ભારતમાં રમવા બાબતે બાંગ્લાદેશનો નનૈયો
સુરક્ષાના બહાને વર્લ્ડ કપમાંથી હટવાનો બાંગ્લાદેશનો નિર્ણય; ICC અને BCCI લઈ શકે છે કડક પગલા

ICCએ ભારતમાં રમવાની શરત મૂકી

ICCએ ભારતમાં રમવાની શરત મૂકી
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ જગતમાં અત્યારે ભારે અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો છે. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) દ્વારા ભારતમાં યોજાનારા T20 વર્લ્ડ કપમાં રમવાનો સત્તાવાર ઇનકાર કરી દેવામાં આવ્યો છે. આ નિર્ણય માત્ર રમતગમત પૂરતો સીમિત ન રહેતા હવે રાજદ્વારી અને આર્થિક સ્તરે મોટા વિવાદનું કારણ બન્યો છે.
બાંગ્લાદેશના રમતગમત સલાહકાર આસિફ નઝરુલે રાષ્ટ્રીય ટીમના ખેલાડીઓ સાથે લાંબી મિટિંગ કર્યા બાદ આ ચોંકાવનારો નિર્ણય જાહેર કર્યો છે. તેમણે જણાવ્યું કે, "અમે વર્લ્ડ કપ રમવા માટે ઉત્સુક છીએ, પરંતુ ભારતમાં અમારા ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફની સુરક્ષાને લઈને અમારી ચિંતા યથાવત છે." બીજી તરફ BCBના પ્રેસિડેન્ટ અમીનુલ ઇસ્લામ બુલબુલે પણ આ સુરક્ષાના મુદ્દાને પકડી રાખતા જણાવ્યું કે તેઓ ICC સાથે ફરી વાત કરશે. જોકે, જાણકારોનું માનવું છે કે આ નિર્ણય પાછળ સુરક્ષા કરતા રાજકીય કારણો વધુ જવાબદાર હોઈ શકે છે.
ICC નું કડક વલણ અને મતદાનમાં હારગઈકાલે ૨૧ જાન્યુઆરીએ મળેલી ICC બોર્ડની બેઠકમાં બાંગ્લાદેશને મોટો ઝટકો લાગ્યો હતો. બાંગ્લાદેશે પોતાની મેચો ભારતને બદલે શ્રીલંકામાં યોજવાની માંગ કરી હતી, જેને ICC એ સ્પષ્ટપણે ફગાવી દીધી છે. મહત્વની વાત એ છે કે આ મુદ્દે થયેલા મતદાનમાં ૧૬ દેશોમાંથી ૧૪ દેશોએ બાંગ્લાદેશ વિરુદ્ધ મતદાન કર્યું હતું. બાંગ્લાદેશને માત્ર પાકિસ્તાનનું જ સમર્થન મળ્યું હતું, જેનાથી સાબિત થાય છે કે વિશ્વ ક્રિકેટમાં બાંગ્લાદેશ અત્યારે એકલું પડી ગયું છે.
આ નિર્ણયથી બાંગ્લાદેશને થનારા સંભવિત નુકસાન૧. વર્લ્ડ કપમાંથી બહાર ફેંકાશે: ICC એ વેન્યુ બદલવાની ના પાડી દીધી હોવાથી અને બાંગ્લાદેશે રમવાનો ઇનકાર કર્યો હોવાથી, હવે તે સત્તાવાર રીતે T20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ જશે. તેમના સ્થાને સ્કોટલેન્ડ જેવી અન્ય ક્વોલિફાઈંગ ટીમને તક મળી શકે છે.
૨. BCCI સાથેના સંબંધોમાં ખટાશ: ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) પણ હવે બાંગ્લાદેશ સાથેની તમામ દ્વિપક્ષીય શ્રેણીઓ રદ કરી શકે છે. વિશ્વમાં સૌથી વધુ કમાણી ભારત સાથે રમવાથી થાય છે, જે રસ્તો હવે બાંગ્લાદેશ માટે બંધ થઈ શકે છે.
૩. IPL અને ગ્લોબલ લીગમાં પ્રતિબંધ: ભારતીય ફ્રેન્ચાઇઝીઓ (જેમ કે મુંબઈ ઈન્ડિયન્સ, KKR) માત્ર IPL માં જ નહીં પણ સાઉથ આફ્રિકા, UAE અને વેસ્ટ ઈન્ડિઝની લીગમાં પણ ટીમો ધરાવે છે. આ વિવાદ બાદ બાંગ્લાદેશી ખેલાડીઓને આ તમામ લીગમાંથી બહારનો રસ્તો બતાવવામાં આવી શકે છે.
૪. આર્થિક ફટકો અને સ્પોન્સરશિપ: બાંગ્લાદેશી ક્રિકેટરોની મોટી કમાણી ભારતીય બેટ કંપનીઓ અને બ્રાન્ડ્સ પાસેથી આવે છે. વર્તમાન વિવાદના કારણે પહેલેથી જ બે મોટા ખેલાડીઓના કોન્ટ્રેક્ટ હોલ્ડ પર મુકાયા છે, જે હવે કાયમી ધોરણે રદ થઈ શકે છે.
પાકિસ્તાનનો દૂધમલિયો પ્રતિસાદબાંગ્લાદેશને આશા હતી કે પાકિસ્તાન પણ તેની સાથે વર્લ્ડ કપનો બહિષ્કાર કરશે. જોકે, પાકિસ્તાની બોર્ડે (PCB) મીટિંગમાં બાંગ્લાદેશને સમર્થન તો આપ્યું, પરંતુ ટુર્નામેન્ટમાંથી હટવાની કોઈ વાત કરી નથી. પાકિસ્તાને માત્ર એટલું જ કહ્યું છે કે તેઓ તેમના નિર્ણય પર 'પુનર્વિચાર' કરી શકે છે, જેનો અર્થ છે કે તેઓ પોતે જોખમ લેવા તૈયાર નથી.
બાંગ્લાદેશના આ હઠાગ્રહને કારણે તેમનું ક્રિકેટ ભવિષ્ય હવે અંધકારમય દેખાઈ રહ્યું છે. જો તેઓ ૨૧ જાન્યુઆરીની અંતિમ ચેતવણી બાદ પણ નહીં માને, તો આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ તેમના પર લાંબા ગાળાનો પ્રતિબંધ પણ મૂકી શકે છે.

કોલંબો ટેસ્ટમાં યશસ્વી જયસ્વાલ-અસિતા ફર્નાન્ડો વિવાદ બાદ હર્ષા ભોગલેને જયસ્વાલનો જવાબ, હવે ICC કાર્યવાહી પર નજર.

કોલંબો ટેસ્ટમાં ભારત 1-0ની લીડ સાથે શ્રીલંકા સામે 2-0થી ક્લીન સ્વીપના ઈરાદે ઉતરશે. શુભમન ગિલના 3,000 ટેસ્ટ રન અને પ્લેઇંગ-11 પર નજર રહેશે.

કોચે આપ્યો મોટો સંકેત