BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ 5 દિગ્ગજો લિસ્ટમાંથી આઉટ
ટીમ ઈન્ડિયાના આ 5 સ્ટાર ખેલાડીઓ BCCI કોન્ટ્રાક્ટ મેળવવામાં નિષ્ફળ રહ્યા

BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ 2025-26

BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ 2025-26
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ વર્ષ 2025-26 ની સીઝન માટે ખેલાડીઓના વાર્ષિક સેન્ટ્રલ કોન્ટ્રાક્ટની જાહેરાત કરી દીધી છે. આ વખતે કુલ 30 ખેલાડીઓને સ્થાન મળ્યું છે. આશ્ચર્યની વાત એ છે કે વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા દિગ્ગજોને ગ્રેડ B માં રાખવામાં આવ્યા છે, જ્યારે ગ્રેડ A માં માત્ર શુભમન ગિલ, રવિન્દ્ર જાડેજા અને જસપ્રીત બુમરાહનો સમાવેશ થયો છે.
પરંતુ, સૌથી વધુ ચર્ચા એવા પાંચ કમનસીબ ખેલાડીઓની થઈ રહી છે જેઓ પ્રદર્શન છતાં કોન્ટ્રાક્ટ મેળવવામાં સફળ રહ્યા નથી.
કોન્ટ્રાક્ટ ગુમાવનારા 5 મુખ્ય ખેલાડીઓ :
1. મોહમ્મદ શમી: ટીમ ઈન્ડિયાનો આ ઘાતક બોલર 2025 ની ચેમ્પિયન્સ ટ્રોફી બાદ સતત ટીમની બહાર રહ્યો છે. જોકે તે ઘરેલુ ક્રિકેટમાં સારું પ્રદર્શન કરી રહ્યો છે, તેમ છતાં BCCI એ આ વર્ષે તેને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ આપ્યો નથી.
2. ઈશાન કિશન: સ્ફોટક બેટિંગ માટે જાણીતા ઈશાન કિશનને ફરી એકવાર નિરાશા સાંપડી છે. ટી20 વર્લ્ડ કપની ટીમમાં હોવા છતાં તેને વાર્ષિક કોન્ટ્રાક્ટમાં સ્થાન મળ્યું નથી. 2023 પછી તેની ટીમમાં વાપસી તો થઈ છે, પણ કોન્ટ્રાક્ટમાં તેનું નામ ગુમ છે.
3. સરફરાઝ ખાન: ઘરેલુ ક્રિકેટનો રન-મશીન ગણાતો સરફરાઝ ખાન પણ આ વખતે લિસ્ટમાંથી બહાર છે. ઓસ્ટ્રેલિયા પ્રવાસ બાદ તેને ટેસ્ટ ટીમમાં તક મળી નથી, જેને કારણે તેનો કોન્ટ્રાક્ટ છીનવાઈ ગયો છે.
4. મુકેશ કુમાર: ઝડપી બોલર મુકેશ કુમાર જેણે ત્રણેય ફોર્મેટમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે, તેને પણ આ વખતે યાદીમાં સ્થાન મળ્યું નથી. 2024 થી તે સતત ટીમમાં અંદર-બહાર થતો રહ્યો છે.
5. રજત પાટીદાર: મધ્યમ ક્રમના બેટ્સમેન રજત પાટીદાર પણ લાંબા સમયથી રાષ્ટ્રીય ટીમની બહાર હોવાને કારણે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટથી વંચિત રહ્યા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

સુચિકા તારિયાલની સેમિફાઇનલમાં એવું શું થયું કે મેચ ડ્રો જાહેર થયા બાદ પણ તે ફાઇનલમાં ન પહોંચી?

ભારતીય મહિલા A ટીમે ઓસ્ટ્રેલિયા Aને 4 વિકેટે હરાવી ODI શ્રેણીમાં 1-0ની લીડ મેળવી. તેજલ હસબનીસે 81 અને અનુષ્કા શર્માએ 55 રન બનાવ્યા, જ્યારે બંને વચ્ચે 126 રનની ભાગીદારીએ ભારતની જીતનો પાયો નાખ્યો.

શ્રીલંકાને 3-0થી હરાવ્યા બાદ ઈંગ્લેન્ડે ભારતને પાછળ છોડી ICC T20I રેન્કિંગમાં નંબર-1 સ્થાન મેળવ્યું, બંને વચ્ચે માત્ર 0.04 પોઈન્ટનો તફાવત.