બેડમિન્ટન સ્ટાર્સ સાયના નેહવાલ અને પારૂપલ્લી કશ્યપના છૂટાછેડા
7 વર્ષનાં લગ્ન જીવનનો અંત આવ્યો, કહ્યું- ઘણું વિચાર્યા પછી અમે આ નિર્ણય લીધો

6 વર્ષના લગ્નજીવનનો અંત

6 વર્ષના લગ્નજીવનનો અંત
ભારતીય બેડમિન્ટન જગતના જાણીતા શટલર સાયના નેહવાલ અને તેના પતિ, બેડમિન્ટન ખેલાડી પારુપલ્લી કશ્યપ (પી. કશ્યપ), રવિવારે મોડી રાત્રે અલગ થયા હોવાની જાહેરાત કરી હતી. સાયનાએ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી દ્વારા આ માહિતી આપતા લખ્યું હતું, "ઘણા વિચાર કર્યા પછી, કશ્યપ અને મેં અલગ થવાનો નિર્ણય લીધો છે."
સાયનાએ વધુમાં જણાવ્યું હતું કે, "જીવન ક્યારેક આપણને અલગ અલગ દિશામાં લઈ જાય છે. અમે એકબીજા માટે શાંતિ અને ઉન્નતિ પસંદ કરી રહ્યા છીએ. હું તેની સાથેની બધી યાદો માટે આભારી છું અને ભવિષ્ય માટે તેને શુભકામનાઓ પાઠવું છું. અમને સમજવા અને આદર આપવા બદલ આભાર."
2005 થી સંબંધ, 2018 માં લગ્નસાયના નેહવાલ અને કશ્યપ પારુપલ્લીની ઓળખાણ 2005 થી હતી અને તેઓ 2007 થી રિલેશનશિપમાં હતા. કારકિર્દીના શરૂઆતના દિવસોમાં બંને હૈદરાબાદની પુલેલા ગોપીચંદ એકેડેમીમાં સાથે તાલીમ લેતા હતા. આ લાંબા સંબંધ પછી, સાયના નેહવાલે 14 ડિસેમ્બર, 2018 ના રોજ કશ્યપ પારુપલ્લી સાથે લવ મેરેજ કર્યા હતા.
લગ્ન અને રિસેપ્શનસાયના અને પી. કશ્યપે હૈદરાબાદ સ્થિત તેમના ઘરે સાદાઈથી લગ્ન કર્યા હતા, જેમાં માત્ર પરિવાર અને નજીકના મિત્રો જ હાજર રહ્યા હતા. ત્યાર બાદ, 16 ડિસેમ્બર, 2018 ના રોજ હૈદરાબાદની નોવોટેલ હોટેલમાં ભવ્ય રિસેપ્શન પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ હાઈ-પ્રોફાઈલ પાર્ટીમાં ખેલ જગતના વી. ચામુંડેશ્વરીનાથ, કિદાંબી શ્રીકાંત, જ્વાલા ગુટ્ટા, અશ્વિની પોનપ્પા, સુધીર બાબુ જેવા દિગ્ગજો તેમજ સિનેમા ઇન્ડસ્ટ્રીના નાગાર્જુન અને રકુલ પ્રીત સહિત અનેક ચર્ચિત ચહેરાઓ ઉપસ્થિત રહ્યા હતા.
સાયનાએ ફેશન ડિઝાઇનર સબ્યસાચી મુખર્જી દ્વારા ડિઝાઇન કરાયેલ વાદળી મખમલનો લેંઘો પહેર્યો હતો, જ્યારે કશ્યપે હાથથી ભરતકામ કરેલી સિલ્ક વાદળી શેરવાની પહેરી હતી. સબ્યસાચીએ એક ટ્વીટમાં આ કપડાંની વિગતો પણ શેર કરી હતી.
સાયના નેહવાલની સિદ્ધિઓહરિયાણાની વતની સાયના નેહવાલ ઓલિમ્પિક મેડલ જીતનાર પ્રથમ ભારતીય બેડમિન્ટન ખેલાડી છે. તેણે લંડન ઓલિમ્પિક-2012 માં ભારત માટે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. 2015 માં તે મહિલા સિંગલ્સ રેન્કિંગમાં વિશ્વની નંબર-1 ખેલાડી હતી અને બેડમિન્ટનમાં વિશ્વ નંબર-1 રેન્ક પ્રાપ્ત કરનારી એકમાત્ર મહિલા ભારતીય ખેલાડી છે.
