ભારતીય મહિલા ક્રિકેટ ટીમે વેસ્ટ ઇન્ડિઝ સામે ઐતિહાસીક જીત મેળવી
સ્ટાર બેટ્સમેન સ્મૃતિ મંધાનાએ સતત પાંચમી અડધી સદી ફટકારી

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે વેસ્ટ ઇન્ડિઝ સામે ઐતિહાસીક જીત મેળવી

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે વેસ્ટ ઇન્ડિઝ સામે ઐતિહાસીક જીત મેળવી
ભારતીય મહિલા ક્રિકેટ ટીમે વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ મેચમાં શાનદાર જીત નોંધાવી છે. કેપ્ટન હરમનપ્રીતની આગેવાનીમાં ભારતીય ટીમે શાનદાર બેટિંગ કરી હતી. પ્રથમ બેટિંગ કરતા ભારતે 314 રન બનાવ્યા હતા જેના જવાબમાં વેસ્ટ ઈન્ડિઝ માત્ર 103 રનમાં સમેટાઈ ગઈ હતી. સ્ટાર બેટ્સમેન સ્મૃતિ મંધાનાએ સતત પાંચમી અડધી સદી ફટકારી હતી. તે તેની સદી ચૂકી ગઈ, પરંતુ તેના 91 રનની ઇનિંગને કારણે ભારતે 300 રનનો આંકડો પાર કર્યો. ભારત હવે ત્રણ મેચની શ્રેણીમાં 1-0થી આગળ છે.
ભારતે આ મેચમાં વેસ્ટ ઈન્ડિઝને 211 રનના વિશાળ અંતરથી હરાવ્યું છે. ODI મેચોમાં ભારતની આ બીજી સૌથી મોટી જીત છે. ભારતે આયર્લેન્ડ સામે આના કરતા મોટી જીત નોંધાવી હતી, જ્યારે તેણે મેચ 249 રને જીતી હતી. ભારતે પાકિસ્તાનને પણ 207 રનથી હરાવ્યું છે, જે તેની ત્રીજી સૌથી મોટી જીત છે.
આ મેચમાં સ્મૃતિ મંધાનાએ શાનદાર બેટિંગ કરી હતી. આ તેની સતત પાંચમી ઇનિંગ છે જેમાં તેણે 50થી વધુ રન બનાવ્યા છે. આ સાથે સ્મૃતિના નામે વધુ એક રેકોર્ડ નોંધાયો છે. તે આ વર્ષે સૌથી વધુ રન બનાવનાર મહિલા બેટ્સમેન બની ગઈ છે. મંધાનાએ 2024માં કુલ 1602 રન બનાવ્યા છે. તેની શાનદાર બેટિંગનો રેકોર્ડ એવો છે કે એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ રન બનાવનાર પાંચ બેટ્સમેનોની યાદીમાં ત્રણ સ્મૃતિના નામે છે.
વેસ્ટ ઈન્ડિઝ સામેની આ મેચમાં કેપ્ટન હરમનપ્રીતે હવામાં કૂદકો મારતા જબરદસ્ત કેચ લીધો હતો. કેરેબિયન ઈનિંગ્સની 11મી ઓવરમાં રેણુકા ઠાકુરના બીજા બોલ પર હરમનપ્રીતે એવો સુપરમેન કેચ લીધો કે જેણે પણ જોયું તે દંગ રહી ગયા. વેસ્ટ ઈન્ડિઝની આલિયા એલીન 13 રન બનાવીને રમી રહી હતી અને તેણે જોરદાર શોટ વડે કેપ્ટન કૌરના માથા પર મારવાની કોશિશ કરી, પરંતુ હરમનપ્રીતે શાનદાર કૂદકો મારીને બોલને પકડી લીધો.
