ભારત-પાકિસ્તાન મેચ પહેલા અભિષેક શર્માની ચિંતા
પાકિસ્તાન સામેના મહામુકાબલા પહેલા અભિષેક શર્માના રમવા પર સસ્પેન્સ

અભિષેક શર્મા

અભિષેક શર્મા
ભારતીય ક્રિકેટ ટીમના આક્રમક ઓપનિંગ બેટ્સમેન અભિષેક શર્માને હોસ્પિટલમાંથી રજા મળી ગઈ છે, પરંતુ 15 ફેબ્રુઆરીએ કોલંબોમાં પાકિસ્તાન સામે યોજાનારી મહત્વની T20 વર્લ્ડ કપ ગ્રુપ મેચમાં તેમના રમવા અંગે હજુ પણ અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે. પેટના ઇન્ફેક્શનને કારણે તેઓ તાજેતરમાં નામિબિયા સામેની મેચમાં પણ રમી શક્યા નહોતા.
ગંભીર બીમારી બાદ રિકવરીમાં સમય લાગશે :
અભિષેક શર્માને સખત તાવ અને પેટમાં દુખાવાની ફરિયાદ બાદ હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. જોકે તેમને રજા આપી દેવામાં આવી છે, પરંતુ બીમારીને કારણે તેમના શરીરમાં ભારે અશક્તિ જોવા મળી રહી છે. રીપોર્ટ્સ અનુસાર, લાંબા સમય સુધી બેડ રેસ્ટ અને ઇન્ફેક્શનને કારણે તેમનું વજન પણ ઘટ્યું છે. આ સ્થિતિમાં હાઈ-વોલ્ટેજ મેચ માટે જરૂરી સ્ટેમિના પાછો મેળવવો તેમના માટે મોટો પડકાર છે.
કોલંબોના પ્રેક્ટિસ સેશન પર નજર :
ભારતીય ટીમ મેનેજમેન્ટ હાલમાં ઉતાવળ કરવાના મૂડમાં નથી. કોલંબોમાં યોજાનારા પ્રેક્ટિસ સેશન દરમિયાન અભિષેકની ફિટનેસનું અંતિમ પરીક્ષણ કરવામાં આવશે. જો તેઓ નેટ્સમાં લાંબા સમય સુધી આરામથી બેટિંગ કરી શકશે, તો જ તેમને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવશે. સામાન્ય રીતે અભિષેક નેટ્સમાં દોઢ કલાક સુધી પરસેવો પાડે છે, તેથી જો તેઓ આટલો સમય મેદાન પર વિતાવી શકશે તો જ તેમને ફિટ માનવામાં આવશે.
ઓપનિંગ જોડીમાં ફેરફારની શક્યતા :
જો અભિષેક શર્મા પાકિસ્તાન સામેની મેચમાં ફિટ નહીં થાય, તો ફરી એકવાર સંજુ સેમસનને ઇનિંગની શરૂઆત કરવાની તક મળી શકે છે. નામિબિયા સામે સેમસને ઝડપી શરૂઆત કરી હતી પરંતુ તે મોટી ઇનિંગ રમી શક્યા નહોતા. ભારત માટે પાકિસ્તાન સામેની મેચ વ્યૂહાત્મક રીતે ખૂબ મહત્વની છે, તેથી ટીમ ઇન્ડિયા ઈચ્છશે કે તેમનો નિયમિત ઓપનર મેદાનમાં પરત ફરે
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

સુચિકા તારિયાલની સેમિફાઇનલમાં એવું શું થયું કે મેચ ડ્રો જાહેર થયા બાદ પણ તે ફાઇનલમાં ન પહોંચી?

ભારતીય મહિલા A ટીમે ઓસ્ટ્રેલિયા Aને 4 વિકેટે હરાવી ODI શ્રેણીમાં 1-0ની લીડ મેળવી. તેજલ હસબનીસે 81 અને અનુષ્કા શર્માએ 55 રન બનાવ્યા, જ્યારે બંને વચ્ચે 126 રનની ભાગીદારીએ ભારતની જીતનો પાયો નાખ્યો.

શ્રીલંકાને 3-0થી હરાવ્યા બાદ ઈંગ્લેન્ડે ભારતને પાછળ છોડી ICC T20I રેન્કિંગમાં નંબર-1 સ્થાન મેળવ્યું, બંને વચ્ચે માત્ર 0.04 પોઈન્ટનો તફાવત.