ભારત-ઓસ્ટ્રેલિયા સેમિફાઇનલ પર વરસાદનું મોટું જોખમ
30 ઓક્ટોબરે નવી મુંબઈમાં વરસાદની 65% શક્યતા; રિઝર્વ ડે પર પણ 90% વરસાદની આગાહી

વુમન વર્લ્ડ કપ પર વરસાદનું સંકટ

વુમન વર્લ્ડ કપ પર વરસાદનું સંકટ
હરમનપ્રીત કૌરની કેપ્ટનશીપ હેઠળ ભારતીય મહિલા ટીમે ન્યૂઝીલેન્ડને હરાવીને ICC મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ 2025ની સેમિફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. જોકે, 30 ઓક્ટોબર, ગુરુવારના રોજ DY પાટિલ સ્પોર્ટ્સ એકેડેમી ખાતે ઓસ્ટ્રેલિયા સામે યોજાનારી આ મહત્વની મેચ પર વરસાદનું મોટું જોખમ તોળાઈ રહ્યું છે.
તાજેતરમાં, આ જ મેદાન પર ભારત-બાંગ્લાદેશ અને ભારત-ન્યૂઝીલેન્ડની મેચો વરસાદથી પ્રભાવિત થઈ હતી, અને હવે સેમિફાઇનલ પર પણ સંકટ છે.
રિઝર્વ ડે પર પણ મુશ્કેલીAccuweather.com ના અહેવાલ મુજબ, ગુરુવારે બપોરે 3 વાગ્યે શરૂ થનારી સેમિફાઇનલ દરમિયાન નવી મુંબઈમાં વરસાદની 65 ટકા શક્યતા છે.
જો 30 ઓક્ટોબરે વરસાદના કારણે ઓછામાં ઓછી 20-20 ઓવરની રમત શક્ય ન બને, તો મેચ રિઝર્વ ડે (31 ઓક્ટોબર) માં ખસેડવામાં આવશે. રિઝર્વ ડે પર મેચ ત્યાંથી જ ફરી શરૂ થશે જ્યાં તે અટકી હતી. જોકે, ચિંતાજનક બાબત એ છે કે શુક્રવારે (31 ઓક્ટોબર) નવી મુંબઈમાં વરસાદની આગાહી 90 ટકા છે, જેનો અર્થ છે કે ભારે વરસાદની પ્રબળ શક્યતા છે.
જો મેચ રદ થશે તો કોણ ફાઇનલમાં?જો સેમિફાઇનલ મેચ રિઝર્વ ડે સહિત બંને દિવસોમાં અનિર્ણિત રહે તો ICCના નિયમો મુજબ પોઈન્ટ ટેબલમાં ઉચ્ચ સ્થાન ધરાવતી ટીમ ફાઇનલમાં પહોંચશે.
ઓસ્ટ્રેલિયાનો ફાયદો: ઓસ્ટ્રેલિયન ટીમ લીગ સ્ટેજમાં સાતમાંથી છ મેચ જીતીને ભારતથી ઉપરના ક્રમે રહી હતી. તેથી, જો ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની સેમિફાઇનલ વરસાદને કારણે રદ થાય છે, તો ઓસ્ટ્રેલિયાની ટીમ ફાઇનલ માટે ક્વોલિફાય થશે.
ભારતની સ્થિતિ: હરમનપ્રીત કૌરની ટીમ લીગ સ્ટેજમાં ચોથા સ્થાને રહી હતી (ત્રણ જીત, ત્રણ હાર, એક ડ્રો).
તેવી જ રીતે, ગુવાહાટીમાં દક્ષિણ આફ્રિકા અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાનારી પ્રથમ સેમિફાઇનલ માટે પણ રિઝર્વ ડે નક્કી કરવામાં આવ્યો છે. જો તે મેચ રદ થશે, તો પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને રહેલ ઇંગ્લેન્ડ ફાઇનલમાં પ્રવેશ કરશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

શ્રીલંકાને 3-0થી હરાવ્યા બાદ ઈંગ્લેન્ડે ભારતને પાછળ છોડી ICC T20I રેન્કિંગમાં નંબર-1 સ્થાન મેળવ્યું, બંને વચ્ચે માત્ર 0.04 પોઈન્ટનો તફાવત.

કેટલાક ખેલાડીઓની કિટ હજુ બાકી હતી અને નાગોયામાં રહેવાની વ્યવસ્થાને લઈને પણ સવાલો ઊભા થયા

Asian Games 2026માં ભારતીય ટેકબોલ ખેલાડી ક્વિન્સી ડિસોઝાએ મહિલા સિંગલ્સની સેમિફાઇનલ સુધી પહોંચીને ઇતિહાસ રચ્યો. 7 વખતની નેશનલ ચેમ્પિયન ક્વિન્સીની 5 મોટી સિદ્ધિઓ, વર્લ્ડ રેન્કિંગ અને બ્રોન્ઝ મેડલની લડત વિશે જાણો.