ઓસ્ટ્રેલિયાને હરાવી ઇન્ડિયા WC ફાઇનલમાં!
339 રનનો રેકોર્ડ ચેઝ: મુંબઈની જેમિમાહ રોડ્રિગ્સે રચ્યો ઇતિહાસ-ફાઇનલમાં સાઉથ આફ્રિકા સામે

ઇન્ડિયા WC ફાઇનલમાં

ઇન્ડિયા WC ફાઇનલમાં
નવી મુંબઈના DY પાટિલ સ્ટેડિયમમાં ગુરુવારે ભારતીય મહિલા ક્રિકેટ ટીમ (INDW)એ ઐતિહાસિક પ્રદર્શન કરીને ICC મહિલા વર્લ્ડ કપ (ICC Women's World Cup 2025)ની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. સેમિફાઇનલમાં ભારતે અત્યંત મજબૂત ગણાતી અને સમગ્ર ટૂર્નામેન્ટમાં અજેય રહેલી ઓસ્ટ્રેલિયન ટીમને 5 વિકેટે હરાવી છે. મુંબઈની સ્થાનિક ખેલાડી જેમિમાહ રોડ્રિગ્સે સદી ફટકારીને ભારતને આ યાદગાર જીત અપાવી, જે ODI વર્લ્ડ કપના નોકઆઉટ મુકાબલામાં સૌથી મોટો સફળ રન ચેઝ છે.
339 રનનો મહા રન ચેઝ
ઓસ્ટ્રેલિયાની ફીબી લિચફિલ્ડની ધમાકેદાર સદી (119 રન) અને એલિસ પેરી (77) તથા એશ ગાર્ડનર (63)ની અડધી સદીની મદદથી ઓસ્ટ્રેલિયાએ ભારતીય ટીમને જીતવા માટે 49.5 ઓવરમાં 338 રનનો જંગી લક્ષ્યાંક આપ્યો હતો. આ વર્લ્ડ કપ નોકઆઉટ મેચનો સૌથી મોટો ટાર્ગેટ હતો.
જોકે, ભારતે હાર માની નહીં. ઓપનર્સ શેફાલી વર્મા અને સ્મૃતિ મંધાના વહેલી આઉટ થયા પછી, જેમિમાહ રોડ્રિગ્સ મેદાનમાં આવી. તેણે માત્ર 127 રનની અણનમ સદી ફટકારીને ભારતને મુશ્કેલીમાંથી બહાર કાઢ્યું. કેપ્ટન હરમનપ્રીત કૌરે પણ 88 બોલમાં 89 રનની શાનદાર ઇનિંગ રમીને જેમિમાહને સારો સાથ આપ્યો. આ બંનેએ ત્રીજી વિકેટ માટે 167 રનની મેચ ડિફાઇનિંગ ભાગીદારી કરી. જેમિમાહની લડાયક બેટિંગથી ભારતીય ટીમે 9 બોલ બાકી હતા ત્યારે 339 રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો, જે ODI વર્લ્ડ કપ નોકઆઉટ ઇતિહાસનો સૌથી મોટો ચેઝ છે.
ફાઇનલમાં ભારતનો મુકાબલો સાઉથ આફ્રિકા સામે
આ જીત સાથે ભારતે ઓસ્ટ્રેલિયાની ODI વર્લ્ડ કપમાં ૨૦૧૭થી ચાલી આવતી 15 મેચની અજેય સિરીઝનો અંત લાવી દીધો છે. હવે ICC મહિલા વર્લ્ડ કપ 2025ના ફાઇનલમાં યજમાન ભારતનો મુકાબલો સાઉથ આફ્રિકા સામે થશે, જેણે પ્રથમ વખત વર્લ્ડ કપ ફાઇનલમાં જગ્યા બનાવી છે.
ફાઇનલ મેચ રવિવારે, 2 નવેમ્બરે નવી મુંબઈના DY પાટિલ સ્પોર્ટ્સ એકેડમીમાં જ રમાશે. ભારત માટે આ એક ફાયદાની વાત છે, કારણ કે ભારતીય ટીમ આ મેદાન પર સમગ્ર ટૂર્નામેન્ટમાં અજેય રહી છે. બીજી તરફ સાઉથ આફ્રિકા આ મેદાન પર ક્યારેય રમ્યું નથી. આ મેચ દ્વારા ક્રિકેટ જગતને એક નવું વર્લ્ડ કપ ચેમ્પિયન મળશે, કારણ કે ભારત (2005 અને 2017માં રનર-અપ) કે સાઉથ આફ્રિકા (પ્રથમ ફાઇનલ)માંથી કોઈએ પણ અગાઉ આ ટ્રોફી જીતી નથી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

શ્રીલંકાને 3-0થી હરાવ્યા બાદ ઈંગ્લેન્ડે ભારતને પાછળ છોડી ICC T20I રેન્કિંગમાં નંબર-1 સ્થાન મેળવ્યું, બંને વચ્ચે માત્ર 0.04 પોઈન્ટનો તફાવત.

કેટલાક ખેલાડીઓની કિટ હજુ બાકી હતી અને નાગોયામાં રહેવાની વ્યવસ્થાને લઈને પણ સવાલો ઊભા થયા

Asian Games 2026માં ભારતીય ટેકબોલ ખેલાડી ક્વિન્સી ડિસોઝાએ મહિલા સિંગલ્સની સેમિફાઇનલ સુધી પહોંચીને ઇતિહાસ રચ્યો. 7 વખતની નેશનલ ચેમ્પિયન ક્વિન્સીની 5 મોટી સિદ્ધિઓ, વર્લ્ડ રેન્કિંગ અને બ્રોન્ઝ મેડલની લડત વિશે જાણો.