UAEમાં 9 થી 28 સપ્ટેમ્બર એશિયા કપ 2025નું આયોજન
એશિયા કપ 2025 ની સત્તાવાર જાહેરાત કરવામાં આવી આ તારીખે થશે ભારત પાકિસ્તાન આમને સામને

આખરે ક્રિકેટ રશીકોની આતુરતાનો આવ્યો અંત, તારીખ જાહેર

આખરે ક્રિકેટ રશીકોની આતુરતાનો આવ્યો અંત, તારીખ જાહેર
દુબઈ: એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)ના પ્રમુખ મોહસીન નકવીએ આગામી એશિયા કપ 2025 ની તારીખોની સત્તાવાર જાહેરાત કરી છે. આ પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટ 9 થી 28 સપ્ટેમ્બર દરમિયાન સંયુક્ત આરબ અમીરાત (UAE) માં યોજાશે.

આ જાહેરાત સાથે જ ક્રિકેટ ચાહકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે, કારણ કે આ ટુર્નામેન્ટમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે પણ મેચ રમાશે. હાલની માહિતી મુજબ, ભારત અને પાકિસ્તાન વચ્ચેની આ હાઈ-વોલ્ટેજ મેચ 14 સપ્ટેમ્બર ના રોજ રમાય તેવી સંભાવના છે, જોકે સમગ્ર કાર્યક્રમની સત્તાવાર જાહેરાત હજુ બાકી છે.

નોંધનીય છે કે, ભારત અને પાકિસ્તાન આ વખતે એશિયા કપમાં એક જ ગ્રુપમાં છે, જે મેચોને વધુ રોમાંચક બનાવશે. આ વખતે એશિયા કપ T20 ફોર્મેટમાં રમાવાનો છે, જે ઝડપી અને આક્રમક ક્રિકેટની ખાતરી આપે છે. UAE માં આયોજન થતા, બંને દેશોના ચાહકો માટે મેચો નિહાળવી વધુ સરળ બનશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

શ્રીલંકાને 3-0થી હરાવ્યા બાદ ઈંગ્લેન્ડે ભારતને પાછળ છોડી ICC T20I રેન્કિંગમાં નંબર-1 સ્થાન મેળવ્યું, બંને વચ્ચે માત્ર 0.04 પોઈન્ટનો તફાવત.

કેટલાક ખેલાડીઓની કિટ હજુ બાકી હતી અને નાગોયામાં રહેવાની વ્યવસ્થાને લઈને પણ સવાલો ઊભા થયા

Asian Games 2026માં ભારતીય ટેકબોલ ખેલાડી ક્વિન્સી ડિસોઝાએ મહિલા સિંગલ્સની સેમિફાઇનલ સુધી પહોંચીને ઇતિહાસ રચ્યો. 7 વખતની નેશનલ ચેમ્પિયન ક્વિન્સીની 5 મોટી સિદ્ધિઓ, વર્લ્ડ રેન્કિંગ અને બ્રોન્ઝ મેડલની લડત વિશે જાણો.