સાયનાએ 3 ઓલિમ્પિક રમતોમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે અને 2010 તથા 2018 કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યા હતા. 2008 માં તેણે બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન (BWF) વર્લ્ડ જુનિયર ચેમ્પિયનશિપ જીતીને ધ્યાન ખેંચ્યું હતું. તે જ વર્ષે તેણે પ્રથમ વખત ઓલિમ્પિકમાં ભાગ લીધો અને ઓલિમ્પિક ક્વાર્ટર ફાઇનલમાં પહોંચનારી પ્રથમ ભારતીય મહિલા બની. તેણે હોંગકોંગની તત્કાલીન વિશ્વ નંબર-5 વાંગ ચેનને હરાવી, પરંતુ ઇન્ડોનેશિયાની મારિયા ક્રિસ્ટિન યુલિયાન્ટી સામે હારી ગઈ. 2009 માં સાયના BWF સુપર સિરીઝ ઇવેન્ટ જીતનાર પ્રથમ ભારતીય બની. સાયનાને 2009 માં અર્જુન એવોર્ડ અને 2010 માં રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડથી નવાજવામાં આવી હતી.
પારુપલ્લી કશ્યપની સિદ્ધિઓતેલંગાણાના હૈદરાબાદના વતની પારુપલ્લી કશ્યપે 2014 કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. 32 વર્ષમાં કોઈ ભારતીય બેડમિન્ટન ખેલાડી દ્વારા કોમનવેલ્થ ગેમ્સમાં આ પહેલો મેડલ હતો.
કશ્યપ ભૂતપૂર્વ ઓલ-ઇંગ્લેન્ડ ચેમ્પિયન પ્રકાશ પાદુકોણ અને પુલેલા ગોપીચંદ બંનેના વિદ્યાર્થી રહી ચૂક્યા છે. તે 2012 માં ઓલિમ્પિકના ક્વાર્ટર ફાઇનલમાં પહોંચનાર પ્રથમ ભારતીય પુરુષ બેડમિન્ટન ખેલાડી પણ છે. 2013 માં, કશ્યપ વિશ્વ રેન્કિંગમાં છઠ્ઠા ક્રમે હતો, જે તેની કારકિર્દીનો સર્વોચ્ચ ક્રમ હતો. જોકે, વારંવાર થતી ઇજાઓને કારણે, તે લાંબા સમય સુધી આ સ્થાન પર ટકી શક્યો નહીં.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

શ્રીલંકાને 3-0થી હરાવ્યા બાદ ઈંગ્લેન્ડે ભારતને પાછળ છોડી ICC T20I રેન્કિંગમાં નંબર-1 સ્થાન મેળવ્યું, બંને વચ્ચે માત્ર 0.04 પોઈન્ટનો તફાવત.

કેટલાક ખેલાડીઓની કિટ હજુ બાકી હતી અને નાગોયામાં રહેવાની વ્યવસ્થાને લઈને પણ સવાલો ઊભા થયા

Asian Games 2026માં ભારતીય ટેકબોલ ખેલાડી ક્વિન્સી ડિસોઝાએ મહિલા સિંગલ્સની સેમિફાઇનલ સુધી પહોંચીને ઇતિહાસ રચ્યો. 7 વખતની નેશનલ ચેમ્પિયન ક્વિન્સીની 5 મોટી સિદ્ધિઓ, વર્લ્ડ રેન્કિંગ અને બ્રોન્ઝ મેડલની લડત વિશે જાણો.