બાંગ્લાદેશ ક્રિકેટમાં ભડકો: કોચનો સરકાર પર પ્રહાર
ભારત સામે રમવાનો ઈનકાર કરવાના નિર્ણયને કોચ સલાહુદ્દીને ખેલાડીઓના સપનાની હત્યા સમાન ગણાવ્યો

બાંગ્લાદેશ ક્રિકેટ

બાંગ્લાદેશ ક્રિકેટ
બાંગ્લાદેશ ક્રિકેટમાં હાલ ભારે અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો છે. આગામી ક્રિકેટ લીગ પહેલા મીડિયા સાથેની વાતચીતમાં જાણીતા કોચ મોહમ્મદ સલાહુદ્દીને સરકાર અને ક્રિકેટ બોર્ડ સામે પોતાનો ઉગ્ર રોષ ઠાલવ્યો છે. તેમણે ભારત સામે મેચ રમવાનો ઈનકાર કરવાના નિર્ણયને ખેલાડીઓની કારકિર્દી અને તેમના વર્ષો જૂના સપનાઓ પર કુઠારાઘાત સમાન ગણાવ્યો છે.
ખેલાડીઓની માનસિક સ્થિતિ કથળી :
કોચ સલાહુદ્દીને અત્યંત ગંભીર ખુલાસો કરતા જણાવ્યું કે રાજકીય કારણોસર લેવાયેલા આ નિર્ણયની ખેલાડીઓ પર ખૂબ જ નકારાત્મક અસર પડી છે. વર્લ્ડ કપ જેવા મોટા મંચ પર રમવાનું સપનું તૂટતા અનેક ખેલાડીઓ માનસિક રીતે ભાંગી પડ્યા છે. સલાહુદ્દીનના મતે, કેટલાક ખેલાડીઓ તો દિવસો સુધી આઘાતમાં રહ્યા હતા અને તેમને ફરીથી માનસિક રીતે તૈયાર કરી મેદાન પર લાવવા એ અત્યારે સૌથી મોટો પડકાર બની ગયો છે.
સરકાર અને સત્તાધીશો સામે આકરા પ્રહારો :
સલાહુદ્દીને આસિફ નઝરુલ જેવા ઉચ્ચ પદાધિકારીઓ પર નિશાન સાધતા તેમને અસત્ય બોલનારા ગણાવ્યા છે. તેમણે આરોપ લગાવ્યો કે પહેલા આને સરકારનો નિર્ણય ગણાવવામાં આવ્યો અને બાદમાં તેને બોર્ડ અને ખેલાડીઓનો સામૂહિક નિર્ણય કહીને વાત ફેરવી તોળવામાં આવી છે. ઢાકા યુનિવર્સિટી સાથે જોડાયેલી વ્યક્તિઓ દ્વારા લેવામાં આવેલા આવા 'યુ-ટર્ન' સામે તેમણે સખત વાંધો ઉઠાવ્યો છે.
IPL પર પ્રતિબંધ અને વિવાદનું મૂળ :
ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના ક્રિકેટ સંબંધો ત્યારે વધુ વણસ્યા જ્યારે બાંગ્લાદેશે સુરક્ષાના કારણો આપી ભારત સામે રમવાની ના પાડી. આના કારણે વર્લ્ડ કપમાં બાંગ્લાદેશના સ્થાને સ્કોટલેન્ડને પ્રવેશ મળ્યો હતો. વધુમાં, મુસ્તાફિઝુર રહેમાનને આઈપીએલ ટીમ દ્વારા રીલીઝ કરવામાં આવતા વિવાદે જોર પકડ્યું હતું. પરિણામે, બાંગ્લાદેશ સરકારે સુરક્ષાનું કારણ આપી ટીમ મોકલવાની મનાઈ કરી છે અને દેશમાં IPL ના પ્રસારણ તથા પ્રમોશન પર પણ અનિશ્ચિતકાળ માટે પ્રતિબંધ લાદી દીધો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

સુચિકા તારિયાલની સેમિફાઇનલમાં એવું શું થયું કે મેચ ડ્રો જાહેર થયા બાદ પણ તે ફાઇનલમાં ન પહોંચી?

ભારતીય મહિલા A ટીમે ઓસ્ટ્રેલિયા Aને 4 વિકેટે હરાવી ODI શ્રેણીમાં 1-0ની લીડ મેળવી. તેજલ હસબનીસે 81 અને અનુષ્કા શર્માએ 55 રન બનાવ્યા, જ્યારે બંને વચ્ચે 126 રનની ભાગીદારીએ ભારતની જીતનો પાયો નાખ્યો.

શ્રીલંકાને 3-0થી હરાવ્યા બાદ ઈંગ્લેન્ડે ભારતને પાછળ છોડી ICC T20I રેન્કિંગમાં નંબર-1 સ્થાન મેળવ્યું, બંને વચ્ચે માત્ર 0.04 પોઈન્ટનો તફાવત.