BCCIની શરત: રોહિત-વિરાટની કારકિર્દી સામે પ્રશ્ન?
વિરાટ અને રોહિતના ફેન્સને મોટો ઝટકો, વર્લ્ડ કપ 2027 રમશે કે નહીં ? BCCIએ રાખી આ શરત
2027 માં વિરાટ અને રોહિતના રમવા પર પ્રશ્નાર્થ
2027 માં વિરાટ અને રોહિતના રમવા પર પ્રશ્નાર્થ
ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ ખેલાડીઓ રોહિત શર્મા અને વિરાટ કોહલીએ T20I બાદ હવે ટેસ્ટ ફોર્મેટમાંથી પણ વિદાય લઈ લીધી છે. હાલમાં, આ બંને ખેલાડીઓ માત્ર વનડે ક્રિકેટમાં જ સક્રિય છે. ફેન્સને આશા હતી કે તેઓ 2027ના વર્લ્ડ કપ સુધી બ્લૂ જર્સીમાં રમતા રહેશે, પરંતુ હાલના સંજોગો કંઈક અલગ જ દિશામાં ઇશારો કરી રહ્યા છે. તાજેતરના અહેવાલો અનુસાર, BCCIએ આ બંને ખેલાડીઓ સામે એક મોટી શરત મૂકી છે.

એક રિપોર્ટ મુજબ, BCCI 2027ના વર્લ્ડ કપ માટે આ બંને દિગ્ગજોની હાજરીને નિશ્ચિત માનતી નથી. આ માટે BCCIએ બંને ખેલાડીઓને વિજય હઝારે ટ્રોફીમાં રમવાની શરત મૂકી છે. આ ટ્રોફી 24 ડિસેમ્બર 2025થી 18 જાન્યુઆરી 2026 સુધી રમાવાની છે. રોહિત અને વિરાટે ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઇનલ બાદ કોઈ આંતરરાષ્ટ્રીય મેચ રમી નથી. હવે તેઓ સીધા 19 ઓક્ટોબરથી ઓસ્ટ્રેલિયા સામેની વનડે સિરીઝમાં જોવા મળશે.

અહેવાલો અનુસાર, જો રોહિત અને વિરાટ BCCIની આ શરત નહીં માને તો ઓસ્ટ્રેલિયા સામેની વનડે સિરીઝ તેમની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની છેલ્લી સિરીઝ બની શકે છે. જોકે, જો બંને ખેલાડીઓ આ શરત સ્વીકારી લે છે, તો તે ચાહકો માટે સારા સમાચાર હશે. આ પછી રોહિત અને વિરાટ દક્ષિણ આફ્રિકા સામે, ત્યારબાદ વિજય હઝારે ટ્રોફી અને જાન્યુઆરી 2026માં ન્યૂઝીલેન્ડ સામેની વનડે સિરીઝમાં પણ રમતા જોવા મળી શકે છે.

BCCIનો આ નિર્ણય ભારતીય ક્રિકેટના ભવિષ્ય માટે એક મહત્ત્વનો મોડ સાબિત થઈ શકે છે. આ જોવાનું રસપ્રદ રહેશે કે આ બે દિગ્ગજ ખેલાડીઓ કયો રસ્તો પસંદ કરે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

જસપ્રીત બુમરાહને ન્યૂઝીલેન્ડ સામેની ODI શ્રેણીમાંથી આરામ મળી શકે છે. ટેસ્ટ પહેલાં India Aની મેચમાં રમવાની સંભાવના અને ટીમ ઈન્ડિયાના વર્કલોડ મેનેજમેન્ટ પ્લાન વિશે જાણો.

ન્યૂઝીલેન્ડ સામેની ODI શ્રેણી પહેલાં ટીમ ઈન્ડિયાની પસંદગીને લઈને BCCIની ચિંતા વધી છે. પ્રસિદ્ધ કૃષ્ણા, હર્ષિત રાણા અને રિષભ પંતની ફિટનેસ પર નજર રાખવામાં આવી રહી છે. જાણો ભારતની વન-ડે ટીમની જાહેરાત, ખેલાડીઓની ઈજા અને ન્યૂઝીલેન્ડ પ્રવાસ અંગેનું મહત્ત્વનું અપડેટ.

ICC Awardsમાં ભારતનો ડબલ ધમાકો! શુભમન ગિલે 223 રનની ઐતિહાસિક ઇનિંગ્સ રમી, તો શેફાલી વર્માએ 49 બોલમાં સદી ફટકારી!