ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે આજે કાટાની ટક્કર
ભારત 2-1 થી શ્રેણીમાં આગળ છે. જો આજે ભારત જીતશે તો તે શ્રીણી પર પોતાનો હક્ક જમાવશે અને જો દક્ષિણ આફ્રિકા જીતશે તો શ્રેણી 2-2 થી સરભર થશે.

ભારત 2-1 થી શ્રેણીમાં આગળ

ભારત 2-1 થી શ્રેણીમાં આગળ
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે આજે એટલે કે શુક્રવારે જોહાનિસબર્ગના ધ વોન્ડરર્સ સ્ટેડિયમમાં રમાશે, આજે યોજાનારી ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની મેચ બંને દેશોના ખિલડીઓ માટે નિર્ણયક રહેશે. ભારત આત્યાર સુધીમાં 2 મેચ જીતી ચુંકી છે જ્યારે દક્ષિણ આફ્રિકા 1 મેચ જીતી ચુકી છે. ભારત આજની મેચ જીતીને શ્રેણી જીતવા માટે જયારે વિપક્ષી ટીમ શ્રેણીને સરભર કરવા માટેના વિચાર સાથે મેદાનમાં ઉતરશે.
ભારત તરફી જો વાત કરવામાં આવે તો ભારતના કપ્તાન સુર્યકુમાર યાદવ આ શ્રેણીમાં કોઈ ખાસ દેખાવ કરી શક્યા નથી, જ્યારે પહેલી મેચના હીરો ગણાતા સંજુ સેમસન હાલમાં જ રમાયેલી બે મેચમાં કોઈ ખાસ દેખાવ કરી રહ્યા નથી ત્યારે આજના મેચમાં સૌ કોઈની નજર તેમના પર જ રહેશે કે તે કેવા પ્રકારનું પ્રદર્શન કરે છે. તો બીજી તરફ ત્રીજી મેચના ભારત તરફી હીરો તીલક વર્મા જે 107 રન પર નોટ આઉટ પર રહ્યા હતા તેમના પર પણ રહેશે કે શું તે તેમનો ફોમ આજની મેચમાં જળવી શકશે કે કેમ તે પણ આજના મેચમાં જોવાનું રહ્યું. તો બીજી તરફ આપણા બોલરોની જો વાત કરવામાં આવે તો દરેક મેચના હીરો વરુન ચક્રવર્તી પર પણ રહેશે બીજી ટેસ્ટ મેચમાં તેણે પાંચ વીકેટ ઝડપીને ભારતને જીતને ખૂબ નજીક પહોચાડી હતી, પરંતું ભારત તે મેચ જીતી ચુકી ન હતી. તો બીજી તરફ ભારતે તેના ફિલ્ડીંગ એફર્ડ પર પણ ધ્યાન આપવાની વધારે જરુર છે. કારણે જો આગલી મેચની વાત કરવામાં આવે તો ભારત તરફી ખુબ જ નરમ ફીલ્ડીંગ લાઈન જોવા મળી હતી. જેના પર ભારતે ખુબજ કામ કરવાની જરુર છે.
જો વીરોધી ટીમની વાત કરવામાં આવેતો તે ટીમ પણ ભારત સામેની ટી-20 વર્લ્ડ કપની ફાઈનલ હાર્યા બાદ ખુબજ આક્રમક બની ચુકી છે, તે ટીમ પણ ભારત સાથે હારનો બદલો લેવા માટે તત્પર જોવા મળી રહી છે. દક્ષિણ આફ્રિકાના ખિલાડીઓનીજો વાત કરવામાં આવે તો કેપ્ટન એડમ મારક્રમ, રીઝા હેન્ડ્રીક, ડેવીડ મીલર, મારકો યાન્સન અને બોલર કેશવ મહારાજ, શિમલાને અને શિપામલા જેવા ધાતક ખિલાડીઓ છે જે ભારતના ખિલાડીઓને કાટાની ટક્કર આપી રહ્યા છે. ત્યારે આજની મેચમાં જોવાનું રહ્યું કે કોણ બાજી મારે છે ભારત મેચ જીતેને શ્રેણી પોતાને નામ કરે છે કે પછી દક્ષિણ આફ્રિકા મેચ જીતે ને શ્રણીને સરભર કરે છે,
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ન્યૂઝીલેન્ડ સામેની ODI શ્રેણી પહેલાં ટીમ ઈન્ડિયાની પસંદગીને લઈને BCCIની ચિંતા વધી છે. પ્રસિદ્ધ કૃષ્ણા, હર્ષિત રાણા અને રિષભ પંતની ફિટનેસ પર નજર રાખવામાં આવી રહી છે. જાણો ભારતની વન-ડે ટીમની જાહેરાત, ખેલાડીઓની ઈજા અને ન્યૂઝીલેન્ડ પ્રવાસ અંગેનું મહત્ત્વનું અપડેટ.

ICC Awardsમાં ભારતનો ડબલ ધમાકો! શુભમન ગિલે 223 રનની ઐતિહાસિક ઇનિંગ્સ રમી, તો શેફાલી વર્માએ 49 બોલમાં સદી ફટકારી!

માયા રાજેશ્વરન રેવતીએ માત્ર 17 વર્ષની ઉંમરે ઇતિહાસ રચ્યો! સિંગલ્સમાં ઐતિહાસિક જીત સાથે ડબલ્સનો ખિતાબ પણ જીત્યો.