ICC Awards : Jasprit Bumrah બન્યો ટેસ્ટનો 'King', ટેસ્ટ ક્રિકેટર ઓફ ધ યર બન્યો...
Jasprit Bumrah ઇંગ્લેન્ડના ઘાતક બોલરને પાછળી ICC મેન્સ ટેસ્ટ ક્રિકેટર ઓફ ધ યર બન્યો...

પીઠની ઈજાના કારણે Jasprit Bumrah લાંબા સમય બાદ Team India માં પરત ફર્યો હતો...

પીઠની ઈજાના કારણે Jasprit Bumrah લાંબા સમય બાદ Team India માં પરત ફર્યો હતો...
ટીમ ઈન્ડિયાનો સ્ટાર બોલર જસપ્રીત બુમરાહ માત્ર વિશ્વનો નંબર-1 ટેસ્ટ બોલર સાબિત થયો નથી પરંતુ હવે તે વર્ષ 2025 નો સર્વશ્રેષ્ઠ ટેસ્ટ ક્રિકેટર સાબિત થયો છે. ICC એ તેને ટેસ્ટ ક્રિકેટર ઓફ ધ યર એવોર્ડથી સન્માનિત કર્યા છે. આ સિદ્ધિ હાંસલ કરનાર બુમરાહ પ્રથમ ભારતીય ઝડપી બોલર છે. બુમરાહ આ ICC એવોર્ડ મેળવનાર ભારતનો છઠ્ઠો ખેલાડી છે. અગાઉ, અનુભવી આર અશ્વિન, વિરાટ કોહલી સહિત કેટલાક સ્ટાર ખેલાડીઓ આ યાદીમાં સામેલ હતા.
ઈજા બાદ શાનદાર પુનરાગમન...
પીઠની ઈજાના કારણે બુમરાહ લાંબા સમય બાદ ટીમ ઈન્ડિયામાં પરત ફર્યો છે. વર્ષ 2024 માં બુમરાહ ટેસ્ટમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર સાબિત થયો હતો. બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં તેના શાનદાર પ્રદર્શનને કારણે તેણે વર્ષના અંત સુધીમાં 71 વિકેટ પોતાના નામે કરી લીધી. બુમરાહ ઈંગ્લેન્ડના ગુસ એટકિન્સન સાથે સ્પર્ધા કરી રહ્યો હતો, જેણે વર્ષનો અંત 11 ટેસ્ટમાં 52 ના આંકડા સાથે કર્યો હતો. બુમરાહ ઉપરાંત ICC નોમિનેશન લિસ્ટમાં વધુ ત્રણ ખેલાડીઓ હતા. જેમાં ઈંગ્લેન્ડના સ્ટાર હેરી બ્રુક, જો રૂટ અને શ્રીલંકાના કામિન્દુ મેન્ડિસનું નામ હતું.
શાનદાર રહ્યા આંકડાઓ...
બુમરાહે ટેસ્ટમાં 357 ઓવર ફેંકી અને 2.96 ની શાનદાર એવરેજ જાળવી રાખી. આખા વર્ષ દરમિયાન તેની સરેરાશ 14.92 હતી અને તેણે માત્ર 30.1 ની સ્ટ્રાઈક રેટ સાથે 2024 પૂરું કર્યું. બુમરાહ એક કેલેન્ડર વર્ષમાં ટેસ્ટમાં 70+ વિકેટ લેનારો ભારતનો ચોથો બોલર હતો. આ પહેલા રવિચંદ્રન અશ્વિન, અનિલ કુંબલે અને કપિલ દેવે આ સિદ્ધિ મેળવી હતી.
આ ખેલાડીઓ ICC ટેસ્ટ ક્રિકેટર ઓફ ધ યર બન્યા છે...
1. રાહુલ દ્રવિડ
2. ગૌતમ ગંભીર
3. વીરેન્દ્ર સેહવાગ
4. આર અશ્વિન
5. વિરાટ કોહલી
6. જસપ્રિત બુમરાહ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ન્યૂઝીલેન્ડ સામેની ODI શ્રેણી પહેલાં ટીમ ઈન્ડિયાની પસંદગીને લઈને BCCIની ચિંતા વધી છે. પ્રસિદ્ધ કૃષ્ણા, હર્ષિત રાણા અને રિષભ પંતની ફિટનેસ પર નજર રાખવામાં આવી રહી છે. જાણો ભારતની વન-ડે ટીમની જાહેરાત, ખેલાડીઓની ઈજા અને ન્યૂઝીલેન્ડ પ્રવાસ અંગેનું મહત્ત્વનું અપડેટ.

ICC Awardsમાં ભારતનો ડબલ ધમાકો! શુભમન ગિલે 223 રનની ઐતિહાસિક ઇનિંગ્સ રમી, તો શેફાલી વર્માએ 49 બોલમાં સદી ફટકારી!

માયા રાજેશ્વરન રેવતીએ માત્ર 17 વર્ષની ઉંમરે ઇતિહાસ રચ્યો! સિંગલ્સમાં ઐતિહાસિક જીત સાથે ડબલ્સનો ખિતાબ પણ જીત્યો.