અમેરિકાએ નેધરલેન્ડ્સ સામે રચ્યો ઇતિહાસ
સાઈતેજા અને શુભમની તોફાની બેટિંગ, USAએ બનાવ્યો વર્લ્ડ કપનો બીજો સૌથી મોટો સ્કોર

અમેરિકા વિ નેધરલેન્ડ્સ

અમેરિકા વિ નેધરલેન્ડ્સ
ભારતના ચેન્નાઈ સ્થિત ચેપોક સ્ટેડિયમમાં રમાઈ રહેલી T20 વર્લ્ડ કપની મેચમાં અમેરિકાની ટીમે શાનદાર પ્રદર્શન કરતા નેધરલેન્ડ્સ સામે 196 રનનો જંગી સ્કોર બનાવ્યો છે. નેધરલેન્ડ્સે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો, પરંતુ અમેરિકન બેટ્સમેનોએ આ નિર્ણયને ખોટો સાબિત કરી દીધો હતો.
અમેરિકાએ નોંધાવ્યો ઐતિહાસિક સ્કોર :
T20 વર્લ્ડ કપના ઇતિહાસમાં અમેરિકાનો આ બીજો સૌથી મોટો સ્કોર છે. આ અગાઉ વર્ષ 2024માં તેમણે કેનેડા સામે 197 રન બનાવ્યા હતા. આ સાથે જ કોઈપણ એસોસિયેટ ટીમ દ્વારા વર્લ્ડ કપમાં આ બીજો સર્વોચ્ચ સ્કોર છે. ઉલ્લેખનીય છે કે, આ જ વર્લ્ડ કપમાં સ્કોટલેન્ડે ઇટાલી સામે 207 રન બનાવીને રેકોર્ડ સ્થાપ્યો છે.
સાઈતેજા અને શુભમ રંજનની આક્રમક બેટિંગ :
અમેરિકાના કેપ્ટન મોનાંક પટેલે 36 રન અને શાયન જહાંગીરે 20 રન બનાવી ટીમને મજબૂત શરૂઆત અપાવી હતી. જોકે, સાઈતેજા મુક્કામલ્લાએ મેદાનની ચારેબાજુ શૉટ્સ ફટકારીને માત્ર 31 બોલમાં અડધી સદી ફટકારી હતી. તેણે કુલ 51 બોલમાં 79 રનની યાદગાર ઇનિંગ રમી હતી. બીજી તરફ શુભમ રંજને પણ અંતિમ ઓવરોમાં તોફાની બેટિંગ કરી 48 રનનું યોગદાન આપ્યું હતું.
ડચ બોલરોની થઈ ધોલાઈ :
નેધરલેન્ડ્સના બોલરો અમેરિકન બેટ્સમેનો પર લગામ રાખવામાં નિષ્ફળ રહ્યા હતા. બાસ ડી લીડેએ 3 વિકેટ ઝડપી હતી, જ્યારે લોગન વેન બીક, કાઈલ ક્લેઈન અને ફ્રેડ ક્લાસેનને એક-એક સફળતા મળી હતી. આર્યન દત્ત અને ફ્રેડ ક્લાસેન ઘણા મોંઘા સાબિત થયા હતા, જેમાં આર્યને 2 ઓવરમાં જ 24 રન લૂંટાવ્યા હતા.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

સુચિકા તારિયાલની સેમિફાઇનલમાં એવું શું થયું કે મેચ ડ્રો જાહેર થયા બાદ પણ તે ફાઇનલમાં ન પહોંચી?

ભારતીય મહિલા A ટીમે ઓસ્ટ્રેલિયા Aને 4 વિકેટે હરાવી ODI શ્રેણીમાં 1-0ની લીડ મેળવી. તેજલ હસબનીસે 81 અને અનુષ્કા શર્માએ 55 રન બનાવ્યા, જ્યારે બંને વચ્ચે 126 રનની ભાગીદારીએ ભારતની જીતનો પાયો નાખ્યો.

શ્રીલંકાને 3-0થી હરાવ્યા બાદ ઈંગ્લેન્ડે ભારતને પાછળ છોડી ICC T20I રેન્કિંગમાં નંબર-1 સ્થાન મેળવ્યું, બંને વચ્ચે માત્ર 0.04 પોઈન્ટનો તફાવત.