બરોડા ક્રિકેટ એસોસિએશનમાં 13 વર્ષ બાદ ચૂંટણી જંગ
BCA ચૂંટણીમાં કિરણ મોરે અને દર્શન બેન્કર વચ્ચે ટક્કર, હાઈકોર્ટના આદેશ બાદ પરિણામ જાહેર થશે

રિવાઇવલ અને રોયલ સત્યમેવ જયતે ગૃપ વચ્ચે જંગ, 31 પોસ્ટ માટે 62 ઉમેદવારો મેદાનમાં

રિવાઇવલ અને રોયલ સત્યમેવ જયતે ગૃપ વચ્ચે જંગ, 31 પોસ્ટ માટે 62 ઉમેદવારો મેદાનમાં
વડોદરા શહેરના રામબાગમાં બરોડા ક્રિકેટ એસોસિએશન (BCA)ના વર્ષ 2026 થી 2029 સત્ર માટે ચૂંટણી અંતર્ગત આજે મતદાન યોજાયું હતું. કિરણ મોરના રિવાઈવલ ગૃપ અને હાર્ટ તબીબ દર્શન બેન્કરના સત્યમેવ જયતે ગૃપ વચ્ચે સીધો જંગ જામ્યો છે. 31 પોસ્ટ માટે 62 ઉમેદવારો મેદાનમાં છે. સવારે 9 થી સાંજના 6 વાગ્યા સુધી મતદાન થયું હતું. જો કે, હાઈકોર્ટની મંજૂરી વગર પરિણામ જાહેર કરી શકાશે નહી. 17 ફેબ્રુઆરીએ થનાર સુનાવણી બાદ મતગણતરી કરી પરિણામ જાહેર કરવામાં આવશે.
બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણીમાં દર્શન બેન્કરના ‘રોયલ સત્યમેવ જયતે’ અને કિરણ મોરેના ‘રિવાઇવલ’ જૂથ વચ્ચે સીધી ટક્કર જોવા મળી રહી છે. રોયલ સત્યમેવ જયતે જૂથ તરફથી ડૉ. દર્શન બેન્કર પ્રમુખ પદના ઉમેદવાર છે. જ્યારે રિવાઇવલ જૂથ તરફથી પૂર્વ ક્રિકેટર કિરણ મોરે મેદાનમાં છે. દર્શન બેંકરના સપોર્ટમાં પૂર્વ વિકેટ કિપર નયન મોંગિયા ઉતરતાં ચૂંટણી રસપ્રદ બની છે.
ચૂંટણી દરમિયાન કાયદાકીય દાવપેચ અને આક્ષેપ-પ્રતિઆક્ષેપ વચ્ચે સભ્યોને રિઝવવા વિકાસલક્ષી વિઝન અને ક્રિકેટના સર્વાંગી વિકાસના વચનો આપવામાં આવ્યા છે. પ્રમુખ, ઉપપ્રમુખ, માનદ સચિવ, ખજાનચી સહિત વિવિધ કમિટીઓના કુલ 31 પદો માટે 62 ઉમેદવારો મેદાનમાં છે. એસોસિએશનના કુલ સભ્યોનો આંકડો 2068 છે.
ચૂંટણી પૂર્વે કિરણ મોરે, અમુલ જીકાર, અનંત ઇન્દુલકર અને અમર પેટીવાળાને અયોગ્ય જાહેર કરવા રામચંદ્ર પ્રજાપતિએ ગુજરાત હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી કરી હતી. રામચંદ્ર પ્રજાપતિ માટલાની દુકાન ચલાવતા હોવાનું રોયલ સત્યમેવ જયતે ગૃપના સપોર્ટમાં હોવાનું જાણવા મળ્યું છે. હાઇકોર્ટે ચૂંટણી માટે લીલીઝંડી આપી હતી. પરંતુ પૂર્વ મંજૂરી વગર પરિણામ જાહેર ન કરવા આદેશ કર્યો છે. વધુ સુનાવણી 17 ફેબ્રુઆરીએ થનાર છે. હાઇકોર્ટના આદેશ મુજબ મતગણતરી તથા પરિણામ જાહેર કરવાની કાર્યવાહી હાથ ધરાશે.
વડોદરાના મહારાજા સમરજિતસિંહ ગાયકવાડના રોયલ ગૃપે સત્યમેવ જયતે ગૃપ સાથે ગઠબંધન કર્યું છે અને તેઓ રિવાઈવલ ગૃપ સામે ચૂંટણી લડી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, બરોડા ક્રિકેટ એસોસિયેશનની ચૂંટણી અંગે હાઈકોર્ટે મહત્ત્વનો વચગાળાનો આદેશ જારી કર્યો હતો. મતદાન પ્રક્રિયા નિર્ધારિત આયોજન મુજબ આગળ વધી શકે છે. કોર્ટે તેમની પૂર્વ પરવાનગી વિના મતોની ગણતરી અને પરિણામો જાહેર કરવા પર મનાઈ ફરમાવી છે. અરજદારોએ 4 પદના ઉમેદવારોનું નામાંકન સુપ્રીમના આદેશ હેઠળ પડકાર્યું હતું. સાથે વાંધા અરજી ગણકારાઈ નહીં અને કુલિંગ-ઓફ પિરિયડના મુદ્દે અરજી કરી હતી. આ કાનૂની જંગ બીસીએના સભ્યોએ હાઇકોર્ટમાં પડકાર્યો છે.
બીસીએ દ્વારા દલીલ કરાઈ હતી કે, એક ખાનગી ટ્રસ્ટ હોવાથી તે કલમ 226 હેઠળ રિટ અધિકાર ક્ષેત્રને આધીન ન હોવું જોઈએ. હાઈકોર્ટે તેમના વાંધાને ફગાવી દીધો હતો અને બીસીસીઆઈની સાથે સામ્યતા દર્શાવી હતી. કોર્ટે ઠેરવ્યું હતું કે, બીસીએ તેના કાર્યક્ષેત્રમાં ક્રિકેટ પર વ્યાપક નિયંત્રણ ધરાવે છે. જે રમત વ્યાપક જનહિત ધરાવે છે. તેથી તે કોર્ટને જવાબદાર છે. ન્યાયિક પ્રક્રિયા નિરર્થક ન બને તે સુનિશ્ચિત કરવા હાઈકોર્ટે ચૂંટણી અધિકારીને તમામ બેલેટ પેપર સુરક્ષિત રાખવા અને પ્રક્રિયાની ગુપ્તતા જાળવવા નિર્દેશ આપ્યો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

સુચિકા તારિયાલની સેમિફાઇનલમાં એવું શું થયું કે મેચ ડ્રો જાહેર થયા બાદ પણ તે ફાઇનલમાં ન પહોંચી?

ભારતીય મહિલા A ટીમે ઓસ્ટ્રેલિયા Aને 4 વિકેટે હરાવી ODI શ્રેણીમાં 1-0ની લીડ મેળવી. તેજલ હસબનીસે 81 અને અનુષ્કા શર્માએ 55 રન બનાવ્યા, જ્યારે બંને વચ્ચે 126 રનની ભાગીદારીએ ભારતની જીતનો પાયો નાખ્યો.

શ્રીલંકાને 3-0થી હરાવ્યા બાદ ઈંગ્લેન્ડે ભારતને પાછળ છોડી ICC T20I રેન્કિંગમાં નંબર-1 સ્થાન મેળવ્યું, બંને વચ્ચે માત્ર 0.04 પોઈન્ટનો તફાવત.