ઓસ્ટ્રેલિયાની જીત, ઓમાનનો શરમજનક રેકોર્ડ
ટી-20 વર્લ્ડ કપમાં ઓમાનનો કંગાળ દેખાવ: ઓસ્ટ્રેલિયાએ 9 વિકેટે હરાવ્યું

ઓસ્ટ્રેલિયા વિ ઓમાન વર્લ્ડ કપ 2026

ઓસ્ટ્રેલિયા વિ ઓમાન વર્લ્ડ કપ 2026
ટી-20 વર્લ્ડ કપ 2026ના ગ્રુપ સ્ટેજની અંતિમ મેચોમાં ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યા છે. મિચેલ માર્શની આગેવાની હેઠળની ઓસ્ટ્રેલિયન ટીમે તેની છેલ્લી લીગ મેચમાં ઓમાનને 9 વિકેટે હરાવીને ટૂર્નામેન્ટમાં સન્માનજનક વિદાય લીધી છે. બીજી તરફ, ઓમાનની ટીમ આ એડિશનમાં એક પણ મેચ જીત્યા વગર ખાલી હાથે ઘરે પરત ફરી છે.
ઓમાનના નામે નોંધાયો વણજોઈતો રેકોર્ડ :
આ વર્લ્ડ કપમાં ઓમાનનું પ્રદર્શન અત્યંત નિરાશાજનક રહ્યું છે. ટીમે રમેલી ચારેય મેચોમાં હારનો સામનો કરવો પડ્યો છે. ઓસ્ટ્રેલિયા પહેલા ઝિમ્બાબ્વે, શ્રીલંકા અને આયર્લેન્ડે પણ ઓમાનને પરાજય આપ્યો હતો. આ હાર સાથે ઓમાન હવે ટી-20 વર્લ્ડ કપના ઇતિહાસમાં સંયુક્ત રીતે સૌથી વધુ મેચ હારનારી ટીમ બની ગઈ છે. આ મામલે ઓમાને બાંગ્લાદેશના નકારાત્મક વિશ્વ રેકોર્ડની બરાબરી કરી લીધી છે.
મેચનો અહેવાલ: ઓસ્ટ્રેલિયાનું પ્રભુત્વ :
ઓસ્ટ્રેલિયા આ ટૂર્નામેન્ટમાં ઝિમ્બાબ્વે અને શ્રીલંકા સામે અણધારી હારને કારણે ગ્રુપ સ્ટેજમાંથી જ બહાર થઈ ગયું હતું. જોકે, ઓમાન સામેની છેલ્લી મેચમાં કાંગારૂ ટીમે પોતાની શક્તિનું પ્રદર્શન કર્યું હતું. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઓમાનની ટીમને ઓસ્ટ્રેલિયન બોલરોએ ટકવા દીધી નહોતી. લેગ સ્પિનર એડમ ઝમ્પાએ તરખાટ મચાવતા માત્ર 21 રન આપીને 4 મહત્વની વિકેટો ઝડપી હતી. જેવિયર બાર્ટલેટ અને ગ્લેન મેક્સવેલે પણ 2-2 વિકેટ મેળવી ઓમાનને 16.2 ઓવરમાં માત્ર 104 રન પર ઓલઆઉટ કરી દીધું હતું.
મિચેલ માર્શની આક્રમક બેટિંગ :
105 રનના સરળ લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયન ટીમે વિસ્ફોટક શરૂઆત કરી હતી. કેપ્ટન મિચેલ માર્શે માત્ર 33 બોલમાં 7 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી અણનમ 64 રન બનાવ્યા હતા. તેને ઓપનર ટ્રેવિસ હેડનો સાથ મળ્યો હતો, જેણે 19 બોલમાં 32 રન ફટકાર્યા હતા. બંને વચ્ચે 93 રનની મજબૂત ભાગીદારી થઈ હતી. ઓસ્ટ્રેલિયાએ માત્ર 9.4 ઓવરમાં લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો, જે 100થી વધુ રનના લક્ષ્યાંકનો પીછો કરતા આ ટૂર્નામેન્ટના ઇતિહાસમાં સૌથી ઝડપી જીત છે.
ઓમાનનો વર્લ્ડ કપ ઇતિહાસ :
ઓમાનની ટીમે 2016માં પ્રથમ વખત વર્લ્ડ કપ માટે ક્વોલિફાય કર્યું હતું અને ત્યારે 3માંથી 1 મેચ જીતી હતી. 2021માં પણ ઝીશાન મકસૂદની આગેવાનીમાં ટીમે એક જીત મેળવી હતી. જોકે, 2024 અને હવે 2026ના વર્લ્ડ કપમાં ટીમ એક પણ મેચ જીતવામાં નિષ્ફળ રહી છે અને ગ્રુપ Bમાં સૌથી નીચેના સ્થાને રહી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

સુચિકા તારિયાલની સેમિફાઇનલમાં એવું શું થયું કે મેચ ડ્રો જાહેર થયા બાદ પણ તે ફાઇનલમાં ન પહોંચી?

ભારતીય મહિલા A ટીમે ઓસ્ટ્રેલિયા Aને 4 વિકેટે હરાવી ODI શ્રેણીમાં 1-0ની લીડ મેળવી. તેજલ હસબનીસે 81 અને અનુષ્કા શર્માએ 55 રન બનાવ્યા, જ્યારે બંને વચ્ચે 126 રનની ભાગીદારીએ ભારતની જીતનો પાયો નાખ્યો.

શ્રીલંકાને 3-0થી હરાવ્યા બાદ ઈંગ્લેન્ડે ભારતને પાછળ છોડી ICC T20I રેન્કિંગમાં નંબર-1 સ્થાન મેળવ્યું, બંને વચ્ચે માત્ર 0.04 પોઈન્ટનો તફાવત.