IPL 2026: હરભજન સિંહ અને ફેન્સ વચ્ચે જંગ
કોમેન્ટ્રી મુદ્દે સોશિયલ મીડિયા પર ભડક્યા હરભજન સિંહ: યુઝર્સ સાથેની આકરી દલીલો વાયરલ

હરભજન સિંહ કોમેન્ટ્રી વિવાદ

હરભજન સિંહ કોમેન્ટ્રી વિવાદ
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની વર્તમાન સીઝન મેદાન પરની રમતની સાથે હવે મેદાનની બહારના વિવાદોને કારણે પણ ચર્ચામાં છે. પૂર્વ ભારતીય સ્પિનર હરભજન સિંહ અત્યારે પોતાની કોમેન્ટ્રી અને સોશિયલ મીડિયા પર યુઝર્સ સાથે થયેલી તીખી બોલાચાલીને કારણે વિવાદોના વમળમાં ફસાયા છે. 'X' (ટ્વિટર) પર શરૂ થયેલી આ શાબ્દિક લડાઈ હવે વ્યક્તિગત આક્ષેપો સુધી પહોંચી ગઈ છે.
વિવાદનું મુખ્ય કારણ : કોમેન્ટ્રીની ગુણવત્તા પર સવાલ
આ સમગ્ર વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચેની મેચ દરમિયાન એક ક્રિકેટ મીમ એકાઉન્ટ દ્વારા ભારતીય કોમેન્ટ્રેટર્સની ટીકા કરવામાં આવી. સોશિયલ મીડિયા યુઝરે હરભજન સિંહ, વીરેન્દ્ર સેહવાગ અને નવજોત સિંહ સિદ્ધુની કોમેન્ટ્રી શૈલી પર સવાલો ઉઠાવતા તેની સરખામણી વેસ્ટ ઇન્ડીઝના દિગ્ગજ કોમેન્ટ્રેટર ઇયાન બિશપ સાથે કરી હતી. યુઝરનો દાવો હતો કે હિન્દી કોમેન્ટ્રીમાં રમતનું ઊંડાણ અને ટેકનિકલ જ્ઞાન ઓછું જોવા મળે છે.
હરભજન સિંહનો આક્રમક પલટવાર :
પોતાની કોમેન્ટ્રીની ટીકા થતા હરભજન સિંહ શાંત રહી શક્યા નહીં. તેમણે આ ટીકાનો જવાબ આપતા અત્યંત આક્રમક ભાષાનો પ્રયોગ કર્યો હતો. હરભજન સિંહે વળતો પ્રહાર કરતા લખ્યું કે ચોક્કસ લોકોના ભસવાથી હાથીની ચાલમાં કોઈ ફેર પડતો નથી. આ ટિપ્પણી બાદ સોશિયલ મીડિયા પર યુઝર્સ અને ક્રિકેટર વચ્ચે જંગ ફાટી નીકળ્યો હતો.
ત્યારબાદ યુઝરે રવિચંદ્રન અશ્વિન સાથેની હરભજનની જૂની હરીફાઈનો ઉલ્લેખ કરીને તેમને વધુ ઉશ્કેર્યા હતા. યુઝરે એવો દાવો કર્યો કે હરભજનનું કરિયર ઈર્ષ્યાને કારણે નીચે ગયું અને હવે તેમની કોમેન્ટ્રીનું પણ એવું જ પતન થશે. આ વાતથી નારાજ થઈને હરભજન સિંહે યુઝરને હારેલો માણસ ગણાવી ત્યાંથી નીકળી જવા જેવી કડક ચેતવણી આપી હતી.
સેહવાગ અને આકાશ ચોપરા પણ નિશાના પર :
આ વિવાદ માત્ર હરભજન પૂરતો સીમિત રહ્યો ન હતો. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી એક પોસ્ટમાં હરભજન સિંહની સાથે વીરેન્દ્ર સેહવાગ અને આકાશ ચોપરાને પણ નિશાન બનાવવામાં આવ્યા હતા. આ ત્રણેય દિગ્ગજ ખેલાડીઓ માટે અપમાનજનક શબ્દોનો પ્રયોગ કરવામાં આવ્યો, જેના પર હરભજન સિંહે ફરી એકવાર ઉગ્ર પ્રતિક્રિયા આપી હતી. અગાઉ ટી-20 વિશ્વ કપ 2026 દરમિયાન પણ આકાશ ચોપરા આવી જ ટીકાઓનો શિકાર બન્યા હતા, જે હવે આ સીઝનમાં હરભજન સિંહના કિસ્સામાં વધુ વકરી છે.
સોશિયલ મીડિયા પર બે ફાંટા :
આ વિવાદને પગલે ક્રિકેટ પ્રેમીઓ પણ બે ભાગમાં વહેંચાઈ ગયા છે. કેટલાક લોકો હરભજન સિંહના પક્ષમાં છે અને માને છે કે ખેલાડીઓનું સન્માન જળવાવું જોઈએ, જ્યારે અન્ય લોકોનું માનવું છે કે કોમેન્ટ્રીમાં મનોરંજન કરતા રમતનું વિશ્લેષણ વધુ હોવું જોઈએ. હાલમાં આ વિવાદ શાંત થવાના બદલે સતત વધી રહ્યો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ન્યૂઝીલેન્ડ સામેની ODI શ્રેણી પહેલાં ટીમ ઈન્ડિયાની પસંદગીને લઈને BCCIની ચિંતા વધી છે. પ્રસિદ્ધ કૃષ્ણા, હર્ષિત રાણા અને રિષભ પંતની ફિટનેસ પર નજર રાખવામાં આવી રહી છે. જાણો ભારતની વન-ડે ટીમની જાહેરાત, ખેલાડીઓની ઈજા અને ન્યૂઝીલેન્ડ પ્રવાસ અંગેનું મહત્ત્વનું અપડેટ.

ICC Awardsમાં ભારતનો ડબલ ધમાકો! શુભમન ગિલે 223 રનની ઐતિહાસિક ઇનિંગ્સ રમી, તો શેફાલી વર્માએ 49 બોલમાં સદી ફટકારી!

માયા રાજેશ્વરન રેવતીએ માત્ર 17 વર્ષની ઉંમરે ઇતિહાસ રચ્યો! સિંગલ્સમાં ઐતિહાસિક જીત સાથે ડબલ્સનો ખિતાબ પણ જીત્યો.