IND vs NZ: વનડે ટીમમાં મોટા ફેરફાર,પંત આઉટ?
ન્યૂઝીલેન્ડ સામેની વનડે સિરીઝમાં રિષભ પંતના સ્થાને ઈશાન કિશનની વાપસી અને ગિલ કરશે કેપ્ટનશી

રિષભ પંત

રિષભ પંત
ભારતીય ક્રિકેટ ટીમમાં આગામી ન્યૂઝીલેન્ડ સામેની વનડે સિરીઝ પહેલા મોટા ફેરફારોના સંકેત મળી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સ્ટાર વિકેટકીપર બેટર રિષભ પંતને આ હોમ સિરીઝમાંથી બહાર રાખવામાં આવી શકે છે. ટીમ મેનેજમેન્ટ આગામી સીઝનને ધ્યાનમાં રાખીને ખેલાડીઓના ફોર્મ અને ટીમના સંતુલનને વધુ મહત્વ આપી રહ્યું છે.
પંતનું નબળું ફોર્મ અને ટીમમાં સ્થાન :
રિષભ પંતે છેલ્લી વનડે ઓગસ્ટ ૨૦૨૪માં શ્રીલંકા સામે રમી હતી. ત્યારબાદ તે ચેમ્પિયન્સ ટ્રોફી અને દક્ષિણ આફ્રિકાના પ્રવાસે ટીમ સાથે હતો, પરંતુ તેને પ્લેઈંગ ઈલેવનમાં તક મળી ન હતી. હાલમાં તે વિજય હઝારે ટ્રોફીમાં દિલ્હીની કેપ્ટનશીપ કરી રહ્યો છે, પરંતુ ત્યાં પણ તેનું પ્રદર્શન સાતત્યપૂર્ણ રહ્યું નથી. પ્રથમ બે મેચમાં તેણે અનુક્રમે ૫ અને ૭૦ રન બનાવ્યા છે, જે પસંદગીકારોને પ્રભાવિત કરવા માટે પૂરતા સાબિત થઈ રહ્યા નથી.
ઈશાન કિશનનો શાનદાર કમબેક :
જો રિષભ પંત ટીમની બહાર જશે, તો ઈશાન કિશનની બે વર્ષ બાદ વનડે ટીમમાં વાપસી લગભગ નક્કી છે. ઈશાને ઘરેલુ ક્રિકેટમાં રનનો ડુંગર ખડક્યો છે. સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં સૌથી વધુ રન બનાવી તેણે ઝારખંડને ચેમ્પિયન બનાવ્યું હતું. આ ઉપરાંત, વિજય હઝારે ટ્રોફીમાં કર્ણાટક સામે માત્ર ૩૩ બોલમાં સદી ફટકારી તેણે પોતાની આક્રમકતાનો પુરાવો આપ્યો છે. આ શાનદાર પ્રદર્શન તેને ફરી બ્લુ જર્સી અપાવી શકે છે.
શુભમન ગિલ સંભાળશે ટીમની કમાન :
ઈજામાંથી સાજા થયા બાદ શુભમન ગિલની કેપ્ટન તરીકે વાપસી નિશ્ચિત જણાય છે. ગરદનની ઈજાને કારણે તે દક્ષિણ આફ્રિકા સામે રમી શક્યો ન હતો, પરંતુ હવે તે સંપૂર્ણ ફિટ છે. બીજી તરફ, શ્રેયસ ઐયરની ફિટનેસ પર હજુ પણ પ્રશ્નાર્થ હોવાથી તેની ઉપલબ્ધતા અનિશ્ચિત છે. ઉલ્લેખનીય છે કે છેલ્લી સિરીઝમાં કેએલ રાહુલની આગેવાનીમાં ભારતે દક્ષિણ આફ્રિકાને હરાવ્યું હતું, પરંતુ હવે ગિલ ફરી કમાન સંભાળવા તૈયાર છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ન્યૂઝીલેન્ડ સામેની ODI શ્રેણી પહેલાં ટીમ ઈન્ડિયાની પસંદગીને લઈને BCCIની ચિંતા વધી છે. પ્રસિદ્ધ કૃષ્ણા, હર્ષિત રાણા અને રિષભ પંતની ફિટનેસ પર નજર રાખવામાં આવી રહી છે. જાણો ભારતની વન-ડે ટીમની જાહેરાત, ખેલાડીઓની ઈજા અને ન્યૂઝીલેન્ડ પ્રવાસ અંગેનું મહત્ત્વનું અપડેટ.

ICC Awardsમાં ભારતનો ડબલ ધમાકો! શુભમન ગિલે 223 રનની ઐતિહાસિક ઇનિંગ્સ રમી, તો શેફાલી વર્માએ 49 બોલમાં સદી ફટકારી!

માયા રાજેશ્વરન રેવતીએ માત્ર 17 વર્ષની ઉંમરે ઇતિહાસ રચ્યો! સિંગલ્સમાં ઐતિહાસિક જીત સાથે ડબલ્સનો ખિતાબ પણ જીત્યો.