કોહલીનું મોટું પગલું: પોતાની તમામ મિલકત ભાઈને સોપી
કાયમી ધોરણે લંડન શિફ્ટ થવાના અહેવાલો વચ્ચે કોહલીએ વિકાસ કોહલીને જનરલ પાવર ઑફ એટર્ની આપી

કોહલી કાયમી લંડન શિફ્ટ થશે

કોહલી કાયમી લંડન શિફ્ટ થશે
ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીએ ગુરુગ્રામ સ્થિત પોતાની મિલકતો માટેની જનરલ પાવર ઑફ એટર્ની (GPA) તેના ભાઈ વિકાસ કોહલીને ટ્રાન્સફર કરી છે. મંગળવારે વિરાટે ગુરુગ્રામના વઝીરાબાદ તાલુકાની મુલાકાત લીધી હતી અને ઔપચારિક રીતે વિકાસના નામે આ GPA નોંધાવી હતી.
લંડનમાં તેના પરિવાર (પત્ની અનુષ્કા શર્મા, પુત્રી વામિકા અને પુત્ર અકય) સાથે વધુ સમય વિતાવવાના કારણે, વિરાટે તેની ભારતીય મિલકતોની કાનૂની અને વહીવટી જવાબદારીઓ ભાઈને સોંપવાનો નિર્ણય લીધો છે. વિકાસને હવે વિરાટની મિલકતો સંબંધિત તમામ કાનૂની અને વહીવટી બાબતોનું સંચાલન કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે.
ગુરુગ્રામની મિલકતોનું સંચાલન
વિરાટ કોહલી ગુરુગ્રામમાં DLF સિટી ફેઝ 1ના બ્લોક-Cમાં એક વૈભવી ઘર ધરાવે છે, જે તેણે 2021માં ખરીદ્યું હતું. આ ઉપરાંત તેની પાસે ગુરુગ્રામમાં એક ફ્લેટ પણ છે. વિરાટ મોટા ભાગનો સમય ઇંગ્લેન્ડમાં વિતાવશે, તેથી ભારતમાં તેની ગેરહાજરીમાં આ બંને મિલકતોનું સંચાલન હવે તેનો ભાઈ વિકાસ સંભાળશે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, વિરાટની માતા સરોજ કોહલી પણ હવે વિકાસ સાથે ગુરુગ્રામને બદલે ઇંગ્લેન્ડમાં સ્થાયી થશે.
ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે રવાના
રજિસ્ટ્રેશન પ્રક્રિયા પૂરી કર્યા પછી વિરાટ કોહલી સીધો દિલ્હી એરપોર્ટ ગયો, જ્યાંથી તે ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે રવાના થયો. મામલતદાર ઑફિસમાં લગભગ એક કલાક વિતાવ્યો હતો, તે દરમિયાન તેણે કર્મચારીઓ સાથે ફોટા પડાવ્યા અને તેમની વિનંતી પર ઓટોગ્રાફ પણ આપ્યા.
કોહલીની નેટવર્થ
વર્ષ 2025માં વિરાટ કોહલીની કુલ સંપત્તિ આશરે ₹1,050 કરોડ (આશરે $125 મિલિયન) હોવાનો અંદાજ છે. તેની આવકનો મુખ્ય સોર્સ ક્રિકેટ પગાર, IPL કરારો (RCB સાથે ₹15 કરોડ/સિઝન), બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ્સ (વાર્ષિક ₹80-100 કરોડ), અને તેના બિઝનેસ વેન્ચર્સ (Wrogn, Chisel Gyms, One8) છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

શ્રીલંકાને 3-0થી હરાવ્યા બાદ ઈંગ્લેન્ડે ભારતને પાછળ છોડી ICC T20I રેન્કિંગમાં નંબર-1 સ્થાન મેળવ્યું, બંને વચ્ચે માત્ર 0.04 પોઈન્ટનો તફાવત.

કેટલાક ખેલાડીઓની કિટ હજુ બાકી હતી અને નાગોયામાં રહેવાની વ્યવસ્થાને લઈને પણ સવાલો ઊભા થયા

Asian Games 2026માં ભારતીય ટેકબોલ ખેલાડી ક્વિન્સી ડિસોઝાએ મહિલા સિંગલ્સની સેમિફાઇનલ સુધી પહોંચીને ઇતિહાસ રચ્યો. 7 વખતની નેશનલ ચેમ્પિયન ક્વિન્સીની 5 મોટી સિદ્ધિઓ, વર્લ્ડ રેન્કિંગ અને બ્રોન્ઝ મેડલની લડત વિશે જાણો.