Ahmedabad : 2036 ની ઓલિમ્પિક હોસ્ટિંગ માટે ભારતનો પ્રયાસ, આંતરરાષ્ટ્રીય રિસર્ચ કોન્ફરન્સનું આયોજન
ગુજરાતનું ગૌરવ, ઓલિમ્પિક હોસ્ટિંગ માટે મક્કમ યોજનાઓ...

ગુજરાતના Ahmedabad માં ઓલિમ્પિક માટે આંતરરાષ્ટ્રીય વિચારમંથન...

ગુજરાતના Ahmedabad માં ઓલિમ્પિક માટે આંતરરાષ્ટ્રીય વિચારમંથન...
ગુંજરતના અમદાવાદ (Ahmedabad) ખાતે 2036 ની ઓલિમ્પિકની હોસ્ટિંગ ભારને મળે તે માટે એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. રાષ્ટ્રીય રખા યુનિવર્સિટી ખાતે 3 દિવસની પહેલી આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક રિસર્ચ કોન્ફરન્સ શરૂ થઇ છે. આ કોન્ફરન્સમાં અનેક દેશોના ઓલિમ્પિક સાથે જોડાયેલા નિષ્ણાતો અને પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા છે.
ભારતના શક્તિશાળી પ્રયાસો...
કોન્ફરન્સ દરમિયાન, પેરિસ ઓલિમ્પિક એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર Lambis Konstantinidis એ જણાવ્યું હતું, "ભારત વિશાળ ક્ષમતા ધરાવતો દેશ છે. અહીંની વસ્તી અને પોટેન્શિયલને જોતા, અમને પણ ઈચ્છા છે કે ભારત ઓલિમ્પિકનું આયોજન કરે. જો કે, હોસ્ટિંગ માટે ભારતે સોલિડ પ્લાન અને લાંબા ગાળાની સ્પોર્ટ્સ સ્ટ્રેટેજી પર કામ કરવું પડશે. હજુ સુધી ચાંસ ખૂબ જ પોઝિટિવ છે."
વિશ્વ મંચ પર ભારતની પ્રતિષ્ઠા...
આ કોન્ફરન્સ દરમિયાન ભારતની મજબૂત યોજનાઓ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે. આ ઇવેન્ટ ભારતને તેના જોરદાર દાવેદારીને રજૂ કરવા માટે એક મહત્વપૂર્ણ મંચ પૂરો પાડી રહ્યું છે. જો ભારત 2036 ની ઓલિમ્પિક માટે હોસ્ટિંગ મેળવી શકશે, તો તે દેશના રમતવિદ્યાના ક્ષેત્રમાં ઐતિહાસિક પળ સાબિત થશે અને વિશ્વ મંચ પર ભારતની પ્રતિષ્ઠા વધારશે. આ રિસર્ચ કોન્ફરન્સે દેશને નવી દિશામાં આગળ ધપાવવાનો એક ઉત્સાહજનક પ્રયાસ રજૂ કર્યો છે, અને સમગ્ર વિશ્વ ભારતના સપનાને હકીકત બનાવવા માટે તેના પ્રયત્નોને નજરે જોઈ રહ્યું છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ન્યૂઝીલેન્ડ સામેની ODI શ્રેણી પહેલાં ટીમ ઈન્ડિયાની પસંદગીને લઈને BCCIની ચિંતા વધી છે. પ્રસિદ્ધ કૃષ્ણા, હર્ષિત રાણા અને રિષભ પંતની ફિટનેસ પર નજર રાખવામાં આવી રહી છે. જાણો ભારતની વન-ડે ટીમની જાહેરાત, ખેલાડીઓની ઈજા અને ન્યૂઝીલેન્ડ પ્રવાસ અંગેનું મહત્ત્વનું અપડેટ.

ICC Awardsમાં ભારતનો ડબલ ધમાકો! શુભમન ગિલે 223 રનની ઐતિહાસિક ઇનિંગ્સ રમી, તો શેફાલી વર્માએ 49 બોલમાં સદી ફટકારી!

માયા રાજેશ્વરન રેવતીએ માત્ર 17 વર્ષની ઉંમરે ઇતિહાસ રચ્યો! સિંગલ્સમાં ઐતિહાસિક જીત સાથે ડબલ્સનો ખિતાબ પણ જીત્યો.