મહારાષ્ટ્ર ભાજપના અધ્યક્ષને કેમ માફી માગવી પડી?
વિલાસરાવ દેશમુખના નિવેદન પર વિવાદ વધતાં મહારાષ્ટ્ર ભાજપ અધ્યક્ષ રવિન્દ્ર ચૌહાણે માફી માગી

મહારાષ્ટ્ર ભાજપ અધ્યક્ષ રવિન્દ્ર ચૌહાણ અને રિતેષ દેશમુખની ફાઈલ તસવીર

મહારાષ્ટ્ર ભાજપ અધ્યક્ષ રવિન્દ્ર ચૌહાણ અને રિતેષ દેશમુખની ફાઈલ તસવીર
મહારાષ્ટ્ર ભાજપના અધ્યક્ષ રવિન્દ્ર ચવ્હાણની ભાષણ દરમિયાન જીભ લપસી જતાં વિવાદ છંછેડાયો છે. બૉલીવુડ અભિનેતા રિતેશ દેશમુખે વીડિયો જાહેર કરી તેમના ઉપર તંજ કસ્યો હતો. રવિન્દ્ર ચવ્હાણે લાતૂરમાં જનમેદનીને સંબોધન દરમિયાન લોકોનો ઉત્સાહ જોઈ કહ્યું કે હું 100 ટકા કહું છું કે વિલાસરાવ દેશમુખની સ્મૃતિ આ શહેરમાંથી ભૂંસાઈ જશે. વિલાસરાવ દેશમુખ રિતેશ દેશમુખના પિતા તેમજ કોંગ્રેસ પક્ષના મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યમંત્રી હતા. રવિન્દ્ર ચવ્હાણના નિવેદન પર રિતેશ દેશમુખે એક વીડિયો શેર કરી હાથ જોડી ભાવુક અંદાજમાં એક જ લાઇન કહી હતી. તેના કારણે મહારાષ્ટ્ર ભાજપના અધ્યક્ષને માફી માંગવાની ફરજ પડી હતી.
અભિનેતા રિતેશ દેશમુખે વીડિયો શેર કરતાં બે હાથ જોડી બોલ્યા કે' હું બસ એટલું જ કહેવા માગું છે કે જે લોકો જનતા માટે જીવે છે. તેમના નામ લોકોના હ્રદયમાં છાપ છોડે છે. લખેલી વસ્તુઓ ભૂંસાઈ જાય છે પણ જે ઊંડી છાપ છે તે નહીં' અભિનેતાએ મરાઠી ભાષામાં કરેલી અપીલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. લોકો ભાજપ નેતા રવિન્દ્ર ચવ્હાણની ઝાટકણી કાઢી રહ્યા છે.
ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસ નેતા વિલાસરાવ દેશમુખ આ દુનિયામાં નથી રહ્યા છતાં પણ લાતૂરમાં આજે પણ લોકો તેમને સન્માનથી યાદ કરે છે. કોંગ્રેસે ભાજપ નેતાના નિવેદનની કડક શબ્દોમાં ટીકા કરી છે. NCP અજીત પવાર જૂથના કેટલાક નેતાઓએ પણ વિલાસરાવ દેશમુખ પર ભાજપ નેતા દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીનો વિરોધ કર્યો છે.
મહારાષ્ટ્ર ભાજપના અધ્યક્ષ રવિન્દ્ર ચવ્હાણ લાતૂરમાં ચૂંટણી સભાને સંબોધન કરી રહ્યા હતા. તેમણે કહ્યું હતું કે ભાજપ સમર્થકોની ઉર્જા અને પ્રતિબદ્ધતાથી દેખાય છે કે, આ ક્ષેત્રમાં ભાજપ આસાનીથી જીત મેળવી લેશે. આ દરમિયાન તેમણે પૂર્વ મુખ્યમંત્રી વિલાસરાવ દેશમુખની સ્મૃતિ લોકોના મનમાં ભૂંસાઈ ગઈ છે તેવી વાત કરતાં કહ્યું હતું કે ' બેઠેલા તમામ લોકો હાથ ઉપર કરે અને કહે ભારત માતા કી જય, તમારો ઉત્સાહ જોઈ કોઈપણ કહી શકે છે કે વિલાસરાવ દેશમુખની સ્મૃતિ આ શહેરમાંથી ભૂંસાઈ જશે, તેમાં કોઈ શંકા નથી.' ત્યારબાદ રિતેશ દેશમુખે એક નાનો વીડિયો જાહેર કરી પિતાને યાદ કર્યા હતા અને પ્રદેશ ભાજપ અધ્યક્ષને માફી માગવાનો વારો આવ્યો હતો.
વિલાસરાવ દેશમુખ મહારાષ્ટ્ર કોંગ્રેસના દિગ્ગજ નેતા હતા. તેઓ બે વખત 1999 થી 2003 અને 2004 થી 2008 સુધી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી રહ્યા હતા. પૂર્વ મુખ્યમંત્રીના દીકરા અમિત દેશમુખે પ્રદેશ ભાજપ અધ્યક્ષના નિવેદન પર નિશાન સાધતા કહ્યું હતું કે, 'ભાજપ પાસેથી આવી ટિપ્પણીની અપેક્ષા ન હતી. તેમણે સમગ્ર લાતૂરના લોકોની ભાવનાને ઠેસ પહોંચાડી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

એક તરફ વિકાસના દાવા, તો બીજી તરફ ખેડૂતો પર દેવાનો મોટો બોજ! અહેવાલ મુજબ, ગુજરાતના ખેડૂતો પર રૂ.1,05,097 કરોડની પાક લોન અને રૂ.63,363 કરોડની ટર્મ લોન બાકી છે.

અંબાજીથી નર્મદા સુધીના આદિવાસી પટ્ટામાં સરકારની અચાનક સક્રિયતા પાછળ શું છે? વર્ષોથી પડતર પ્રશ્નો, આંદોલનો અને સાગબારાના જંગલ વિવાદ વચ્ચે હવે શું થશે?

અંકિતા ભંડારીના માતા-પિતા વહેલી સવારે અટકાયત બાદ મલ્લિકાર્જુન ખડગેનો મોદી સરકાર પર આકરો પ્રહાર... તો બીજી તરફ દુષ્યંત ગૌતમની સિક્કિમ રાજ્યપાલ તરીકેની નિમણૂક પર કોંગ્રેસના સવાલો!