ગિલની જીદના કારણે ભારત પર હારનો તોળાતો ખતરો
માનચેસ્ટરમાં ચાલી રહેલી મેચમાં ગિલે કરેલી ભૂલના કારણે ભારતીય ટીમ મુકાઈ મુશકેલીમાં

ગિલની જીદના કારણે ભારત પહોચ્યું હારના ઉંબરે

ગિલની જીદના કારણે ભારત પહોચ્યું હારના ઉંબરે
માન્ચેસ્ટર: ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે રમાઈ રહેલી ચોથી ટેસ્ટમાં ભારતીય ટીમના કેપ્ટન શુભમન ગિલની એક જીદ ટીમને ભારે પડી છે અને ભારત પર હારનો ખતરો મંડરાઈ રહ્યો છે. ઇંગ્લેન્ડ સામેની પ્રથમ ઇનિંગ્સમાં 358 રનના જવાબમાં, ઇંગ્લેન્ડે સાત વિકેટે 544 રન બનાવી લીધા છે, જેમાં ગિલના એક વિવાદાસ્પદ નિર્ણયની મોટી ભૂમિકા જોવા મળી રહી છે.
ચોથી ટેસ્ટ મેચના બીજા દિવસે (24મી જુલાઈ), કેપ્ટન શુભમન ગિલે ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદરને બોલિંગ ન આપવાનો નિર્ણય કર્યો, જેના કારણે ઇંગ્લેન્ડના ઓપનરોએ સદીની ભાગીદારી નોંધાવી ટીમને મજબૂત સ્થિતિમાં મૂકી દીધી. આ નિર્ણય પર બોલિંગ કોચ મોર્ને મોર્કેલે સ્પષ્ટ કર્યું કે, "મુખ્ય કોચ ગૌતમ ગંભીરની આમાં કોઈ ભૂમિકા નથી. આ સંપૂર્ણપણે કેપ્ટન શુભમન ગિલનો નિર્ણય હતો. તે થોડા સમય માટે ઝડપી બોલરોને બોલિંગ કરાવવા માંગતા હતા." મોર્કેલે સ્વીકાર્યું કે, "અમે જોયું કે બોલ સ્પિનિંગ અને સીમ થઈ રહ્યો હતો, તેથી ઝડપી બોલિંગ યોગ્ય રસ્તો હતો, પરંતુ અમે અમારી લેન્થ ચૂકી ગયા."
ચોથી ટેસ્ટ મેચમાં વોશિંગ્ટન સુંદરને 68 ઓવર પછી બોલિંગ કરવાની તક મળી. એટલે કે, બીજા દિવસે તેને એક પણ ઓવર ફેંકવા મળી ન હતી, જ્યારે ઇંગ્લેન્ડે 46 ઓવરમાં 2 વિકેટે 225 રન બનાવી લીધા હતા. સુંદરને ત્રીજા દિવસે (25મી જુલાઈ) 69મી ઓવરમાં બોલિંગ કરવાની તક મળી. તક મળતા જ તેણે પોતાની ઉપયોગીતા સાબિત કરી બતાવી. 77મી ઓવરના પહેલા જ બોલ પર તેણે ઓલી પોપને 71 રને પેવેલિયન મોકલીને જો રૂટ સાથેની 144 રનની મહત્ત્વપૂર્ણ ભાગીદારી તોડી. આ પછી, 81મી ઓવરના પહેલા બોલ પર તેણે હેરી બ્રૂકને માત્ર 3 રને આઉટ કરીને ઇંગ્લેન્ડને વધુ એક મોટો ઝટકો આપ્યો.
આ ટેસ્ટ મેચમાં વોશિંગ્ટન સુંદરે અત્યાર સુધી 19 ઓવર ફેંકી છે, જેમાં તેમણે 57 રન આપીને બે મહત્ત્વપૂર્ણ વિકેટ ઝડપી છે. જો કેપ્ટન શુભમન ગિલે આ ટેસ્ટ મેચના બીજા દિવસે વોશિંગ્ટન સુંદરને વહેલી તકે બોલિંગ કરવાની તક આપી હોત, તો મેચની પરિસ્થિતિ કંઈક અલગ હોત અને ભારત પર હારનો ભય ટળી શક્યો હોત. ગિલનો આ નિર્ણય હવે ટીમના પ્રદર્શન પર ભારે પડી રહ્યો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

શ્રીલંકાને 3-0થી હરાવ્યા બાદ ઈંગ્લેન્ડે ભારતને પાછળ છોડી ICC T20I રેન્કિંગમાં નંબર-1 સ્થાન મેળવ્યું, બંને વચ્ચે માત્ર 0.04 પોઈન્ટનો તફાવત.

કેટલાક ખેલાડીઓની કિટ હજુ બાકી હતી અને નાગોયામાં રહેવાની વ્યવસ્થાને લઈને પણ સવાલો ઊભા થયા

Asian Games 2026માં ભારતીય ટેકબોલ ખેલાડી ક્વિન્સી ડિસોઝાએ મહિલા સિંગલ્સની સેમિફાઇનલ સુધી પહોંચીને ઇતિહાસ રચ્યો. 7 વખતની નેશનલ ચેમ્પિયન ક્વિન્સીની 5 મોટી સિદ્ધિઓ, વર્લ્ડ રેન્કિંગ અને બ્રોન્ઝ મેડલની લડત વિશે જાણો.