું અપડેટ.

ICC Awardsમાં ભારતનો ડબલ ધમાકો! શુભમન ગિલે 223 રનની ઐતિહાસિક ઇનિંગ્સ રમી, તો શેફાલી વર્માએ 49 બોલમાં સદી ફટકારી!

માયા રાજેશ્વરન રેવતીએ માત્ર 17 વર્ષની ઉંમરે ઇતિહાસ રચ્યો! સિંગલ્સમાં ઐતિહાસિક જીત સાથે ડબલ્સનો ખિતાબ પણ જીત્યો.