જયસ્વાલ કિસ્મત સામે હારી ગયો, પણ બનાવ્યો આ રેકોર્ડ
ઓપનર તરીકે 23 વર્ષ પહેલા સૌથી ઝડપી 7 સદી ફટકારવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો

યશસ્વીએ મેળવી અનોખી સિદ્ધી

યશસ્વીએ મેળવી અનોખી સિદ્ધી
દિલ્હીમાં રમાઈ રહેલી ટેસ્ટ મેચના બીજા દિવસે યુવા ભારતીય ઓપનર યશસ્વી જયસ્વાલના બેટમાંથી ભલે રનનો ધોધ વહ્યો હોય, પરંતુ તેની બેવડી સદી ફટકારવાની મહત્ત્વકાંક્ષા પર કિસ્મત અને કમ્યુનિકેશનના અભાવે પાણી ફેરવ્યું હતું. જયસ્વાલ 175 રનના વ્યક્તિગત સ્કોર પર રન આઉટ થયો. કેપ્ટન શુભમન ગિલ સાથે રન લેવામાં થયેલી ભૂલને કારણે તે પેવેલિયન ભેગો થયો, પરંતુ આ નિરાશા વચ્ચે પણ તેણે એક મોટો વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો છે.
રેકોર્ડબ્રેક પર્ફોમન્સ: સ્મિથનો રેકોર્ડ તોડ્યોયશસ્વી જયસ્વાલ ભલે બેવડી સદી ચૂક્યો હોય, પરંતુ 23 વર્ષની ઉંમર પહેલા ટેસ્ટ ક્રિકેટમાં ઓપનર તરીકે સૌથી ઝડપી 7 સદી ફટકારનાર બેટ્સમેન બનીને તેણે દક્ષિણ આફ્રિકાના દિગ્ગજ ખેલાડી ગ્રીમ સ્મિથનો રેકોર્ડ તોડ્યો છે.
યશસ્વી જયસ્વાલ: આ વિશેષ સિદ્ધિ માત્ર 48મી ઇનિંગ્સમાં હાંસલ કરી.
ગ્રીમ સ્મિથ: આ મુકામ સુધી પહોંચવા માટે તેમને 50 ઇનિંગ્સની જરૂર પડી હતી.
આ સિદ્ધિ ભારતીય ક્રિકેટમાં જયસ્વાલના આગમનની અસરકારકતા અને મહાન ઓપનર બનવાની તેની ક્ષમતાને દર્શાવે છે.
કમ્યુનિકેશનનો અભાવ: 175 રન પર ઇનિંગ્સનો અંતભારતની ઇનિંગ્સની 92મી ઓવરમાં આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની. બોલર સીલ્સે ઑફ-સ્ટમ્પની બહાર શોર્ટ ઓફ ફુલર ડિલિવરી ફેંકી, જેના પર જયસ્વાલે મિડ-ઑફ તરફ શોટ મારીને રન માટે દોટ મૂકી.
ભૂલ: નોન-સ્ટ્રાઇકર એન્ડ પર ઊભેલા કેપ્ટન શુભમન ગિલને રન લેવામાં રસ ન હતો અને તે પોતાની ક્રિઝમાંથી બહાર નીકળ્યો નહીં.
નિરાશા: જયસ્વાલ અડધી પિચ પર પહોંચી ગયો હતો, પરંતુ જ્યારે તેને સમજાયું કે ગિલ દોડ્યો નથી, ત્યારે તે પાછો ફર્યો, પણ સમયસર ક્રિઝમાં પહોંચી શક્યો નહીં અને રન આઉટ થયો.
આ ઘટના બાદ કેપ્ટન ગિલ ઘણો નિરાશ જોવા મળ્યો અને કમ્યુનિકેશનની ભૂલ માટે સંભવતઃ જયસ્વાલને સંકેત આપી રહ્યો હતો કે રન લેવાની જરૂર નહોતી. જયસ્વાલે 258 બોલમાં 22 ચોગ્ગાની મદદથી 175 રનની મહત્ત્વની ઇનિંગ્સ રમી. નોંધનીય છે કે જયસ્વાલની ટેસ્ટ કારકિર્દીમાં આ બીજો રનઆઉટ છે, જે ઓપનર તરીકેની તેની રનિંગની ભૂલો તરફ ઈશારો કરે છે. આ પહેલા 2024માં તે મેલબોર્ન ટેસ્ટમાં પણ રનઆઉટ થયો હતો.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

શ્રીલંકાને 3-0થી હરાવ્યા બાદ ઈંગ્લેન્ડે ભારતને પાછળ છોડી ICC T20I રેન્કિંગમાં નંબર-1 સ્થાન મેળવ્યું, બંને વચ્ચે માત્ર 0.04 પોઈન્ટનો તફાવત.

કેટલાક ખેલાડીઓની કિટ હજુ બાકી હતી અને નાગોયામાં રહેવાની વ્યવસ્થાને લઈને પણ સવાલો ઊભા થયા

Asian Games 2026માં ભારતીય ટેકબોલ ખેલાડી ક્વિન્સી ડિસોઝાએ મહિલા સિંગલ્સની સેમિફાઇનલ સુધી પહોંચીને ઇતિહાસ રચ્યો. 7 વખતની નેશનલ ચેમ્પિયન ક્વિન્સીની 5 મોટી સિદ્ધિઓ, વર્લ્ડ રેન્કિંગ અને બ્રોન્ઝ મેડલની લડત વિશે જાણો.