બાંગ્લાદેશમાં IPLનાં પ્રસારણ પર રોક, સંબંધોમાં ખટા
મુસ્તફિઝુર રહેમાનને KKRમાંથી બહાર કરાતા બાંગ્લાદેશ સરકાર લાલઘૂમ; ટીવી પ્રસારણ પર રોક

મુસ્તફિઝુરને કાઢવા પર વધ્યો વિરોધ

મુસ્તફિઝુરને કાઢવા પર વધ્યો વિરોધ
બાંગ્લાદેશ અને ભારતના સંબંધોમાં આવેલી તિરાડ હવે રમતગમતના મેદાનને ખરાબ રીતે અસર કરી રહી છે. બાંગ્લાદેશમાં લઘુમતીઓ પર થતી હિંસા અને તેના પ્રત્યાઘાત રૂપે ભારતમાં વધેલા વિરોધ પ્રદર્શનોએ હવે ક્રિકેટના આર્થિક અને સામાજિક પાયા હચમચાવી દીધા છે. બાંગ્લાદેશે પહેલા ટી20 વર્લ્ડકપમાંથી પીછેહઠ કરી અને હવે આઈપીએલ પર પ્રતિબંધ લાદીને પાકિસ્તાન જેવી જ કટ્ટર નીતિ અપનાવી છે.
ક્રિકેટના મેદાન પર રાજકીય યુદ્ધબાંગ્લાદેશ અને ભારત વચ્ચેના ક્રિકેટ સંબંધો અત્યારે ઈતિહાસના સૌથી નીચલા સ્તરે પહોંચી ગયા છે. પાકિસ્તાન જે રીતે વર્ષોથી ભારતનો વિરોધ કરીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એકલું પડી ગયું છે, તે જ રાહ પર હવે બાંગ્લાદેશ પણ ચાલવા લાગ્યું છે. વર્ષ 2026ની શરૂઆતમાં જ બાંગ્લાદેશે જાહેરાત કરી હતી કે તેમની ટીમ ભારતમાં યોજાનાર આઈસીસી ટી20 વર્લ્ડકપમાં ભાગ લેશે નહીં. આ વિવાદ હજુ શાંત પડ્યો નહોતો ત્યાં જ બાંગ્લાદેશ સરકારે ભારતની લોકપ્રિય 'ઈન્ડિયન પ્રીમિયર લીગ' (IPL) ના પ્રસારણ પર સમગ્ર દેશમાં પ્રતિબંધ લાદી દીધો છે.
મુસ્તફિઝુર રહેમાન અને KKRનો વિવાદઆ સમગ્ર વિવાદના મૂળમાં બાંગ્લાદેશી ફાસ્ટ બોલર મુસ્તફિઝુર રહેમાન છે. આઈપીએલ 2026ની સીઝન માટે કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) એ મુસ્તફિઝુર રહેમાનને પોતાની ટીમમાંથી રીલીઝ (કાઢી મૂકવાનો) કરવાનો નિર્ણય લીધો હતો. બાંગ્લાદેશ સરકારનો દાવો છે કે આ નિર્ણય ખેલાડીના પ્રદર્શનના આધારે નહીં, પરંતુ રાજકીય દબાણ હેઠળ લેવામાં આવ્યો છે.
બાંગ્લાદેશના રમત-ગમત મંત્રાલયે સત્તાવાર નિવેદન આપતા જણાવ્યું કે, "અમારા સ્ટાર ખેલાડી મુસ્તફિઝુરને ટીમમાંથી કાઢી મૂકવાનો નિર્ણય અપમાનજનક છે. ભારતની આક્રમક નીતિઓના જવાબમાં અમે આગામી આદેશ સુધી બાંગ્લાદેશમાં IPLની મેચો અને તેને લગતા તમામ કાર્યક્રમોના પ્રસારણ પર તાત્કાલિક અસરથી રોક લગાવીએ છીએ."
