પાકિસ્તાની હોકી ટીમ એશિયા કપ અને જૂનિયર હોકી વર્લ્ડ કપ રમવા ભારત આવશે!
ઓપરેશન સિંદૂર બાદ તણાવ વચ્ચે ભારત સરકારે મંજૂરી આપતાં એશિયા કપમાં ભાગ લઈ શકશે

એશિયા કપ હૉકી ટુર્નામેન્ટ 27 ઑગસ્ટથી 7 સપ્ટેમ્બર દરમિયાન બિહારના રાજગીરમાં યોજાશે

એશિયા કપ હૉકી ટુર્નામેન્ટ 27 ઑગસ્ટથી 7 સપ્ટેમ્બર દરમિયાન બિહારના રાજગીરમાં યોજાશે
પાકિસ્તાનની હૉકી ટીમ આગામી મહિને ભારતમાં યોજાનારા એશિયા કપમાં ભાગ લઈ શકશે. કેન્દ્ર સરકારના રમત ગમત, ગૃહ અને વિદેશ મંત્રાલયે મંજૂરી આપી છે. પાકિસ્તાનની હૉકી ટીમને એશિયા કપ અને જૂનિયર હૉકી વર્લ્ડ કપ રમવા ભારત આવવા મંજૂરી આપી છે.
રમત ગમત મંત્રાલયના અધિકારીએ જણાવ્યું કે, અમે કોઈ પણ આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં કોઈપણ ટીમને ભારતમાં રમતા અટકાવવા માગતા નથી. દ્વિપક્ષીય મુકાબલાનો મામલો અલગ છે. એશિયા કપ હૉકી ટુર્નામેન્ટ 27 ઑગસ્ટથી 7 સપ્ટેમ્બર દરમિયાન બિહારના રાજગીરમાં રમાશે.
પહલગામ આતંકી હુમલા બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે તંગદિલી સર્જાઈ હતી. જેના લીધે ભારતમાં યોજાનારા એશિયા કપ હૉકી ટુર્નામેન્ટમાં પાકિસ્તાન ભાગ લેશે કે કેમ તે મુદ્દે મૂંઝવણ હતી. કેન્દ્ર સરકાર તરફથી જાહેરાત બાદ મૂંઝવણ દૂર થઈ છે. એશિયા કપ ઉપરાંત નવેમ્બર-ડિસેમ્બર-2025માં રમાનારી જુનિયર વર્લ્ડ કપ ટુર્નામેન્ટમાં પાકિસ્તાનને ભાગ લેવા મંજૂરી આપી છે.
હોકી ઇન્ડિયાના સચિવ ભોલનાથસિંહે પાકિસ્તાન ટીમની ભારતમાં આવવા મુદ્દે જણાવ્યું હતું કે, અમે સરકારના નિર્દેશો અનુસાર કામ કરીશું. સરકાર જે નિર્ણય લેશે તેનુ પાલન કરીશું. હોકી ઇન્ડિયા કોઈપણ રાજકીય નિર્ણયોમાં દખલગીરી નહીં કરે.
ઉલ્લેખનીય છે કે, ગૃહ મંત્રાલય, વિદેશ મંત્રાલય અને રમતગમત મંત્રાલયે પાકિસ્તાની ટીમને ભારત આવવા મંજૂરી આપતાં પાકિસ્તાની ખેલાડીઓની વિઝા પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા અને ઓપરેશન સિંદૂર પછી, ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો ઘણા બગડ્યા હતા. ત્યારબાદ પાકિસ્તાન ટીમની ભાગીદારી પર શંકાઓ ઉભી થઈ હતી. પરંતુ ઓપરેશન સિંદૂર પછી, ભારત સરકારે ઉદારતા દાખવી છે. ભારતે પાકિસ્તાનની ટીમને હોકી સ્પર્ધાઓમાં ભાગ લેતા અટકાવી હોત તો તેને આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ તરફથી પ્રતિબંધનો સામનો કરવો પડત.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

શ્રીલંકાને 3-0થી હરાવ્યા બાદ ઈંગ્લેન્ડે ભારતને પાછળ છોડી ICC T20I રેન્કિંગમાં નંબર-1 સ્થાન મેળવ્યું, બંને વચ્ચે માત્ર 0.04 પોઈન્ટનો તફાવત.

કેટલાક ખેલાડીઓની કિટ હજુ બાકી હતી અને નાગોયામાં રહેવાની વ્યવસ્થાને લઈને પણ સવાલો ઊભા થયા

Asian Games 2026માં ભારતીય ટેકબોલ ખેલાડી ક્વિન્સી ડિસોઝાએ મહિલા સિંગલ્સની સેમિફાઇનલ સુધી પહોંચીને ઇતિહાસ રચ્યો. 7 વખતની નેશનલ ચેમ્પિયન ક્વિન્સીની 5 મોટી સિદ્ધિઓ, વર્લ્ડ રેન્કિંગ અને બ્રોન્ઝ મેડલની લડત વિશે જાણો.