ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં પાકિસ્તાનનું ભોપાળુ, સ્ટેડિયમમાં રહેલા ચાહકો સ્તબ્ધ
લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે મેચમાં બની ઘટના

લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે મેચમાં બની ઘટના

લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે મેચમાં બની ઘટના
ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માં પણ બ્લોકબસ્ટર મેચોની શ્રેણી ચાલુ છે. આજે શનિવારે (22 ફેબ્રુઆરી) ના રોજ લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે મેચ રમાઈ છે. મેચમાં, ઇંગ્લેન્ડની ટીમ ટોસ હારી ગઈ અને પહેલા બેટિંગ કરવા આવી. જો કે મેય શરુ થતાં પહેલાં આ મેચમાં એવી ઘટના જોવા મળી, જેનાથી ચાહકો સ્તબ્ધ થઈ ગયા હતા અને વિશ્વફલક પર પાકિસ્તાનનું વધુ એક ભોપાળુ બહાર આવ્યું હતું.
મેચ શરૂ થાય તે પહેલાં, ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ બંનેના રાષ્ટ્રગીત વગાડવામાં આવવાના હતા. પરંતુ આ સમય દરમિયાન, ઓસ્ટ્રેલિયાના રાષ્ટ્રગીતને બદલે, ભારતનું રાષ્ટ્રગીત વાગવાનું શરૂ થયું. ભૂલનો અહેસાસ થતાં અધિકારીઓએ તરત જ ભારતીય રાષ્ટ્રગીત બંધ કરી દીધું. ત્યારબાદ ઓસ્ટ્રેલિયાનું રાષ્ટ્રગીત વગાડવામાં આવ્યું. ત્યાં સુધીમાં તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો હતો.
આ યજમાન દેશ પાકિસ્તાનની મોટી ભૂલ ગણાશે. તમને જણાવી દઈએ કે ભારતીય ટીમ ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં પાકિસ્તાનમાં એક પણ મેચ રમવાની નથી. ભારતે આ આઠ ટીમોની ટુર્નામેન્ટ માટે પાકિસ્તાન જવાનો ઇનકાર કર્યો હતો, ત્યારબાદ 'હાઇબ્રિડ મોડેલ' અપનાવવામાં આવ્યું હતું. ભારતીય ટીમ તેની બધી મેચ દુબઈમાં રમી રહી છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) દ્વારા આયોજિત દરેક મેચ શરૂ થાય તે પહેલાં બંને ટીમોના રાષ્ટ્રગીત વગાડવામાં આવે છે. આ ઘટના ટોસ પછી થાય છે.
ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ 23 ફેબ્રુઆરી (રવિવાર) ના રોજ યોજાવાની છે. આ મેચ ભારતીય સમય મુજબ બપોરે 2.30 વાગ્યે દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે શરૂ થશે. આ મેચમાં રોહિત શર્મા ભારતીય ટીમનું નેતૃત્વ કરશે, જ્યારે મોહમ્મદ રિઝવાન પાકિસ્તાની ટીમનું નેતૃત્વ કરશે.
તમને જણાવી દઈએ કે ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત અને પાકિસ્તાનને ગ્રુપ A માં રાખવામાં આવ્યા છે. તેમની સાથેની અન્ય બે ટીમો ન્યુઝીલેન્ડ અને બાંગ્લાદેશ છે. જ્યારે દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, અફઘાનિસ્તાન અને ઇંગ્લેન્ડને ગ્રુપ B માં રાખવામાં આવ્યા છે. બધી 8 ટીમો પોતપોતાના ગ્રુપમાં 3-3 મેચ રમશે. આ પછી, દરેક ગ્રુપની ટોચની 2 ટીમો સેમિફાઇનલ માટે ક્વોલિફાય થશે. જો કોઈ ટીમ ફાઇનલમાં પહોંચે છે, તો તે ટુર્નામેન્ટમાં કુલ 5 મેચ રમશે.
ભારતીય ટીમ તેની બધી મેચ ફક્ત દુબઈમાં જ રમશે. જો ભારતીય ટીમ ક્વોલિફાય થાય છે, તો ફાઇનલ પણ દુબઈમાં યોજાશે. નહિંતર, ટાઇટલ મેચ 9 માર્ચે લાહોરમાં રમાશે. સેમિફાઇનલ મેચ અને ફાઇનલ માટે રિઝર્વ ડે પણ રાખવામાં આવ્યો છે. પ્રથમ સેમિફાઇનલ દુબઈમાં યોજાશે. જ્યારે બીજી સેમિફાઇનલ લાહોરમાં રમાશે. પાકિસ્તાનના 3 સ્થળોએ એક સેમિફાઇનલ સહિત 10 મેચ રમાશે. આ ત્રણ સ્થળો લાહોર, કરાચી અને રાવલપિંડી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ન્યૂઝીલેન્ડ સામેની ODI શ્રેણી પહેલાં ટીમ ઈન્ડિયાની પસંદગીને લઈને BCCIની ચિંતા વધી છે. પ્રસિદ્ધ કૃષ્ણા, હર્ષિત રાણા અને રિષભ પંતની ફિટનેસ પર નજર રાખવામાં આવી રહી છે. જાણો ભારતની વન-ડે ટીમની જાહેરાત, ખેલાડીઓની ઈજા અને ન્યૂઝીલેન્ડ પ્રવાસ અંગેનું મહત્ત્વનું અપડેટ.

ICC Awardsમાં ભારતનો ડબલ ધમાકો! શુભમન ગિલે 223 રનની ઐતિહાસિક ઇનિંગ્સ રમી, તો શેફાલી વર્માએ 49 બોલમાં સદી ફટકારી!

માયા રાજેશ્વરન રેવતીએ માત્ર 17 વર્ષની ઉંમરે ઇતિહાસ રચ્યો! સિંગલ્સમાં ઐતિહાસિક જીત સાથે ડબલ્સનો ખિતાબ પણ જીત્યો.