વર્લ્ડ કપ વિજેતા ટીમ ઇન્ડિયા પર ₹131 કરોડનો વરસાદ
BCCIએ ચેમ્પિયન ખેલાડીઓ માટે તિજોરી ખોલી; 2024 કરતા પણ વધુ રકમનું રોકડ પુરસ્કાર જાહેર કરાયુ

BCCI ટીમ ઇન્ડિયા પ્રાઇઝ મની

BCCI ટીમ ઇન્ડિયા પ્રાઇઝ મની
ભારતીય ક્રિકેટ ટીમે T20 વિશ્વ કપ 2026માં શાનદાર પ્રદર્શન કરીને ફરી એકવાર વિશ્વ વિજેતાનો તાજ પહેર્યો છે. આ ઐતિહાસિક સફળતા બાદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ માટે પુરસ્કારોની ઝડી વરસાવી છે. મંગળવારે બોર્ડ દ્વારા વિજેતા ટીમ માટે કુલ 131 કરોડ રૂપિયાના તોતિંગ રોકડ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી છે.
વર્ષ 2024 કરતા પણ મોટું ઈનામ :
નોંધનીય છે કે, વર્ષ 2024માં જ્યારે ભારતે વેસ્ટ ઇન્ડિઝમાં વર્લ્ડ કપ જીત્યો હતો ત્યારે ટીમને 125 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા. જોકે, આ વખતે ટીમે જે રીતે પોતાના ટાઈટલનું રક્ષણ કર્યું છે તેને પ્રોત્સાહિત કરવા માટે બોર્ડે ઈનામી રકમમાં 6 કરોડ રૂપિયાનો વધારો કર્યો છે. આ 131 કરોડ રૂપિયાની વહેંચણી માત્ર મેદાન પર રમનારા ખેલાડીઓ જ નહીં, પરંતુ હેડ કોચ, સપોર્ટ સ્ટાફ અને પસંદગીકારો વચ્ચે પણ કરવામાં આવશે.
સતત બીજી વાર ટાઈટલ ડિફેન્ડ કરી રચ્યો વિશ્વ વિક્રમ :
રવિવાર, 8 માર્ચના રોજ અમદાવાદના ભવ્ય નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ફાઈનલ મેચમાં ભારતે ન્યૂઝીલેન્ડને 96 રનથી હરાવીને ટ્રોફી જીતી હતી. આ વિજય સાથે ભારત T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં સતત બીજી વાર (બેક-ટૂ-બેક) ચેમ્પિયન બનનારો દુનિયાનો સૌપ્રથમ દેશ બની ગયો છે. ઘર આંગણે રમાયેલા આ વર્લ્ડ કપમાં ભારતે આખા ટુર્નામેન્ટમાં પોતાનું પ્રભુત્વ જાળવી રાખ્યું હતું.
ક્રિકેટના ટૂંકા ફોર્મેટમાં ભારત 'કિંગ' :
ત્રણ વાર T20 વિશ્વ કપ (2007, 2024, 2026) જીતીને ટીમ ઇન્ડિયા હવે આ ફોર્મેટની સૌથી સફળ ટીમ બની ગઈ છે. અગાઉ ઈંગ્લેન્ડ અને વેસ્ટ ઇન્ડિઝ પાસે 2-2 ટાઈટલ હતા, પરંતુ હવે ભારતે તેમને પાછળ છોડી દીધા છે. BCCIના પદાધિકારીઓએ ખેલાડીઓના આ અદ્ભુત કૌશલ્યના વખાણ કર્યા છે અને આ વિજયને ભારતીય રમતગમત ક્ષેત્રની સુવર્ણ ક્ષણ ગણાવી છે.
આ જીત બાદ આખા દેશમાં ઉત્સવનો માહોલ છે અને ટૂંક સમયમાં વિજેતા ખેલાડીઓ માટે ભવ્ય વિજય પરેડનું પણ આયોજન કરવામાં આવે તેવી શક્યતા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ન્યૂઝીલેન્ડ સામેની ODI શ્રેણી પહેલાં ટીમ ઈન્ડિયાની પસંદગીને લઈને BCCIની ચિંતા વધી છે. પ્રસિદ્ધ કૃષ્ણા, હર્ષિત રાણા અને રિષભ પંતની ફિટનેસ પર નજર રાખવામાં આવી રહી છે. જાણો ભારતની વન-ડે ટીમની જાહેરાત, ખેલાડીઓની ઈજા અને ન્યૂઝીલેન્ડ પ્રવાસ અંગેનું મહત્ત્વનું અપડેટ.

ICC Awardsમાં ભારતનો ડબલ ધમાકો! શુભમન ગિલે 223 રનની ઐતિહાસિક ઇનિંગ્સ રમી, તો શેફાલી વર્માએ 49 બોલમાં સદી ફટકારી!

માયા રાજેશ્વરન રેવતીએ માત્ર 17 વર્ષની ઉંમરે ઇતિહાસ રચ્યો! સિંગલ્સમાં ઐતિહાસિક જીત સાથે ડબલ્સનો ખિતાબ પણ જીત્યો.