ભારતીય વનડે ટીમમાં કેપ્ટન બદલવાની તૈયારી!
શુભમન ગિલ પાસેથી છીનવાઈ શકે છે કેપ્ટનશીપ; શ્રેયસ અય્યરને નવો સુકાની બનાવવાની ચર્ચાઓ તેજ

શુભમન ગિલને લાગી શકે છે વધુ એક મોટો ઝટકો

શુભમન ગિલને લાગી શકે છે વધુ એક મોટો ઝટકો
શુભમન ગિલને આ વર્ષે જ મોટી જવાબદારી સોંપતા ટેસ્ટ અને વનડે ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. જોકે, કેપ્ટન તરીકે તેનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે. તેની આગેવાનીમાં ભારત ઓસ્ટ્રેલિયા સામેની વનડે સિરીઝ ૧-૨થી હારી ગયું હતું. આ સિવાય, તાજેતરમાં દક્ષિણ આફ્રિકા સામેની T20 સિરીઝમાં પણ તેનું બેટ શાંત રહ્યું હતું, જ્યાં તેણે ત્રણ મેચમાં માત્ર ૩૨ રન બનાવ્યા હતા. ખરાબ ફોર્મને કારણે તેને આગામી T20 વર્લ્ડ કપની ટીમમાં પણ સ્થાન મળ્યું નથી.
શ્રેયસ અય્યર પ્રબળ દાવેદાર: અહેવાલો મુજબ, બીસીસીઆઈ (BCCI) હવે શ્રેયસ અય્યરને વનડે ટીમની કમાન સોંપવાનું વિચારી રહ્યું છે. અય્યર હાલ ટીમનો વાઈસ-કેપ્ટન છે અને તેની પાસે કેપ્ટનશીપનો બહોળો અનુભવ છે. આઈપીએલ (IPL) અને ડોમેસ્ટિક ક્રિકેટમાં તેણે પોતાની નેતૃત્વ ક્ષમતા સાબિત કરી છે. જો શ્રેયસની વરણી થશે, તો તે ભારતનો ૨૯મો વનડે કેપ્ટન બનશે.
નિષ્ફળ કેપ્ટનશીપના આંકડા: શુભમન ગિલની કેપ્ટનશીપ હેઠળ ભારતે રમેલી ત્રણ વનડેમાંથી માત્ર એક જ મેચમાં જીત મેળવી છે. ઓસ્ટ્રેલિયા સામેના પરાજય બાદ પસંદગીકારો ગિલના વિકલ્પ પર ગંભીરતાથી વિચાર કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર પણ ચાહકો શ્રેયસ અય્યરના સમર્થનમાં જોવા મળી રહ્યા છે.
હવે જોવાનું એ રહેશે કે શું ૨૦૨૬ના T20 વર્લ્ડ કપ પહેલા પસંદગીકારો વનડે ફોર્મેટમાં પણ કોઈ આકરો નિર્ણય લેશે કે શુભમન ગિલને પોતાની જાતને સાબિત કરવાની વધુ એક તક આપશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ન્યૂઝીલેન્ડ સામેની ODI શ્રેણી પહેલાં ટીમ ઈન્ડિયાની પસંદગીને લઈને BCCIની ચિંતા વધી છે. પ્રસિદ્ધ કૃષ્ણા, હર્ષિત રાણા અને રિષભ પંતની ફિટનેસ પર નજર રાખવામાં આવી રહી છે. જાણો ભારતની વન-ડે ટીમની જાહેરાત, ખેલાડીઓની ઈજા અને ન્યૂઝીલેન્ડ પ્રવાસ અંગેનું મહત્ત્વનું અપડેટ.

ICC Awardsમાં ભારતનો ડબલ ધમાકો! શુભમન ગિલે 223 રનની ઐતિહાસિક ઇનિંગ્સ રમી, તો શેફાલી વર્માએ 49 બોલમાં સદી ફટકારી!

માયા રાજેશ્વરન રેવતીએ માત્ર 17 વર્ષની ઉંમરે ઇતિહાસ રચ્યો! સિંગલ્સમાં ઐતિહાસિક જીત સાથે ડબલ્સનો ખિતાબ પણ જીત્યો.