IPL 2025 : LSG ના નવા કેપ્ટનની જાહેરાત, પૂરનની જગ્યાએ આ દિગ્ગજને કમાન મળી
IPL 2025 માં LSG ની મોટી જાહેરાત

Rishabh Pant ને બનાવ્યો LSG નો કેપ્ટન

Rishabh Pant ને બનાવ્યો LSG નો કેપ્ટન
IPL 2025 પહેલા બીજી ટીમે તેના કેપ્ટનની જાહેરાત કરી છે. ઋષભ પંત (Rishabh Pant)ને લખનૌ સુપર જાયન્ટ્સ (LSG)નો નવો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. LSG એ હરાજીમાં રિષભ પંતને 27 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. આ પહેલા ઋષભ પંત (Rishabh Pant) પણ દિલ્હીની કેપ્ટનશીપ સંભાળી ચૂક્યો છે. રિષભ પંત પહેલા કેએલ રાહુલ ટીમના કેપ્ટન હતા. તેણે ત્રણ સિઝન સુધી ટીમનું નેતૃત્વ કર્યું. આ દરમિયાન ટીમનું પ્રદર્શન સારુ રહ્યું હતું.
કૃણાલ પંડ્યા અને નિકોલસ પૂરન પણ રહી ચૂક્યા છે કેપ્ટન...
કેએલ રાહુલ સિવાય બે અન્ય ખેલાડીઓ પણ LSG ની કેપ્ટનશીપ કરી ચૂક્યા છે. આ યાદીમાં કૃણાલ પંડ્યા અને નિકોલસ પૂરનનું નામ છે. પંડ્યાએ 6 મેચમાં LSG ની કેપ્ટનશીપ કરી તેમાંથી ત્રણમાં જીત મેળવી છે અને બેમાં હારનો સામનો કરવો પડ્યો છે. નિકોલસ પૂરને એક મેચમાં કેપ્ટનશિપ કરી છે. તેણે આ મેચ જીતી લીધી હતી.
જાણો IPL માં રિષભ પંતનો રેકોર્ડ...
રિષભ પંતે 2016 માં IPL માં ડેબ્યૂ કર્યું હતું. તેણે IPL માં 111 મેચમાં 3,284 રન બનાવ્યા છે. તેણે IPL 2018 માં 684 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે મુંબઈ ઈન્ડિયન્સ સામે 128 રનની અણનમ ઈનિંગ રમી હતી. આ ઉપરાંત પંતે ત્રણ સિઝનમાં 400 થી વધુ રન બનાવ્યા છે.
સંજીવ ગોએન્કાએ પંતની પ્રશંસા કરી હતી...
LSG ના માલિક સંજીવ ગોએન્કાએ કહ્યું, “મને લાગે છે કે ઋષભ પંત (Rishabh Pant) IPL ના અત્યાર સુધીના સર્વશ્રેષ્ઠ કેપ્ટન તરીકે ઉભરી આવશે. 10-12 વર્ષમાં તમે એમએસ ધોની અને રોહિત શર્માની સાથે તેનું નામ પણ સાંભળશો.
IPL 2025 માં LSG ની સંપૂર્ણ ટીમ નીચે પ્રમાણે છે...
ઋષભ પંત (કેપ્ટન), નિકોલસ પૂરન, રવિ બિશ્નોઈ, મયંક યાદવ, મોહસિન ખાન, આયુષ બદોની, ડેવિડ મિલર, એડન માર્કરામ, મિશેલ માર્શ, અવેશ ખાન, અબ્દુલ સમદ, આર્યન જુયલ, આકાશ દીપ, શાહબાઝ અહેમદ, આકાશ સિંહ, શમર જોસેફ, પ્રિન્સ યાદવ , યુવરાજ ચૌધરી, રાજવર્ધન હંગેરકર , અર્શિન કુલકર્ણી , મેથ્યુ બ્રેટ્ઝકે , હિંમત સિંહ , એમ. સિદ્ધાર્થ, દિગ્વેશ સિંહ.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ન્યૂઝીલેન્ડ સામેની ODI શ્રેણી પહેલાં ટીમ ઈન્ડિયાની પસંદગીને લઈને BCCIની ચિંતા વધી છે. પ્રસિદ્ધ કૃષ્ણા, હર્ષિત રાણા અને રિષભ પંતની ફિટનેસ પર નજર રાખવામાં આવી રહી છે. જાણો ભારતની વન-ડે ટીમની જાહેરાત, ખેલાડીઓની ઈજા અને ન્યૂઝીલેન્ડ પ્રવાસ અંગેનું મહત્ત્વનું અપડેટ.

ICC Awardsમાં ભારતનો ડબલ ધમાકો! શુભમન ગિલે 223 રનની ઐતિહાસિક ઇનિંગ્સ રમી, તો શેફાલી વર્માએ 49 બોલમાં સદી ફટકારી!

માયા રાજેશ્વરન રેવતીએ માત્ર 17 વર્ષની ઉંમરે ઇતિહાસ રચ્યો! સિંગલ્સમાં ઐતિહાસિક જીત સાથે ડબલ્સનો ખિતાબ પણ જીત્યો.