BCCI અને ભારતીય ચાહકોનો વિરોધઆ વિવાદ પાછળનું મુખ્ય કારણ બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ થઈ રહેલી હિંસા છે. બાંગ્લાદેશમાં લઘુમતીઓ પર થતા હુમલાઓના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ ભારતીય ક્રિકેટ ચાહકોમાં બાંગ્લાદેશી ખેલાડીઓ પ્રત્યે ભારે રોષ હતો. ફેન્સ સતત માંગ કરી રહ્યા હતા કે જે દેશમાં ભારતીય સંસ્કૃતિ અને હિન્દુઓનું સન્માન નથી, તે દેશના ખેલાડીઓ ભારતની પ્રીમિયર લીગમાં રમીને કરોડો રૂપિયા કમાઈ શકે નહીં.
ચાહકોના આ આક્રોશ અને સુરક્ષાના કારણોને ધ્યાનમાં રાખીને, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ તમામ ફ્રેન્ચાઈઝીઓ, ખાસ કરીને કોલકાતા નાઇટ રાઇડર્સને બાંગ્લાદેશી ખેલાડીઓ સાથેના કરાર પર વિચાર કરવા સૂચન કર્યું હતું. જે અંતર્ગત KKR એ મુસ્તફિઝુરને રીલીઝ કર્યો હતો. આ ઘટનાએ બાંગ્લાદેશ સરકારના અહંકારને ઠેસ પહોંચાડી છે.
આર્થિક અને વ્યાવસાયિક નુકસાનબાંગ્લાદેશમાં આઈપીએલનું પ્રસારણ બંધ થવાથી બ્રોડકાસ્ટર્સને મોટું આર્થિક નુકસાન થઈ શકે છે, કારણ કે બાંગ્લાદેશમાં ક્રિકેટની મોટી વ્યુઅરશિપ છે. જોકે, નિષ્ણાતોનું માનવું છે કે આનાથી ભારતને કોઈ ખાસ ફેર પડશે નહીં, પરંતુ બાંગ્લાદેશી ક્રિકેટરો માટે આઈપીએલના દરવાજા કાયમ માટે બંધ થઈ શકે છે. સાકિબ અલ હસન અને મુસ્તફિઝુર જેવા ખેલાડીઓ જે ભારતમાંથી મોટી કમાણી કરતા હતા, તેમના કરિયર પર હવે જોખમ છે.
ભવિષ્યના સંકેતોબાંગ્લાદેશની આ નીતિ તેને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં અલગ-થલગ કરી શકે છે. એશિયા કપ અને અન્ય ટુર્નામેન્ટોમાં પણ હવે ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના મુકાબલાઓ પર અનિશ્ચિતતાના વાદળો છવાયા છે. જો બાંગ્લાદેશ તેની કટ્ટરતા છોડીને લઘુમતીઓની સુરક્ષા પર ધ્યાન નહીં આપે, તો આગામી સમયમાં રમતગમત સિવાયના ક્ષેત્રોમાં પણ ભારતના કડક વલણનો સામનો કરવો પડશે.
રમતગમત હંમેશા શાંતિનો સંદેશ આપે છે, પરંતુ જ્યારે રાષ્ટ્રીય સુરક્ષા અને માનવ અધિકારોની વાત આવે છે, ત્યારે રમત ગૌણ બની જાય છે. બાંગ્લાદેશ દ્વારા આઈપીએલ પરનો પ્રતિબંધ એ તેની નબળાઈ અને હતાશા દર્શાવે છે. હવે જોવાનું એ રહેશે કે બીસીસીઆઈ આ મામલે આંતરરાષ્ટ્રીય સ્તરે કેવો વળતો પ્રહાર કરે છે.

કોલંબો ટેસ્ટમાં યશસ્વી જયસ્વાલ-અસિતા ફર્નાન્ડો વિવાદ બાદ હર્ષા ભોગલેને જયસ્વાલનો જવાબ, હવે ICC કાર્યવાહી પર નજર.

કોલંબો ટેસ્ટમાં ભારત 1-0ની લીડ સાથે શ્રીલંકા સામે 2-0થી ક્લીન સ્વીપના ઈરાદે ઉતરશે. શુભમન ગિલના 3,000 ટેસ્ટ રન અને પ્લેઇંગ-11 પર નજર રહેશે.

કોચે આપ્યો મોટો સંકેત