એશિઝ: મેલબોર્ન ટેસ્ટમાં પિચ વિવાદ અને નુકસાન
બે દિવસમાં મેચ પૂર્ણ થતા ક્રિકેટ ઓસ્ટ્રેલિયાને 96 કરોડનો ફટકો; ICC આપી શકે છે ડિમેરિટ પોઈન

129 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો

129 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો
ક્રિકેટના ઈતિહાસમાં એક અત્યંત દુર્લભ અને નકારાત્મક રેકોર્ડ નોંધાયો છે. 129 વર્ષ પછી પહેલીવાર કોઈ એક ટેસ્ટ સીરિઝમાં બે મેચ માત્ર બે-બે દિવસમાં જ પૂરી થઈ ગઈ હોય તેવું બન્યું છે. અગાઉ પર્થ ટેસ્ટ અને હવે મેલબોર્ન (MCG) ટેસ્ટ માત્ર 6 સેશનમાં પૂર્ણ થઈ જતાં ટેસ્ટ ક્રિકેટના અસ્તિત્વ અને પિચ ક્યુરેટર્સની ક્ષમતા સામે આંગળી ચીંધાઈ રહી છે.
પિચ પર ઘાસનું પ્રમાણ વિવાદનું કારણ: MCG ની પિચ પર સામાન્ય રીતે રાખવામાં આવતા ઘાસ કરતા 3mm વધુ એટલે કે કુલ 10mm ઘાસ રાખવામાં આવ્યું હતું. પરિણામે બોલરોને અસાધારણ મદદ મળી અને બેટર્સ લાચાર દેખાયા હતા. આખી મેચ દરમિયાન એક પણ ટીમ 200 રનનો આંકડો સ્પર્શી શકી નહોતી. પિચની આ નબળી ગુણવત્તાને કારણે ICC તેને 'સબ-પાર' રેટિંગ આપી શકે છે, જેનાથી મેદાનને ડિમેરિટ પોઈન્ટ મળવાનું જોખમ છે.
ભારે આર્થિક નુકસાન: મેચ વહેલી પૂરી થવાથી માત્ર ચાહકો જ નહીં, પણ બ્રોડકાસ્ટર્સ અને ક્રિકેટ બોર્ડ પણ મુશ્કેલીમાં મુકાયા છે:
ટિકિટ રિફંડ: મેચ 5 દિવસને બદલે 2 દિવસમાં પૂરી થવાથી ત્રીજા, ચોથા અને પાંચમા દિવસની લાખો ટિકિટોનું રિફંડ આપવાની નોબત આવી છે.
આર્થિક ફટકો: અંદાજે 16 મિલિયન ઓસ્ટ્રેલિયન ડોલર (આશરે ₹96 કરોડ) નું નુકસાન ક્રિકેટ ઓસ્ટ્રેલિયાને થયું હોવાનો અંદાજ છે.
બ્રોડકાસ્ટર્સની નારાજગી: એડવર્ટાઈઝમેન્ટ અને પ્રસારણના સમયમાં ધરખમ ઘટાડો થતા ટેલિકાસ્ટ કરનાર કંપનીઓને પણ મોટું આર્થિક નુકસાન વેઠવું પડ્યું છે.
ઈંગ્લેન્ડની જીત પણ ક્રિકેટની હાર? ચોથી ટેસ્ટ જીતીને ઈંગ્લેન્ડે સીરિઝમાં વાપસી તો કરી છે, પરંતુ મેચના ફોર્મેટ સાથે થયેલા આ અન્યાયથી ચાહકોમાં નિરાશા છે. સ્ટેડિયમમાં હાજર રહેલા 40,000 થી વધુ પ્રેક્ષકો જે આશા સાથે આવ્યા હતા, તેમને માત્ર બે દિવસની રમત જોઈને સંતોષ માનવો પડ્યો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ન્યૂઝીલેન્ડ સામેની ODI શ્રેણી પહેલાં ટીમ ઈન્ડિયાની પસંદગીને લઈને BCCIની ચિંતા વધી છે. પ્રસિદ્ધ કૃષ્ણા, હર્ષિત રાણા અને રિષભ પંતની ફિટનેસ પર નજર રાખવામાં આવી રહી છે. જાણો ભારતની વન-ડે ટીમની જાહેરાત, ખેલાડીઓની ઈજા અને ન્યૂઝીલેન્ડ પ્રવાસ અંગેનું મહત્ત્વનું અપડેટ.

ICC Awardsમાં ભારતનો ડબલ ધમાકો! શુભમન ગિલે 223 રનની ઐતિહાસિક ઇનિંગ્સ રમી, તો શેફાલી વર્માએ 49 બોલમાં સદી ફટકારી!

માયા રાજેશ્વરન રેવતીએ માત્ર 17 વર્ષની ઉંમરે ઇતિહાસ રચ્યો! સિંગલ્સમાં ઐતિહાસિક જીત સાથે ડબલ્સનો ખિતાબ પણ જીત્યો.