પડદા પાછળ કોણ કરી રહ્યું છે સર્જરી, ગંભીર-અગરકર?
પુજારાથી લઈને કોહલી સુધી: ચીફ સિલેક્ટર અજિત અગરકરે કેવી રીતે ભારતીય ટીમનું રૂપ બદલ્યું?

પડદા પાછળ કોણ કરી રહ્યું છે સર્જરી

પડદા પાછળ કોણ કરી રહ્યું છે સર્જરી
છેલ્લા એક વર્ષમાં ભારતીય ક્રિકેટ ટીમમાં આવેલા ધરખમ ફેરફારોએ ક્રિકેટ જગતમાં હલચલ મચાવી દીધી છે. ત્રણેય ફોર્મેટમાં કેપ્ટનશીપ બદલાઈ ગઈ છે અને ઘણા નવા ખેલાડીઓએ સ્થાન મેળવ્યું છે. આ ફેરફારો માટે હેડ કોચ ગૌતમ ગંભીર સોશિયલ મીડિયા પર ચાહકોના નિશાના પર છે, પરંતુ પડદા પાછળની વાસ્તવિકતા અલગ છે. જુલાઈ 2023માં ચીફ સિલેક્ટર બન્યા બાદ અજિત અગરકરે ભારતીય ક્રિકેટના ઘણા દિગ્ગજો માટે ટીમના દરવાજા કાયમ માટે બંધ કરી દીધા છે, જેના કારણે એક પછી એક સ્ટાર ખેલાડીઓએ નિવૃત્તિ જાહેર કરવી પડી છે.
ટેસ્ટ દિગ્ગજોનો અંત: પુજારા અને રહાણેનું પતનઅજિત અગરકરે ચાર્જ સંભાળ્યા પછી ફેરફારની પ્રક્રિયા શરૂ કરી, અને તેની શરૂઆત ટેસ્ટ ટીમના મુખ્ય આધારસ્તંભોથી થઈ.

ચેતેશ્વર પુજારા: છેલ્લા એક દાયકામાં ભારતીય ટીમની ટેસ્ટ બેટિંગની કરોડરજ્જુ ગણાતા ચેતેશ્વર પુજારાને 2023 વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ બાદ ટીમમાંથી બહાર કરી દેવાયો. બહાર થયા પછી પુજારાએ ડોમેસ્ટિક અને કાઉન્ટી ક્રિકેટમાં રનનો ઢગલો કર્યો, છતાં સિલેક્શન કમિટીએ તેના માટે દરવાજા ન ખોલ્યા. આખરે, બધી આશાઓ નિષ્ફળ જતાં પુજારાએ તાજેતરમાં સંન્યાસનું એલાન કર્યું.
અજિંક્ય રહાણે: રહાણે પણ ટેસ્ટ ટીમનો આધારસ્તંભ હતો. WTC 2023 ફાઈનલમાં શાનદાર વાપસી છતાં, અગરકરે કમાન સંભાળતા જ વેસ્ટ ઈન્ડિઝ સામેની સિરીઝ બાદ રહાણેને ટીમમાંથી પડતો મૂક્યો. હવે નિયમિત ઘરેલુ ક્રિકેટ રમવા છતાં તેની વાપસીની શક્યતા ઓછી છે, અને તે પણ ગમે ત્યારે નિવૃત્તિ જાહેર કરી શકે છે.
અગરકરના શાસનકાળમાં માત્ર અનુભવી ખેલાડીઓ જ નહીં, પરંતુ ભારતીય ક્રિકેટના મહાન ખેલાડીઓ અને કેપ્ટનો પણ બહાર થયા છે.


વિરાટ કોહલી અને રોહિત શર્મા: ભારતીય ક્રિકેટના સૌથી મોટા બેટ્સમેન ગણાતા વિરાટ કોહલીએ અચાનક ઈન્સ્ટાગ્રામ પોસ્ટ સાથે ટેસ્ટ કારકિર્દીનો અંત લાવ્યો. રોહિત શર્માનું પણ ટેસ્ટમાં ખરાબ પ્રદર્શન બાદ અચાનક નિવૃત્તિ લેવી ચોંકાવનારું હતું. વન-ડે ફોર્મેટમાં પણ અગરકરે રોહિત પાસેથી કેપ્ટનશીપ છીનવી લીધી છે, જે દર્શાવે છે કે આ ફોર્મેટમાં પણ તેનું સ્થાન નિશ્ચિત નથી. ગંભીર અને અગરકરે સ્પષ્ટ સંકેત આપી દીધો કે ટીમ ઈન્ડિયા આ દિગ્ગજો વિના આગળ વધવા તૈયાર છે.
રવિચંદ્રન અશ્વિન: ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન અચાનક રવિચંદ્રન અશ્વિને નિવૃત્તિ જાહેર કરી દીધી હતી. જોકે, ગંભીરે તેને સતત ત્રણ ટેસ્ટમાં તક ન આપી, પરંતુ ન્યૂઝીલેન્ડ સામેની ઘરેલુ સિરીઝમાં હાર બાદ સિલેક્ટર અગરકરે કોઈ ફેરફારનો સંકેત આપ્યો હતો કે કેમ, તે સવાલ હજી યથાવત્ છે.
મોહમ્મદ શમી: છેલ્લા 8-9 વર્ષથી ભારતીય ટીમની સફળતાનો મોટો હિસ્સો રહેલો સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમી હવે દરેક ફોર્મેટની યોજનાઓમાંથી બહાર નજર આવી રહ્યો છે. ચેમ્પિયન્સ ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન બાદ પણ ફિટનેસના નામે ઈંગ્લેન્ડ પ્રવાસ માટે તેની અવગણના કરવામાં આવી, અને હવે ઓસ્ટ્રેલિયાની વન-ડે સિરીઝમાંથી પણ કોઈ કારણ વિના બહાર રખાયો છે. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે અગરકર એન્ડ કંપનીએ શમીનું ભવિષ્ય નક્કી કરી લીધું છે.
નિષ્ણાતો માને છે કે, ગંભીરના કોચ બન્યા પછી ભલે પરિવર્તન ઝડપી બન્યું હોય, પરંતુ અજિત અગરકરે પડદા પાછળ રહીને આ તમામ દિગ્ગજોને ટીમના ભવિષ્યના રોડમેપમાં સામેલ ન કરીને એક નવી અને યુવા ટીમ તૈયાર કરવાનો માર્ગ મોકળો કર્યો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

શ્રીલંકાને 3-0થી હરાવ્યા બાદ ઈંગ્લેન્ડે ભારતને પાછળ છોડી ICC T20I રેન્કિંગમાં નંબર-1 સ્થાન મેળવ્યું, બંને વચ્ચે માત્ર 0.04 પોઈન્ટનો તફાવત.

કેટલાક ખેલાડીઓની કિટ હજુ બાકી હતી અને નાગોયામાં રહેવાની વ્યવસ્થાને લઈને પણ સવાલો ઊભા થયા

Asian Games 2026માં ભારતીય ટેકબોલ ખેલાડી ક્વિન્સી ડિસોઝાએ મહિલા સિંગલ્સની સેમિફાઇનલ સુધી પહોંચીને ઇતિહાસ રચ્યો. 7 વખતની નેશનલ ચેમ્પિયન ક્વિન્સીની 5 મોટી સિદ્ધિઓ, વર્લ્ડ રેન્કિંગ અને બ્રોન્ઝ મેડલની લડત વિશે જાણો.