IPL ના ચાહકોને મોટો ઝટકો, હવે મેચ જોવા માટે ખર્ચવા પડશે આટલા રૂપિયા...
JioCinema અને Disney+ Hotstar સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ મર્જ કરવામાં આવ્યું...

IPL સીઝન 18 શરૂ થાય તે પહેલા ચાહકો નિરાશ...!

IPL સીઝન 18 શરૂ થાય તે પહેલા ચાહકો નિરાશ...!
IPL 2025 22 માર્ચથી શરૂ થવા જઈ રહી છે. સીઝન 18 શરૂ થાય તે પહેલા ચાહકોને હવે એક મોટો ઝટકો લાગ્યો છે. ક્રિકેટ ચાહકો હવે 29 રૂપિયામાં IPL 2025 ની મેચ જોઈ શકશે નહીં. ખરેખર, ગયા સીઝનમાં, ચાહકો JioCinema પર 29 રૂપિયાના સબ્સ્ક્રિપ્શન સાથે મેચ જોઈ શકતા હતા, પરંતુ હવે ચાહકોએ આ માટે વધુ પૈસા ચૂકવવા પડશે. JioCinema અને Hotstar ના મર્જર પછી ચાહકોને મોટો ઝટકો લાગ્યો છે. JioCinema અને Disney+ Hotstar સ્ટ્રીમિંગ પ્લેટફોર્મના મર્જર બાદ શુક્રવારે એક નવું સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ, JioHotstar લોન્ચ કરવામાં આવ્યું.
મેચ જોવા માટે તમારે રૂપિયા ખર્ચવા પડશે...
એક અહેવાલ મુજબ, ચાહકો સબ્સ્ક્રિપ્શન વિના IPL મેચની થોડી મિનિટો જ જોઈ શકશે. ફ્રી મિનિટ્સ ખતમ થઈ ગયા પછી, તેમને સબ્સ્ક્રિપ્શન પેજ પર લઈ જવામાં આવશે, જેમાં પ્લાન 149 રૂપિયાથી શરૂ થશે. 2023 થી પાંચ વર્ષ માટે IPL અધિકારો મેળવ્યા પછી JioCinema એ મફત IPL સ્ટ્રીમિંગની મંજૂરી આપી હતી, જો કે તે સમયે ફક્ત Jio વપરાશકર્તાઓ જ JioCinema પર મફતમાં મેચો જોઈ શકતા હતા. હવે, IPL 2025 થી, ચાહકોએ આખી મેચ જોવા માટે તેમની જરૂરિયાતોને આધારે સબ્સ્ક્રિપ્શન માટે ચૂકવણી કરવી પડશે.
JioHotstar સબ્સ્ક્રિપ્શન પ્લાન્સ...
JioHotstar પર ત્રણ સબ્સ્ક્રિપ્શન પ્લાન ઉપલબ્ધ છે. જે 149 રૂપિયાથી શરૂ થાય છે. આ સબ્સ્ક્રિપ્શન 3 મહિના સુધી ચાલશે. આ ઉપરાંત, બીજો સબ્સ્ક્રિપ્શન પ્લાન 299 રૂપિયાનો હશે. ત્રીજો સબ્સ્ક્રિપ્શન પ્લાન 499 રૂપિયાનો હશે. આ ઉપરાંત, 1 વર્ષની માન્યતા સાથેનું સબ્સ્ક્રિપ્શન પણ ઉપલબ્ધ છે, જે 499 રૂપિયાથી શરૂ થશે. જે ફક્ત મોબાઇલ ફોન પર જ કામ કરશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ન્યૂઝીલેન્ડ સામેની ODI શ્રેણી પહેલાં ટીમ ઈન્ડિયાની પસંદગીને લઈને BCCIની ચિંતા વધી છે. પ્રસિદ્ધ કૃષ્ણા, હર્ષિત રાણા અને રિષભ પંતની ફિટનેસ પર નજર રાખવામાં આવી રહી છે. જાણો ભારતની વન-ડે ટીમની જાહેરાત, ખેલાડીઓની ઈજા અને ન્યૂઝીલેન્ડ પ્રવાસ અંગેનું મહત્ત્વનું અપડેટ.

ICC Awardsમાં ભારતનો ડબલ ધમાકો! શુભમન ગિલે 223 રનની ઐતિહાસિક ઇનિંગ્સ રમી, તો શેફાલી વર્માએ 49 બોલમાં સદી ફટકારી!

માયા રાજેશ્વરન રેવતીએ માત્ર 17 વર્ષની ઉંમરે ઇતિહાસ રચ્યો! સિંગલ્સમાં ઐતિહાસિક જીત સાથે ડબલ્સનો ખિતાબ પણ જીત્યો.