વડોદરાના કોટંબી સ્ટેડિયમમાં રમાયેલી પ્રથમ મેચમાં કેરેબિયન ટીમે ટોસ જીતીને ભારતને પ્રથમ બેટિંગ કરવાની તક આપી હતી. પરંતુ વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન હેલી મેથ્યુસનો નિર્ણય મોંઘો સાબિત થયો અને ભારતીય બેટ્સમેનોએ શાનદાર બેટિંગ કરી. ઓપનર સ્મૃતિ મંધાના અને પ્રતિકા રાવલે પ્રથમ વિકેટ માટે 110 રનની સદીની ભાગીદારી કરીને ભારતને મજબૂત શરૂઆત અપાવી હતી. મંધાનાએ 91 રન અને પ્રતિકાએ 40 રન બનાવ્યા હતા. આ સિવાય હરલીન દેઓલ (44 રન), કેપ્ટન હરમનપ્રીત કૌર (34 રન) અને જેમિમાહ રોડ્રિગ્ઝ (31 રન)ની ઇનિંગની મદદથી ભારતે 50 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 314 રન બનાવ્યા હતા. વેસ્ટ ઈન્ડિઝ તરફથી જેડા જેમ્સે 5 વિકેટ ઝડપી હતી.
વેસ્ટ ઈન્ડિઝ 315 રનનો પીછો કરવા ઉતરી હતી પરંતુ તેની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. ઓપનર કિયાના જોસેફ પહેલા જ બોલ પર રનઆઉટ થઇ હતી. જ્યારે સુકાની હેલી મેથ્યુઝ પણ પ્રથમ ઓવરમાં એકપણ રન બનાવ્યા વિના આગળ વધી હતી. ભારતે માત્ર 3 રનમાં બે વિકેટ ખેરવીને મેચ પર પોતાની પકડ મજબૂત કરી લીધી હતી. કેરેબિયન બેટ્સમેનો ભારતીય બોલરોની કાતિલ બોલિંગ સામે સંપૂર્ણપણે શરણાગતિ પામેલા દેખાયા હતા. વેસ્ટ ઈન્ડિઝની અડધી ટીમ માત્ર 26 રનમાં આઉટ થઈ ગઈ હતી. વિકેટકીપર શામન કેમ્પબેલ (21 રન) અને બોલર એફી ફ્લેચર (24 રન)એ થોડો સંઘર્ષ કરીને શરમજનક હાર ટાળવાનો પ્રયાસ કર્યો પરંતુ અન્ય બેટ્સમેનોના સમર્થનના અભાવે વેસ્ટ ઈન્ડિઝ 26.2 ઓવરમાં 103 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. ભારત તરફથી પ્લેયર ઓફ ધ મેચ રેણુકા ઠાકુરે 5 વિકેટ લીધી હતી. આ સિવાય પ્રિયા મિશ્રાએ 2 અને દીપ્તિ શર્મા અને તિતાસ સાધુએ 1-1 વિકેટ લીધી હતી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ન્યૂઝીલેન્ડ સામેની ODI શ્રેણી પહેલાં ટીમ ઈન્ડિયાની પસંદગીને લઈને BCCIની ચિંતા વધી છે. પ્રસિદ્ધ કૃષ્ણા, હર્ષિત રાણા અને રિષભ પંતની ફિટનેસ પર નજર રાખવામાં આવી રહી છે. જાણો ભારતની વન-ડે ટીમની જાહેરાત, ખેલાડીઓની ઈજા અને ન્યૂઝીલેન્ડ પ્રવાસ અંગેનું મહત્ત્વનું અપડેટ.

ICC Awardsમાં ભારતનો ડબલ ધમાકો! શુભમન ગિલે 223 રનની ઐતિહાસિક ઇનિંગ્સ રમી, તો શેફાલી વર્માએ 49 બોલમાં સદી ફટકારી!

માયા રાજેશ્વરન રેવતીએ માત્ર 17 વર્ષની ઉંમરે ઇતિહાસ રચ્યો! સિંગલ્સમાં ઐતિહાસિક જીત સાથે ડબલ્સનો ખિતાબ પણ જીત્યો.