IPL 2026: CSKની મુશ્કેલીમાં વધારો, શું ધોની બહાર?
સતત ૩ હાર બાદ પણ માહીની વાપસીમાં વિલંબ; પિંડલીની ઈજાને કારણે હજુ એક અઠવાડિયું રહેશે બાહર

ધોનીના ફેનને હજુ જોવી પડશે રાહ

ધોનીના ફેનને હજુ જોવી પડશે રાહ
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026ની શરૂઆત પાંચ વખતની ચેમ્પિયન ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) માટે દુઃસ્વપ્ન સમાન સાબિત થઈ રહી છે. એકતરફ ટીમ મેદાન પર જીત માટે વલખાં મારી રહી છે, તો બીજી તરફ ટીમના સૌથી મોટા આધારસ્તંભ એવા પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની ઈજાએ ફ્રેન્ચાઇઝી અને ચાહકોની ચિંતામાં મોટો વધારો કર્યો છે. પિંડલી (Calf)ની ઈજાના કારણે ધોની હજુ આગામી કેટલીક મેચો ગુમાવે તેવી શક્યતા છે.
ધોનીની ફિટનેસ પર મોટું અપડેટટૂર્નામેન્ટની શરૂઆત પહેલા જ સીએસકે દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું કે એમએસ ધોની રિહેબિલિટેશનમાંથી પસાર થઈ રહ્યો છે. આશા હતી કે તે પ્રથમ બે અઠવાડિયા બાદ ટીમમાં પરત ફરશે, પરંતુ તાજેતરના અહેવાલો મુજબ માહી હજુ પણ ૧૦૦% મેચ ફિટ નથી. ૪૪ વર્ષીય ધોની હાલમાં ચેન્નાઈમાં તેના નિવાસસ્થાને પરિવાર સાથે છે અને ટીમના ફિઝિયોની સતત દેખરેખ હેઠળ છે. જોકે તેણે નેટ્સમાં હળવી બેટિંગ પ્રેક્ટિસ શરૂ કરી છે, પરંતુ મેદાન પર દોડવા અને વિકેટકીપિંગ કરવા માટે હજુ તે તૈયાર જણાતો નથી.
આગામી કઈ મેચો ગુમાવી શકે છે માહી?ક્રિકબઝના રિપોર્ટ અનુસાર, ધોનીને સંપૂર્ણ રીતે રિકવર થવામાં હજુ ઓછામાં ઓછું એક અઠવાડિયું લાગી શકે છે. આનો અર્થ એ છે કે:
૧૧ એપ્રિલ: દિલ્હી કેપિટલ્સ સામેની હોમ મેચમાં ધોની રમવાની શક્યતા નહિવત્ છે.
૧૪ એપ્રિલ: કોલકાતા નાઈટ રાઈડર્સ સામેની હાઈ-વોલ્ટેજ મેચમાં પણ તેના રમવા પર સસ્પેન્સ યથાવત છે.
જો બધું બરાબર રહ્યું તો એપ્રિલના ત્રીજા સપ્તાહમાં ધોની મેદાનમાં પરત ફરી શકે છે, પરંતુ ત્યાં સુધીમાં સીએસકેની પ્લેઓફની સફર ઘણી કઠિન બની શકે છે.
CSKની નબળી શરૂઆત: ધોની વગર ટીમ લાચારધોનીની ગેરહાજરીમાં સીએસકેએ આ સિઝનમાં અત્યાર સુધી રમાયેલી ત્રણેય મેચો ગુમાવી છે. ટીમમાં અનુભવી ફિનિશર અને મેદાન પર માર્ગદર્શન આપનાર 'થલા'ની ખોટ સ્પષ્ટપણે વર્તાઈ રહી છે. સીએસકેના ઇતિહાસમાં આ બીજી સૌથી ખરાબ શરૂઆત છે. ટીમના બેટ્સમેનો રન બનાવવામાં નિષ્ફળ રહ્યા છે અને ડેથ ઓવરોમાં ધોની જેવી આક્રમક બેટિંગ કોઈ કરી શકતું નથી.
જોકે, ટીમ માટે એક સારા સમાચાર એ છે કે યુવા વિસ્ફોટક બેટ્સમેન ડેવાલ્ડ બ્રેવિસ તેની સાઇડ સ્ટ્રેન ઈજામાંથી ઝડપથી બહાર આવી રહ્યો છે. જો બ્રેવિસ આગામી મેચમાં પ્લેઈંગ ઈલેવનમાં જોડાય છે, તો ટીમના મધ્યમ ક્રમને થોડી મજબૂતી મળી શકે છે.
IPL ઇતિહાસનો સૌથી સફળ ખેલાડીએમએસ ધોની અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચેનો સંબંધ અતૂટ છે. વર્ષ ૨૦૧૬ અને ૨૦૧૭ (જ્યારે ટીમ પર પ્રતિબંધ હતો) સિવાય ધોની હંમેશા પીળી જર્સીમાં જ જોવા મળ્યો છે. અત્યાર સુધીમાં તેણે આઈપીએલમાં ૨૭૮ મેચોમાં ૩૯ થી વધુની સરેરાશથી ૫,૪૩૯ રન બનાવ્યા છે. તેની કેપ્ટન્સીમાં ટીમે ૫ વખત ખિતાબ જીત્યો છે.
હાલમાં લાખો ચાહકો સોશિયલ મીડિયા પર 'Get Well Soon Mahi' હેશટેગ સાથે પ્રાર્થના કરી રહ્યા છે. ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં જ્યારે પણ મેચ હોય છે, ત્યારે ચાહકો માત્ર ધોનીની એક ઝલક મેળવવા અને તેને મેદાન પર બેટિંગ કરતો જોવા માટે આતુર હોય છે. હવે જોવાનું એ રહેશે કે ધોની ક્યારે ફિટ થઈને ટીમની હારની શ્રેણીને અટકાવવા મેદાનમાં ઉતરે છે.

કોલંબો ટેસ્ટમાં યશસ્વી જયસ્વાલ-અસિતા ફર્નાન્ડો વિવાદ બાદ હર્ષા ભોગલેને જયસ્વાલનો જવાબ, હવે ICC કાર્યવાહી પર નજર.

કોલંબો ટેસ્ટમાં ભારત 1-0ની લીડ સાથે શ્રીલંકા સામે 2-0થી ક્લીન સ્વીપના ઈરાદે ઉતરશે. શુભમન ગિલના 3,000 ટેસ્ટ રન અને પ્લેઇંગ-11 પર નજર રહેશે.

કોચે આપ્યો મોટો સંકેત