AUS 236 રનમાં ઓલઆઉટ; INDનો 'ટોસ હાર' રેકોર્ડ યથાવત
હર્ષિત રાણાની 4 વિકેટ, ટીમ ઈન્ડિયાએ સતત 18મી વનડેમાં ટોસ હારનો સિલસિલો બરકારક રાખ્યો

ઓસ્ટ્રેલિયા 236 રનમાં ઓલઆઉટ

ઓસ્ટ્રેલિયા 236 રનમાં ઓલઆઉટ
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચોની વનડે શ્રેણીની અંતિમ અને ત્રીજી મેચ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ (SCG) ખાતે રમાઈ રહી છે. આ મેચમાં ઓસ્ટ્રેલિયાના કેપ્ટન મિશેલ માર્શે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જોકે, આ ટોસ હારની સાથે જ ભારતીય ટીમના નામે એક નિરાશાજનક રેકોર્ડ પણ જોડાઈ ગયો છે – ટીમ ઈન્ડિયા સતત ૧૮મી વનડે મેચમાં ટોસ હારી છે, જેનો સિલસિલો ૨૦૨૩ના વર્લ્ડ કપ ફાઈનલથી શરૂ થયો હતો.
બોલરોનો દમ: ઓસ્ટ્રેલિયા 236 રનમાં ઓલઆઉટ
ઓસ્ટ્રેલિયાની ટીમ મિશેલ માર્શ અને ટ્રેવિસ હેડની મજબૂત શરૂઆત (૪ ઓવરમાં ૨૨ રન, વિના વિકેટે) બાદ ભારતીય બોલરોના આક્રમણ સામે ઝૂકી ગઈ હતી. ખાસ કરીને યુવા ફાસ્ટ બોલર હર્ષિત રાણાએ શાનદાર પ્રદર્શન કર્યું હતું અને કુલ ૪ વિકેટો ઝડપી હતી. રાણાએ સેટ બેટર એલેક્સ કેરીને શ્રેયસ અય્યરના હાથમાં ઝીલાવીને ભારતને ચોથી સફળતા અપાવી હતી, જ્યારે બાદમાં તેણે ત્રીજી અને અંતિમ વિકેટો પણ ઝડપી.
ભારત માટે સ્પિનરો પણ અસરકારક સાબિત થયા હતા. અક્ષર પટેલ બાદ વોશિંગ્ટન સુંદરે મેથ્યૂ શોર્ટને ૩૦ રને કોહલીના હાથે કેચ કરાવી ઓસ્ટ્રેલિયાને ઝટકો આપ્યો હતો. સુંદરે બાદમાં મજબૂત બેટિંગ કરી રહેલા મેટ રેનશોને ૫૬ રનના વ્યક્તિગત સ્કોર પર એલબીડબ્લ્યૂ આઉટ કરીને ઓસ્ટ્રેલિયાનો સ્કોર ૧૯૫ પર પહોંચાડ્યો હતો. કુલદીપ યાદવે પણ મિશેલ સ્ટાર્કને બોલ્ડ કરીને ઓસ્ટ્રેલિયાની સાતમી વિકેટ ઝડપી હતી. પ્રસિદ્ધ કૃષ્ણાએ પણ એક વિકેટ ઝડપી હતી. અંતે, ઓસ્ટ્રેલિયાની ટીમ ૨૩૬ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
ટીમ ઈન્ડિયામાં ફેરફાર અને નીતીશ રેડ્ડીની ઈજા:
આજની મેચ માટે ભારતીય પ્લેઇંગ ઇલેવનમાં બે મોટા ફેરફાર કરવામાં આવ્યા હતા. કુલદીપ યાદવ અને પ્રસિદ્ધ કૃષ્ણાને ટીમમાં સ્થાન મળ્યું હતું, જ્યારે અર્શદીપ સિંહ અને ઓલરાઉન્ડર નીતીશ કુમાર રેડ્ડીને બહાર રાખવામાં આવ્યા હતા. BCCIએ સ્પષ્ટતા કરી છે કે નીતીશ રેડ્ડીને ખરાબ ફોર્મને કારણે નહીં, પરંતુ એડિલેડમાં રમાયેલી બીજી વનડે દરમિયાન ડાબા પગની જાંઘમાં ઈજા થવાને કારણે બહાર બેસવું પડ્યું છે. વનડે શ્રેણી બાદ શરૂ થનારી ૫ મેચોની T20I શ્રેણી માટે નીતીશ ફિટ થશે કે કેમ, તે અંગે ટીમ ઈન્ડિયા ચિંતિત છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

શ્રીલંકાને 3-0થી હરાવ્યા બાદ ઈંગ્લેન્ડે ભારતને પાછળ છોડી ICC T20I રેન્કિંગમાં નંબર-1 સ્થાન મેળવ્યું, બંને વચ્ચે માત્ર 0.04 પોઈન્ટનો તફાવત.

કેટલાક ખેલાડીઓની કિટ હજુ બાકી હતી અને નાગોયામાં રહેવાની વ્યવસ્થાને લઈને પણ સવાલો ઊભા થયા

Asian Games 2026માં ભારતીય ટેકબોલ ખેલાડી ક્વિન્સી ડિસોઝાએ મહિલા સિંગલ્સની સેમિફાઇનલ સુધી પહોંચીને ઇતિહાસ રચ્યો. 7 વખતની નેશનલ ચેમ્પિયન ક્વિન્સીની 5 મોટી સિદ્ધિઓ, વર્લ્ડ રેન્કિંગ અને બ્રોન્ઝ મેડલની લડત વિશે જાણો.