ICCના નિર્ણયથી પાકિસ્તાન ભડક્યું, ભારત મેચ બૉયકોટ
ભારત આવવાની ના પાડતા બાંગ્લાદેશની ટી20 વર્લ્ડકપમાંથી હકાલપટ્ટી, પાકિસ્તાને બહિષ્કારની ધમકી

ICC T20 World Cup

ICC T20 World Cup
આઈસીસી (ICC) દ્વારા આગામી ટી20 વર્લ્ડકપ 2026 માંથી બાંગ્લાદેશને બાકાત કરી દેવામાં આવતા ક્રિકેટ જગતમાં ખળભળાટ મચી ગયો છે. ભારતમાં રમાનારા આ મહાકુંભમાં સુરક્ષાનું બહાનું કાઢીને બાંગ્લાદેશે રમવાનો ઈનકાર કર્યો હતો, જેના પરિણામે આઈસીસીએ કડક પગલાં ભરીને બાંગ્લાદેશની જગ્યાએ હવે સ્કોટલેન્ડને ટુર્નામેન્ટમાં સ્થાન આપ્યું છે.
પાકિસ્તાન દ્વારા ભારત સામેની મેચના બહિષ્કારની તૈયારી :
બાંગ્લાદેશ પર લેવાયેલા આ એક્શન બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) ભારે રોષમાં છે. પાકિસ્તાન સતત બાંગ્લાદેશના સમર્થનમાં નિવેદનો આપી રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, પાકિસ્તાન હવે ભારત સામેની હાઈ-વોલ્ટેજ મેચનો બહિષ્કાર કરવાની રણનીતિ ઘડી રહ્યું છે. પાકિસ્તાન સરકાર અને ક્રિકેટ બોર્ડ વચ્ચે એવી ચર્ચા ચાલી રહી છે કે તેઓ ટુર્નામેન્ટમાં ભાગ લેશે પરંતુ ભારત સાથે નહીં રમે. જો પાકિસ્તાન આવો નિર્ણય લે છે, તો તેમને બે પોઈન્ટ્સ ગુમાવવા પડી શકે છે અને આઈસીસી દ્વારા અન્ય શિસ્તભંગના પગલાં પણ લેવાઈ શકે છે.
કેમ શરૂ થયો બાંગ્લાદેશ અને ભારત વચ્ચે વિવાદ ?
આ સમગ્ર વિવાદના મૂળ આઈપીએલ (IPL) સાથે જોડાયેલા હોવાનું માનવામાં આવે છે. બાંગ્લાદેશી ખેલાડી મુસ્તફિઝુર રહેમાનને આઈપીએલમાંથી મુક્ત કરવામાં આવતા બાંગ્લાદેશી બોર્ડ નારાજ હતું. આ ઉપરાંત, બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ થયેલી હિંસાના વિરોધમાં ભારતમાં બાંગ્લાદેશી ખેલાડીઓનો ભારે વિરોધ થયો હતો. આથી બાંગ્લાદેશની વચગાળાની સરકારે જીદ પકડી હતી કે તેઓ ભારત નહીં આવે અને તેમની મેચો પાકિસ્તાનની જેમ જ શ્રીલંકામાં શિફ્ટ કરવામાં આવે.
સ્કોટલેન્ડની લોટરી લાગી :
આઈસીસી બોર્ડની બેઠકમાં 14-2 થી એવો નિર્ણય લેવાયો હતો કે તમામ મેચો ભારતમાં જ રમાશે. બાંગ્લાદેશ પોતાની સુરક્ષાની જીદ પર મક્કમ રહેતા આઈસીસીએ તેને ટૂર્નામેન્ટમાંથી બહાર કરી પત્ર મોકલી આપ્યો છે. હવે ગ્રુપ-સીમાં બાંગ્લાદેશના સ્થાને સ્કોટલેન્ડની એન્ટ્રી થઈ છે, જ્યાં તેનો સામનો ઈંગ્લેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ, નેપાળ અને ઈટાલી જેવી ટીમો સાથે થશે.

કોલંબો ટેસ્ટમાં યશસ્વી જયસ્વાલ-અસિતા ફર્નાન્ડો વિવાદ બાદ હર્ષા ભોગલેને જયસ્વાલનો જવાબ, હવે ICC કાર્યવાહી પર નજર.

કોલંબો ટેસ્ટમાં ભારત 1-0ની લીડ સાથે શ્રીલંકા સામે 2-0થી ક્લીન સ્વીપના ઈરાદે ઉતરશે. શુભમન ગિલના 3,000 ટેસ્ટ રન અને પ્લેઇંગ-11 પર નજર રહેશે.

કોચે આપ્યો મોટો સંકેત