ભારત-પાક મેચ વિવાદ પર ગૌતમ ગંભીરનું મૌન
પાકિસ્તાનના બાયકોટ ડ્રામા પર ગંભીરે પ્રતિક્રિયા આપવાનું ટાળ્યું

ગૌતમ ગંભીર

ગૌતમ ગંભીર
T20 વર્લ્ડ કપ 2026 પહેલા ભારત અને પાકિસ્તાન વચ્ચેની હાઈ-વોલ્ટેજ મેચને લઈને રાજકીય અને ખેલ જગતમાં ગરમાવો આવ્યો છે. પાકિસ્તાન સરકાર દ્વારા 15 ફેબ્રુઆરીએ રમાનારી મેચના બહિષ્કારના નિર્ણય બાદ ભારતીય ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીરના પ્રતિભાવ પર સૌની નજર હતી. જોકે, ગંભીરે આ વિવાદ પર મૌન સેવીને તમામને ચોંકાવી દીધા છે.
સવાલોના જવાબમાં માત્ર આભાર કહી ચાલતી પકડી :
મુંબઈમાં ભારતીય ટીમના વોર્મ-અપ મેચ પહેલા યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં જ્યારે ગંભીરને પાકિસ્તાનના બાયકોટ અંગે સવાલ પૂછવામાં આવ્યો, ત્યારે તેમણે કોઈ પણ વિવાદાસ્પદ નિવેદન આપવાનું ટાળ્યું હતું. તેમણે માત્ર 'થેન્ક યૂ' કહીને સવાલને ટાળી દીધો હતો. ગંભીરનું આ વલણ દર્શાવે છે કે તેમનું સંપૂર્ણ ધ્યાન અત્યારે માત્ર વર્લ્ડ કપ અને ટીમની તૈયારીઓ પર છે, નહીં કે બહારની નિવેદનબાજી પર.
પાકિસ્તાનનો પલટી મારવાનો ઇતિહાસ :
ક્રિકેટ વિશ્લેષકો માની રહ્યા છે કે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) નો આ બહિષ્કારનો ડ્રામા માત્ર દબાણ લાવવાની રણનીતિ હોઈ શકે છે. ભૂતકાળમાં પણ એશિયા કપ વખતે પાકિસ્તાને આવી જ ધમકી આપી હતી, પરંતુ અંતે તેઓ રમવા તૈયાર થયા હતા. પોતાની વાત પરથી ફરી જવાનો પાકિસ્તાનનો ઇતિહાસ ઘણો જૂનો છે, તેથી આ વખતે પણ તેઓ છેલ્લી ઘડીએ પલટી મારે તેવી પૂરી શક્યતા છે.
ICC ની કડક કાર્યવાહીનો ખતરો :
ભારત-પાકિસ્તાન મેચ ICC માટે કમાણીનો સૌથી મોટો સ્ત્રોત છે. જો પાકિસ્તાન ખરેખર મેચનો બહિષ્કાર કરે છે, તો ICC ને કરોડો રૂપિયાનું નુકસાન થઈ શકે છે. રિપોર્ટ્સ મુજબ, ICC એ PCB ને પહેલેથી જ ચેતવણી આપી છે કે બહિષ્કારની સ્થિતિમાં પાકિસ્તાનના વાર્ષિક રેવન્યુ હિસ્સામાં કાપ મૂકવામાં આવશે અને તેના પર કાયદાકીય કાર્યવાહી પણ થઈ શકે છે. આ આર્થિક પાયમાલીના ડરથી પાકિસ્તાન અંતે મેદાનમાં ઉતરવા મજબૂર બની શકે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ટીમ ઈન્ડિયામાં અચાનક ફેરફાર! ઈજાગ્રસ્ત સ્ટારની જગ્યાએ હવે કોણ કરશે જાપાનનો પ્રવાસ?

ટીમ ઈન્ડિયા હજુ ન્યૂઝીલેન્ડ પહોંચી પણ નથી… છતાં ત્યાં અત્યારથી જ ટિકિટ માટે ધમાલ મચી ગઈ!

અફઘાનિસ્તાન સામેની T20 સિરીઝમાં ટીમ ઈન્ડિયાની તસવીર બદલાઈ ગઈ છે!