નરેન્દ્ર મોદી સ્ટેડિયમ:ફાઈનલ જોવા કયા રૂટ પર જવું?
ભારત-ન્યુઝીલેન્ડ મહાફાઈનલ: નરેન્દ્ર મોદી સ્ટેડિયમ આસપાસના રસ્તાઓ બંધ, જાણો વૈકલ્પિક રૂટ

નરેન્દ્ર મોદી સ્ટેડિયમ

નરેન્દ્ર મોદી સ્ટેડિયમ
અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ રવિવારે, 8 માર્ચ 2026ના રોજ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાનારી T20 વર્લ્ડ કપની ઐતિહાસિક મહાફાઈનલનું સાક્ષી બનવા જઈ રહ્યું છે. 1.30 લાખથી વધુ પ્રેક્ષકોની ક્ષમતા ધરાવતા આ વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમમાં અનેક મહાનુભાવો અને ક્રિકેટ પ્રેમીઓ ઉમટી પડવાના છે. આ ભીડને નિયંત્રિત કરવા અને સુરક્ષા જાળવવા માટે અમદાવાદ શહેર પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત અને ખાસ ટ્રાફિક પ્લાન જાહેર કરવામાં આવ્યો છે.
કયા માર્ગો પર રહેશે 'નો એન્ટ્રી'?
સ્ટેડિયમની આસપાસના વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડીને અમુક રસ્તાઓ વાહનો માટે સંપૂર્ણપણે બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.
બંધ રહેનારો મુખ્ય માર્ગ: જનપથ ટી-જંક્શનથી મોટેરા સ્ટેડિયમનો મુખ્ય દરવાજો થઈને કૃપા રેસિડન્સી અને ત્યાંથી મોટેરા ગામ સુધીનો રસ્તો વાહનો માટે બંધ રહેશે.
સમયગાળો: આ પ્રતિબંધ રવિવારે સવારે 10:00 વાગ્યાથી શરૂ થઈને મેચ પૂર્ણ થયા બાદ મોડી રાત્રે 02:00 વાગ્યા સુધી અમલમાં રહેશે.
વાહનચાલકો માટે વૈકલ્પિક રૂટની વ્યવસ્થા :
રસ્તાઓ બંધ હોવાને કારણે સામાન્ય જનતાને મુશ્કેલી ન પડે તે માટે તંત્રએ વૈકલ્પિક માર્ગો સૂચવ્યા છે:
પાવર હાઉસ તરફ જવા માટે: વાહનચાલકો તપોવન સર્કલ અથવા વિસત જંક્શનથી જનપથ થઈને પાવર હાઉસ તરફના માર્ગનો ઉપયોગ કરી શકશે.
એપોલો સર્કલ તરફ જવા માટે: પ્રબોધ રાવળ સર્કલથી કૃપા રેસિડન્સી થઈને ભાટ-કોટેશ્વર રોડ અથવા એપોલો સર્કલ તરફ જઈ શકાશે.
સુરક્ષા અને પાર્કિંગનું માળખું :
મેચની ગંભીરતા અને વીવીઆઈપી મહેમાનોની હાજરીને જોતા સુરક્ષા વ્યવસ્થાને અત્યંત સઘન બનાવવામાં આવી છે. 800થી વધુ ટ્રાફિક પોલીસ કર્મીઓ રસ્તા પર ખડેપગે રહીને ટ્રાફિકનું સંચાલન કરશે. આ ઉપરાંત, સ્ટેડિયમની આસપાસ 20થી વધુ નાના-મોટા પાર્કિંગ પ્લોટ્સની સુવિધા ઉભી કરવામાં આવી છે જેથી બહારથી આવતા પ્રેક્ષકોને વાહન પાર્ક કરવામાં સરળતા રહે.
ક્રાઉડ મેનેજમેન્ટ માટે પેરા મિલિટ્રી ફોર્સ અને સ્થાનિક પોલીસની ટુકડીઓ સ્ટેડિયમની અંદર અને બહાર તૈનાત કરવામાં આવી છે. મેટ્રો ટ્રેનની ફ્રીક્વન્સીમાં પણ વધારો કરવામાં આવ્યો છે જેથી વધુમાં વધુ લોકો જાહેર પરિવહનનો ઉપયોગ કરે
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ન્યૂઝીલેન્ડ સામેની ODI શ્રેણી પહેલાં ટીમ ઈન્ડિયાની પસંદગીને લઈને BCCIની ચિંતા વધી છે. પ્રસિદ્ધ કૃષ્ણા, હર્ષિત રાણા અને રિષભ પંતની ફિટનેસ પર નજર રાખવામાં આવી રહી છે. જાણો ભારતની વન-ડે ટીમની જાહેરાત, ખેલાડીઓની ઈજા અને ન્યૂઝીલેન્ડ પ્રવાસ અંગેનું મહત્ત્વનું અપડેટ.

ICC Awardsમાં ભારતનો ડબલ ધમાકો! શુભમન ગિલે 223 રનની ઐતિહાસિક ઇનિંગ્સ રમી, તો શેફાલી વર્માએ 49 બોલમાં સદી ફટકારી!

માયા રાજેશ્વરન રેવતીએ માત્ર 17 વર્ષની ઉંમરે ઇતિહાસ રચ્યો! સિંગલ્સમાં ઐતિહાસિક જીત સાથે ડબલ્સનો ખિતાબ પણ જીત્યો.