અંડર-19 વર્લ્ડ કપ ફાઇનલમાં ભારત હાવી
વૈભવ સૂર્યવંશીની ૧૭૫ રનની વિસ્ફોટક ઇનિંગ, ભારતે ઇંગ્લેન્ડ સામે જીતવા માટે મૂક્યો ૪૧૨ રનનો

ભારત વિ ઇંગ્લેન્ડ અંડર-19 ફાઈનલ

ભારત વિ ઇંગ્લેન્ડ અંડર-19 ફાઈનલ
ભારત અને ઇંગ્લેન્ડની અંડર-19 ટીમો વચ્ચે રમાઈ રહેલી વર્લ્ડ કપ ફાઈનલમાં ભારતીય યુવા ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ભારતે નિર્ધારિત ઓવરોમાં ૪૧૧ રનનો વિશાળ સ્કોર બનાવીને ઇતિહાસ રચ્યો છે. ૪૧૨ રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ઇંગ્લેન્ડની ટીમ ભારતીય બોલિંગ સામે સંઘર્ષ કરતી જોવા મળી રહી છે.
વૈભવ સૂર્યવંશીની ઐતિહાસિક ઇનિંગ :
ભારતીય ઇનિંગનો મુખ્ય હીરો ઓપનર વૈભવ સૂર્યવંશી રહ્યો હતો, જેણે માત્ર ૧૭૫ રનની આક્રમક ઇનિંગ રમીને ઇંગ્લેન્ડના બોલરોને ઘૂંટણિયે લાવી દીધા હતા. કેપ્ટન આયુષ મ્હાત્રેએ પણ ૫૩ રનનું મહત્વનું યોગદાન આપ્યું હતું. મધ્યમ ક્રમમાં અભિજ્ઞાન કુંડુએ ૪૦ રન અને કનિષ્ક ચૌહાણે અંતિમ ઓવરોમાં માત્ર ૨૦ બોલમાં ૩૭ રન ફટકારીને સ્કોર ૪૦૦ને પાર પહોંચાડ્યો હતો.
રેકોર્ડબ્રેક પ્રદર્શન :
ભારતીય ટીમે પ્રથમ ૨૫ ઓવરમાં માત્ર ૨ વિકેટ ગુમાવીને ૨૫૦ રન બનાવી મજબૂત પાયો નાખ્યો હતો. ભારત હવે અંડર-19 પ્લેઓફ મેચોમાં ૩૫૦થી વધુ રન બનાવનારી વિશ્વની પ્રથમ ટીમ બની ગઈ છે. વૈભવની વિકેટ બાદ રન રેટમાં થોડો ઘટાડો થયો હતો, પરંતુ અંતિમ ઓવરોમાં બેટ્સમેનોએ ફરી આક્રમક રમત બતાવી હતી.
ઇંગ્લેન્ડની મુશ્કેલીઓ વધી :
૪૧૨ રનના વિશાળ લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ઇંગ્લેન્ડની શરૂઆત નબળી રહી હતી. ભારતીય બોલરોએ સમયાંતરે વિકેટો ઝડપીને ઇંગ્લેન્ડને દબાણમાં રાખ્યું છે. તાજા અહેવાલ મુજબ ઇંગ્લેન્ડે ૧૭૫ રન સુધીમાં પોતાની ૭ વિકેટ ગુમાવી દીધી છે. થોમસ રીવની આગેવાની હેઠળની ઇંગ્લેન્ડની ટીમ હવે હારના આરે હોય તેમ જણાય છે. નોંધનીય છે કે, બંને ટીમો અત્યાર સુધી ટુર્નામેન્ટમાં એક પણ મેચ હારી નથી, પરંતુ આજે એક ટીમનો વિજય રથ થંભી જશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

સુચિકા તારિયાલની સેમિફાઇનલમાં એવું શું થયું કે મેચ ડ્રો જાહેર થયા બાદ પણ તે ફાઇનલમાં ન પહોંચી?

ભારતીય મહિલા A ટીમે ઓસ્ટ્રેલિયા Aને 4 વિકેટે હરાવી ODI શ્રેણીમાં 1-0ની લીડ મેળવી. તેજલ હસબનીસે 81 અને અનુષ્કા શર્માએ 55 રન બનાવ્યા, જ્યારે બંને વચ્ચે 126 રનની ભાગીદારીએ ભારતની જીતનો પાયો નાખ્યો.

શ્રીલંકાને 3-0થી હરાવ્યા બાદ ઈંગ્લેન્ડે ભારતને પાછળ છોડી ICC T20I રેન્કિંગમાં નંબર-1 સ્થાન મેળવ્યું, બંને વચ્ચે માત્ર 0.04 પોઈન્ટનો તફાવત.