ICC રેન્કિંગમાં નામ કરવા માટે અભિષેક શર્મા પાસે તક
નંબર-1 પર અભિષેકની પકડ મજબૂત અને સૂર્યાની ટોપ-10માં વાપસી; જાણો સમગ્ર રેન્કિંગની વિગત

અભિષેક શર્મા બન્યો ક્રિકેટનો નવો 'સુપરસ્ટાર'

અભિષેક શર્મા બન્યો ક્રિકેટનો નવો 'સુપરસ્ટાર'
ક્રિકેટ જગતમાં અત્યારે ભારતીય યુવા ખેલાડીઓનો દબદબો જોવા મળી રહ્યો છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા જાહેર કરવામાં આવેલી તાજેતરની T20 બેટ્સમેનોની રેન્કિંગમાં ભારતીય સ્ટાર્સે શાનદાર પ્રદર્શન કરીને વિશ્વ ક્રિકેટને ચોંકાવી દીધું છે. ખાસ કરીને ઓપનિંગ બેટ્સમેન અભિષેક શર્મા અને કેપ્ટન સૂર્યકુમાર યાદવે રેન્કિંગમાં નવી ઊંચાઈઓ સર કરી છે.
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી T20 સીરિઝ દરમિયાન ICCએ નવી રેન્કિંગ જાહેર કરી છે. જેમાં ભારતીય ઓપનર અભિષેક શર્માએ પોતાનો નંબર-1નો તાજ જાળવી રાખ્યો છે. અભિષેક માત્ર નંબર-1 પર જ નથી, પરંતુ તેના રેટિંગમાં પણ ધરખમ વધારો થયો છે. અગાઉ તેનું રેટિંગ 903 હતું, જે હવે વધીને 929 થઈ ગયું છે.
અભિષેક હવે એક ઐતિહાસિક શિખર સર કરવાની અત્યંત નજીક છે. વર્ષ 2025માં તેણે 931 રેટિંગ પોઈન્ટ્સ મેળવીને કીર્તિમાન સ્થાપ્યો હતો. હવે તે તેના પોતાના જ રેકોર્ડથી માત્ર બે પોઈન્ટ પાછળ છે. જો ન્યુઝીલેન્ડ સામેની બાકીની બે મેચમાં તે શાનદાર બેટિંગ કરે, તો તે 931નો આંકડો પાર કરીને T20 ઇતિહાસમાં નવો રેકોર્ડ બનાવી શકે છે.
સૂર્યકુમાર યાદવની 'સ્કાય' હાઈ વાપસીભારતીય T20 ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવે ફરી એકવાર સાબિત કરી દીધું છે કે તેને કેમ આ ફોર્મેટનો કિંગ માનવામાં આવે છે. થોડા સમય માટે ટોપ-10 માંથી બહાર થયા બાદ સૂર્યાએ ધમાકેદાર વાપસી કરી છે. ન્યુઝીલેન્ડ સામેની છેલ્લી બે મેચોમાં સતત બે વિસ્ફોટક અડધી સદી ફટકારવાને કારણે તેને રેન્કિંગમાં સીધો 5 સ્થાનનો ઉછાળો મળ્યો છે. સૂર્યા હવે 717 રેટિંગ સાથે સીધો 7મા ક્રમે પહોંચી ગયો છે. તેની આ એન્ટ્રીથી અન્ય દેશોના ખેલાડીઓના રેન્કિંગમાં ગાબડું પડ્યું છે.
કોણ કયા સ્થાને? રેન્કિંગ ટેબલની સ્થિતિરેન્કિંગમાં પહેલા અને બીજા નંબરના બેટ્સમેન વચ્ચેનું અંતર ઘણું વધી ગયું છે, જે અભિષેક શર્માની શ્રેષ્ઠતા દર્શાવે છે.
1 અભિષેક શર્મા ભારત 929 2 ફિલ સોલ્ટ ઈંગ્લેન્ડ 849 3 તિલક વર્મા ભારત 781 4 જોસ બટલર ઈંગ્લેન્ડ 770 5 સાહિબજાદા ફરહાન પાકિસ્તાન 763 6 પથુમ નિસંકા શ્રીલંકા 758 7 સૂર્યકુમાર યાદવ ભારત 717 ભારતીય ત્રિપુટીનો દબદબોહાલમાં ICC T20 રેન્કિંગના ટોપ-10માં ત્રણ ભારતીય બેટ્સમેનો—અભિષેક શર્મા, તિલક વર્મા અને સૂર્યકુમાર યાદવ સામેલ છે. તિલક વર્મા હાલમાં સીરિઝમાં રમી રહ્યો નથી, તેમ છતાં તે ત્રીજા સ્થાને અડિગ છે. સૂર્યાની એન્ટ્રીને કારણે ટ્રેવિસ હેડ, મિશેલ માર્શ અને ટિમ સેઈફર્ટને એક-એક સ્થાનનું નુકસાન વેઠવું પડ્યું છે.
ન્યુઝીલેન્ડ સામેની આગામી બે મેચો બાદ રેન્કિંગમાં ફરીથી મોટા ફેરફારો જોવા મળી શકે છે. જો ભારતીય બેટ્સમેનો આવું જ ફોર્મ જાળવી રાખશે, તો ટોપ-5માં પણ ભારતીયોની સંખ્યા વધી શકે છે.

કોલંબો ટેસ્ટમાં યશસ્વી જયસ્વાલ-અસિતા ફર્નાન્ડો વિવાદ બાદ હર્ષા ભોગલેને જયસ્વાલનો જવાબ, હવે ICC કાર્યવાહી પર નજર.

કોલંબો ટેસ્ટમાં ભારત 1-0ની લીડ સાથે શ્રીલંકા સામે 2-0થી ક્લીન સ્વીપના ઈરાદે ઉતરશે. શુભમન ગિલના 3,000 ટેસ્ટ રન અને પ્લેઇંગ-11 પર નજર રહેશે.

કોચે આપ્યો મોટો સંકેત