રાજકોટમાં હાર બાદ કેપ્ટન શુભમન ગિલ નિરાશ
કે.એલ. રાહુલની સદી એળે ગઈ, ડેરિલ મિચેલની તોફાની બેટિંગથી ન્યૂઝીલેન્ડે સીરીઝમાં વાપસી કરી

શુભમન ગિલ

શુભમન ગિલ
રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમ ખાતે રમાયેલી બીજી વન-ડે મેચમાં ન્યૂઝીલેન્ડે ભારતને 7 વિકેટે પરાજય આપી શ્રેણીમાં જોરદાર પુનરાગમન કર્યું છે. પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે નિર્ધારિત 50 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 284 રન બનાવ્યા હતા. ભારતીય ઇનિંગમાં કે.એલ. રાહુલે શાનદાર પ્રદર્શન કરતા પોતાના વન-ડે કરિયરની આઠમી સદી ફટકારી હતી અને 112 રન બનાવી અણનમ રહ્યો હતો
મિચેલ અને વિલ યંગની નિર્ણાયક ભાગીદારી :
ભારતે આપેલા 285 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી કીવી ટીમ માટે ડેરિલ મિચેલ જીતનો હીરો સાબિત થયો હતો. તેણે અણનમ 131 રનની આક્રમક ઇનિંગ રમી હતી. મિચેલે વિલ યંગ (87 રન) સાથે મળીને ત્રીજી વિકેટ માટે 162 રનની મહત્વની ભાગીદારી કરી હતી, જેને કારણે ન્યૂઝીલેન્ડે આ લક્ષ્યાંક સરળતાથી પાર કરી લીધો હતો.
વિકેટ ન ઝડપી શકવી હારનું મુખ્ય કારણ :
શુભમન ગિલ મેચ પૂર્ણ થયા બાદ ભારતીય કેપ્ટન શુભમન ગિલે ટીમની હારનું વિશ્લેષણ કર્યું હતું. ગિલના મતે મધ્યમ ઓવરોમાં વિકેટ લેવામાં નિષ્ફળતા મળવી તે હારનું સૌથી મોટું કારણ રહ્યું હતું. પિચ સ્થિર થયા બાદ ન્યૂઝીલેન્ડના બેટ્સમેનોને રોકવા મુશ્કેલ બન્યા હતા. જો ભારતે વધુ રન બનાવ્યા હોત તો પણ વિકેટ લીધા વગર આ ટાર્ગેટનો બચાવ કરવો અશક્ય હતો.
ફિલ્ડિંગમાં નબળાઈ અને ન્યૂઝીલેન્ડનું જોર :
કેપ્ટન ગિલે વધુમાં ફિલ્ડિંગમાં રહી ગયેલી ખામીઓ અને કેચ છોડવાની ભૂલો અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી. બીજી તરફ, ન્યૂઝીલેન્ડના કેપ્ટન માઈકલ બ્રેસવેલે પોતાના બોલર્સ અને ખાસ કરીને ડેબ્યૂ કરનાર જેડન લેનોક્સના પ્રદર્શનની પ્રશંસા કરી હતી. આ જીત સાથે ન્યૂઝીલેન્ડે શ્રેણીમાં જીવંત હોવાનો પુરાવો આપ્યો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ન્યૂઝીલેન્ડ સામેની ODI શ્રેણી પહેલાં ટીમ ઈન્ડિયાની પસંદગીને લઈને BCCIની ચિંતા વધી છે. પ્રસિદ્ધ કૃષ્ણા, હર્ષિત રાણા અને રિષભ પંતની ફિટનેસ પર નજર રાખવામાં આવી રહી છે. જાણો ભારતની વન-ડે ટીમની જાહેરાત, ખેલાડીઓની ઈજા અને ન્યૂઝીલેન્ડ પ્રવાસ અંગેનું મહત્ત્વનું અપડેટ.

ICC Awardsમાં ભારતનો ડબલ ધમાકો! શુભમન ગિલે 223 રનની ઐતિહાસિક ઇનિંગ્સ રમી, તો શેફાલી વર્માએ 49 બોલમાં સદી ફટકારી!

માયા રાજેશ્વરન રેવતીએ માત્ર 17 વર્ષની ઉંમરે ઇતિહાસ રચ્યો! સિંગલ્સમાં ઐતિહાસિક જીત સાથે ડબલ્સનો ખિતાબ પણ જીત્યો.